
સુશાંતની બહેન પ્રિયંકાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો, FIR રદ કરવાની માંગવાળી અરજી ફગાવી
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે એ અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે માંગ કરી હતી કે રિયા ચક્રવર્તી દ્વારા તેની સામે જે FIR નોંધાવવામાં આવી છે તેને ફગાવી દેવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે આમ કરવાનો ઈનકાર કરી દીધો છે અને SCએ બૉમ્બે હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયાના શરદ અરવિંદ બોબડે, જસ્ટીસ બોપન્ના અને જસ્ટીસ રામસુબ્રમણ્યમની બેંચે પ્રિયંકાની અરજી પર સુનાવણી કરી.
હાઈકોર્ટે 15 ફેબ્રુઆરીએ સંભળાવ્યો હતો ચુકાદો
સુપ્રીમ કોર્ટે પ્રિયંકા સિંહની અરજીને ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા બૉમ્બે હાઈકોર્ટે 15 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકા સામે નોંધાયેલી FIRને યોગ્ય ગણાવી હતી. જો કે રિયાએ સુશાંતની બીજી બહેન મીતૂ સિંહ સામે પણ FIR નોંધાવી હતી પરંતુ મીતૂ સિંહ પર થયેલ એફઆઈઆરને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
રિયાની FIRમાં શું હતુ?
તમને જણાવી દઈએ કે રિયાએ પ્રિયંકા અને મીતૂ સિંહ સામે જે એફઆઈઆર નોંધાવી છે તેમાં સુશાંતના મોત પાછળ ગુનાહિત ષડયંત્ર અને અપહરણનો આરોપ લગાવ્યો હતો. રિયાએ પ્રિયંકા અને મીતૂ સામે FIRમાં જણાવ્યુ હતુ કે સુશાંત પોતાની બહેનોની સલાહ પર અમુક દવાઓ લઈ રહ્યા હતા. માટે રિયાએ સુશાંત અને તેની બહેનોની ચેટ પણ જાહેર કરી હતી જેમાં એ સામે આવ્યુ હતુ કે રામ મનોહર લોહિયા હોસ્પિટલના એક ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનના આધારે પ્રિયંકાની સલાહ પર સુશાંત દવાઓ લઈ રહ્યા હતા.
Weather: દિલ્લી-NCRમાં હવામાન સાફ, આ રાજ્યોમાં વરસાદ સંભવ