For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત કેસઃ સુબ્રમણ્ય સ્વામી બોલ્યા - CBI તપાસ ન થઈ તો સુનંદા પુષ્કર કેસની જેમ કોર્ટમાં જઈશુ

સુશાંત કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતને ન્યાય અપાવવા માટે અભિયાન શરૂ કર્યુ.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને આજે એક મહિનો પૂરો થઈ ગયો છે. તે ગયા મહિને પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત મળી આવ્યા હતા ત્યારબાદ કહેવામાં આવ્યુ કે સુશાંતે આત્મહત્યા કરી છે. તેમની પાસેથી કોઈ સુસાઈડ નોટ નથી મળી જેનાથી તેમના મોતનુ અસલી કારણ જાણવા મળી શકે. વળી, ઘણા સેલિબ્રિટી અને સુશાંતના ફેન્સ એ વાતને માનવા માટે તૈયાર નથી કે તે આત્મહત્યા કરી શકે. આ બધા સતત સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતને ન્યાય અપાવવા માટે અભિયાન શરૂ કર્યુ.

સીબીઆઈ તપાસ માટે પ્રક્રિયા શરૂ

સીબીઆઈ તપાસ માટે પ્રક્રિયા શરૂ

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે અને તેના માટે તેમણે એક વકીલ પણ નિયુક્ત કર્યા છે. ઈશકરણ સિંહ ભંડારી આ કેસને જોઈ રહ્યા છે અને સીબીઆઈ તપાસ માટે પ્રક્રિયા શરૂ કરી ચૂક્યા છે. ઈશકરણ કેસ સાથે જોડાયેલી દરેક માહિતી પોતાના ટ્વિટ અને લાઈવ વીડિયોના માધ્યમથી આપે છે. આમાંથી જ એક લાઈવ વીડિયોાં એક હિસ્સો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુબ્રમણ્યમ સ્વામી એમ કહેતા દેખાઈ રહ્યા છે કે જો સુશાંત કેસની સીબીઆઈ તપાસ નહિ થાય તો તે કોર્ટમાં જશે.

વીડિયોમાં શું બોલી રહ્યા છે સુબ્રમણ્યમ સ્વામી

વીડિયોમાં શું બોલી રહ્યા છે સુબ્રમણ્યમ સ્વામી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે કહે છે, 'એ શંકા દૂર થવી જોઈએ,આ ન થવુ જોઈએ કે થયુ કે નહિ. આના પર ચર્ચા ચાલી, આરોપ પ્રત્યારોપ ચાલ્યા. તો હું વિચારુ છુ કે બધાએ હવે તૈયાર થઈ જવુ જોઈએ, સીબીઆઈ તપાસ થવી જોઈએ. નહિ માને તો કોર્ટમાં જઈશુ. જેમ સુનંદા પુષ્કર કેસમાં ગયા હતા, ત્યારે તપાસ શરૂ થઈ હતી.' સુબ્રમણ્યમ સ્વામી દ્વારા સુશાંતને ન્યાય અપાવવાની વાત કહ્યા બાદ અભિનેતાના ફેન્સ માટે આશાનુ કિરણ દેખાયુ છે. ફેન્સ સુબ્રમણ્યમ સ્વામીને કહી રહ્યા છે કે સર આ તપાસ તમે જ કરાવી શકો છો. તો અમુકનુ કહેવુ છે કે જલ્દીમાં જલ્દી આ તપાસ થવી જોઈએ.

હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે ફેન્સ

સુશાંતના ફેન્સ છેલ્લા એક મહિનાથી ટ્વિટર પર સીબીઆઈ તપાસની માંગ માટે હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. ટેલીવિઝન અને બૉલિવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે સાથે સુશાંતના ફેન્સ પણ સતત સોશિયલ મીડિયા દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. આ વીડિયો ક્લિપ પણ વકીલ ઈશકરણ સિંહ ભંડારીએ જ શેર કરી છે. સુબ્રમણ્યમ સ્વામીના આ પગલાની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

અશોક ગહેલોતને ડબલ ઝટકો, સચિન પાયલટની બગાવત બાદ આ પાર્ટીએ પાછુ ખેંચ્યુ સમર્થનઅશોક ગહેલોતને ડબલ ઝટકો, સચિન પાયલટની બગાવત બાદ આ પાર્ટીએ પાછુ ખેંચ્યુ સમર્થન

English summary
sushant case: We will go court if cbi investigation not done said subramanian swamy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X