• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુશાંત કેસઃ પટના હાઈકોર્ટમાં અરજી દાખલ, CBIને તપાસ સોંપવાની માંગ

|

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એક અરજી પટના હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે કેસની તપાસ પટના રાજ્ય પોલિસથી કેન્દ્રીય તપાસ બ્યુરો(CBI)ને ટ્રાન્સફર કરી દેવામાં આવે. આ પહેલા બિહાર સરકાર તરફથી આરોપી રિયા ચક્રવર્તીએ અરજીને પડકારીને સુપ્રીમ કોર્ટ સમક્ષ કેવિએટ દાખલ કરી હતી. વાસ્તવમાં સુશાંતના પિતા કે કે સિંહે રિયા સામે પટનામાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે ત્યારબાદ પટના પોલિસની ટીમ તપાસ માટે મુંબઈ પહોંચી.

દરેક સવાલનો જવાબ કોર્ટમાં આપશે

દરેક સવાલનો જવાબ કોર્ટમાં આપશે

તેમણે એફઆઈઆમાં રિયા અને અમુક અન્ય લોકો પર સુશાંતને આત્મહત્યા માટે મજબૂર કરવા અને છેતરપિંડી કરવા સહિત ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારબાદ રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યુ કે પટનામાં નોંધાયેલ એફઆઈઆરને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે. બિહાર સરકાર ઉપરાંત સુશાંતના પરિવારે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. સુશાંતના પરિવાર તરફથી હાયર કરવામાં આવેલ વકીલ વિકાસ સિંહે રિયા ચક્રવર્તીની અરજી માટે કહ્યુ છે કે તે આમાં ઉઠાવેલ દરેક સવાલનો જવાબ કોર્ટમાં આપશે જેથી સુશાંતને આત્મહત્યા માટે જેણે મજબૂર કર્યા છે તે કાયદાના હાથમાં પહોંચી શકે.

મુંબઈ પોલિસમાં જ કોઈ રિયાની મદદ કરી રહ્યુ છે

સીનિયર વકીલ વિકાસ સિંહે પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યુ છે, 'જો તે (રિયા) સુપ્રીમ કોર્ટ પહોંચી હતી તો તેણે સીબીઆઈ તપાસની માંગવાળી અરજી કરવાની હતી. એફઆઈઆર પટનામાં નોંધાઈ છે, હવે તેણે સુપ્રીમ કોર્ટમાં સ્ટે અને તપાસ મુંબઈ પોલિસને ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. આનાથી વધુ શું પુરાવા જોઈએ કે મુંબઈ પોલિસમાં જ કોઈ તેની મદદ કરી રહ્યુ છે.'

મુંબઈ પોલિસ સહયોગ નથી આપી રહી

મુંબઈ પોલિસ સહયોગ નથી આપી રહી

વળી, બિહાર સરકારના મહાધિવક્તા લલિત કિશોરે આ કેસમાં કહ્યુ, 'અત્યારે તેમનુ(મુંબઈ પોલિસ) સ્ટેન્ડ જ અલગ છે નહિતર જ્યારે એક રાજ્યની પોલિસ કોઈ કેસની તપાસ કરવા બીજા રાજ્યમાં જાય તો મોટેભાગે તે રાજ્યની સરકાર, પદાધિકારી પૂર્ણ સહયોગ આપે છે. આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે તે સહયોગ નથી કરી રહ્યા.' તેમણે આગળ કહ્યુ, બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં રિયા ચક્રવર્તીની અરજીને પડકારીને કેવિએટ દાખલ કરી છે. આ કેસને મુકુલ રોહતગી જોઈ રહ્યા છે.

દેશમાં 24 કલાકની અંદર કોરોનાના રેકોર્ડ 55,079 નવા કેસ, કુલ 16 લાખને પાર

English summary
sushant singh case petition filed in patna high court seeking transfer of probe to cbi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X