For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંદ્રા પોલિસે માંગી યશરાજ ફિલ્મ્સ અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચેના કૉન્ટ્રાક્ટની કૉપી

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં પોલિસે તપાસ ઝડપી કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં પોલિસે તપાસ ઝડપી કરી દીધી છે. અત્યાર સુધીમાં ઘણા લોકોની પૂછપરછ થઈ ચૂકી છે. જેમાં સુશાંતની દોસ્ત રિયા ચક્રવર્તી પણ શામેલ છે. પોલિસ આ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે. બાંદ્રા પોલિસે હવે એ કૉન્ટ્રાક્ટની કૉપી માંગી છે જે સુશાંત અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે થયો હતો. પોલિસે એ જાણવાની કોશિશ કરી રહી છે કે છેવટે સુશાંત સાથે એવુ શું થયુ કે તેમણે આ પગલુ લેવુ પડ્યુ.

પાની ફિલ્મ માટે મહિનાઓ સુધી કરી મહેનત

પાની ફિલ્મ માટે મહિનાઓ સુધી કરી મહેનત

સુશાંતે અત્યાર સુધી યશરાજ ફિલ્મ્સ સાથે બે ફિલ્મોમાં કામ કર્યુ છે. આમાં 2013માં આવેલી ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ અને 2015માં આવેલી ફિલ્મ બ્યોમકેશ બક્શી શામેલ છે. એવા ઘણા રિપોર્ટ્સ છે કે સુશાંતે યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મો માટે કૉન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. આમાંથી એક ફિલ્મ પાની પણ છે. આ ફિલ્મ યશરાજના બેનર હેઠળ બની હતી. આના માટે સુશાંતે ઘણા મહિનાઓ સુધી તૈયારી પણ કરી. શેખર કપૂરે જણાવ્યુ કે સુશાંતે આના માટે મહેનત કરી હતી પરંતુ યશરાજે આને બનાવવાની જ્યારે ના પાડી દીધી તો બંને અભિનેતા અને ડાયરેક્ટર ઘણા નિરાશ થયા હતા.

પોલિસે માંગી કૉન્ટ્રાક્ટની કૉપી

પોલિસે માંગી કૉન્ટ્રાક્ટની કૉપી

પાની ફિલ્મમાં સુશાંત શેખર કપૂર સાથે કરવાના હતા અને તેને કાન્સ ફેસ્ટીવલમાં પણ અનાઉન્સ કર્યુ પરંતુ યશરાજે આનાથી હાથ ખેંચી લીધો. આ જ કારણ છે કે પોલિસે હવે આ કૉન્ટ્રાક્ટની કૉપીથી એ જાણવાની કોશિશ કરશે કે ક્યાંક સુશાંત આના કારણે તો તણાવમાં નહોતા. વળી, તપાસની વાત કરીએ તો સુશાંતના ઘરેથી તેમની પર્સનલ ડાયરી મળી આવી છે. આ ઉપરાંત પોલિસે 13 લોકોનુ નિવેદન નોંધી લીધુ છે. આમાં સુશાંતની દોસ્ત રિયા ચક્રવર્તી, દોસ્ત મુકેશ છાબડા, તેમના પિતા, ત્રણ બહેનો શામેલ છે. જો કે સુશાંતના પરિવારે અત્યાર સુધી કોઈ અધિકૃત ફરિયાદ નોંધાવી નથી. સાથે જ સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેમના મોતનુ કારણ હેંગિંગ(ફંદા પર લટકવાનુ) હતુ.

સુસાઈડ નોટ નથી મળી

સુસાઈડ નોટ નથી મળી

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને ગળે ફાંસી ખઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમની પાસે કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. ત્યારબાદથી પોલિસ તપાસ કરી રહી છે કે છેવટે કેમ સુશાંતે આ પગલુ લીધુ. પોલિસ એ વાતની તપાસ કરી રહી છે કે આ કેસ સુસાઈડનો છે કે પછી બૉલિવુડમાં પ્રોફેશનલ દુશ્મનીનો. પોલિસે કહ્યુ કે પ્રાથમિક તપાસમાં તો એ જ સામે આવ્યુ છે કે કામની કમીના કારણે સુશાંતે આત્મહત્યા કરી છે. વળી, સોશિયલ મીડિયા પર શેખર કપૂરે દાવો કર્યો કે તેમને સુશાંતના ડિપ્રેશનનુ કારણ ખબર છે. તેમને ખબર છે કે આની પાછળ કયા લોકો છે. એટલા માટે તેમને પણ પૂછપરછ માટે પોલિસ બોલાવશે.

PM મોદી ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે આજે કરશે સર્વપક્ષીય બેઠકPM મોદી ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે આજે કરશે સર્વપક્ષીય બેઠક

English summary
Sushant singh case: police called for a copy of contract between yash raj films and actor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X