મુંબઈ પોલિસે દિશા સાલિયાનના છેલ્લા ફોન કૉલ પરથી ઉઠાવ્યો પડદો
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની ગુત્થી ઉકેલવા માટે સીબીઆઈ ઝડપથી પોતાની તપાસને આગળ વધારી રહી છે. આ દરમિયાન અભિનેતા સુશાંત સિંહની પૂર્વ મેનેજર દિશા સાલિયાન સુસાઈડ કેસમાં મુંબઈ પોલિસે એક સ્પષ્ટીકરણ આપ્યુ છે. ભાજપ ધારાસભ્ય નિતેશ રાણે દ્વારા કરવામાં આવેલ દાવાના જવાબમાં મુંબઈ પોલિસે કહ્યુ કે મરતા પહેલા દિશા સાલિયાનના ફોનથી છેલ્લો ફોન કૉલ 100 નંબર પર નહિ પરંતુ તેની દોસ્ત અંકિતાને કરવામાં આવ્યો હતો.

ભાજપ ધારાસભ્ય કર્યો હતો દાવો
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નિતેશ રાણેએ મુંબઈ પોલિસની તપાસ પર સવાલ ઉઠાવીને એ દાવો કર્યો હતો કે 8 જૂનની રાતે શંકાસ્પદ મોત પહેલા દિશા સાલિયાને 100 નંબર પર ફોન કરીને મદદ માંગી હતી. ભાજપ નેતાએ કહ્યુ હતુ કે દિશા સાલિયાનના ફિયાન્સ રોહનને એ રાતની ઘટના વિશે બધી ખબર છે પરંતુ તે ડરના કારણે ભાગતો ફરે છે.

મુંબઈ પોલિસે દાવાને ફગાવ્યો
નિતેશ રાણેએ કહ્યુ કે જો રોહને દિશાના મોતવાળી રાતની ઘટના વિશે દુનિયાને ન જણાવ્યુ તો તે ખુદ સીબીઆઈને બધા રાઝ કહી દેશે. આ દાવા બાદ હવે મુંબઈ પોલિસે સ્પષ્ટીકરણ જારી કરીને ભાજપ ધારાસભ્યના દાવાને ફગાવી દીધો છે. મુંબઈ પોલિસના અધિકારીએ કહ્યુ, દાવો કરવામાં આવી રહ્યો છે કે દિશાએ મરતા પહેલા 100 નંબર ડાયલ કરવાની કોશિશ કરી હતી જે બિલકુલ ખોટુ છે. મુંબઈ પોલિસ તરફથી કહેવામાં આવ્યુ કે દિશા સાલિયાનના ફોનથી છેલ્લા કૉલ તેની દોસ્ત અંકિતાને કરવામાં આવ્યો હતો.

દિશાના શરીર પર મળ્યા હતા અપ્રાકૃતિક ઈજાના નિશાન
ઉલ્લેખનીય છે કે દિશા સાલિયાનનુ મોત 8 જૂને તેની બિલ્ડિંગના 14માં માળેથી પડી જવાના કારણે થયુ હતુ અને એ જ દિવસે રિયા ચક્રવર્તી સુશાંતનુ ઘર છોડીને ગઈ હતી. તમને જણાવી દઈએ કે જ્યારે દિશાનુ મોત થયુ ત્યારે દિશા પોતાના ફિયાન્સ રોહન રૉયા ઘરે હતી. દિશાના મોતને ઘણા નેતાઓ સુશાંતના કેસ સાથે જોડીને જોઈ રહ્યા હતા. જો કે મુંબઈ પોલિસે બંને મોત વચ્ચે કોઈ પણ સંભવિત લિંક હોવાની વાતનો ઈનકાર કરી દીધો હતો. 9 જૂને સવારે 2 વાગ્યા આસપાસ દિશાનુ મૃત્યુ થઈ ગયુ. પોસ્ટમોર્ટ બે દિવસ બાદ 11 જૂને બોરીવલી પોસ્ટમોર્ટમ કેન્દ્રમાં કરવામાં આવ્યુ. દિશા સાલિયાનની ઑટોપ્સી રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, 'માથામાં ઈજા, ઘણી ઈજાઓ(અપ્રાકૃતિક) હતી.'
સુશાંત કેસ - AIIMSની ફૉરેન્સિક તપાસમાં મળ્યા ગરબડના સંકેત