• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મીડિયા ટ્રાયલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી રિયા, કહ્યુ - ન્યૂઝ ચેનલ મને દોષિત ગણાવી ચૂક્યા છે

|

અભિનેત્રી રિયા ચક્રવર્તી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત સાથે જોડાયેલ કેસમાં પોતાના વિશે ચાલી રહેલા સમાચારો સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. રિયાએ પોતાની અરજીમાં કહ્યુ કે તેની મીડિયા ટ્રાયલ કરવામાં આવી રહી છે અને એવા સમાચારો ચલાવવામાં આવી રહ્યા છે કે જેમાં તેના ચરિત્ર પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. પોતાની અરજીમાં રિયાએ કહ્યુ કે મીડિયામાં તો તેને દોષિત ગણવામાં આવી ચૂકી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલ કેસમાં રિયા ઘણા આરોપોનો સામનો કરી રહી છે. રિયા કથિત રીતે સુશાંતની ગર્લફ્રેન્ડ હતી.

મારુ મીડિયા ટ્રાયલ થઈ રહ્યુ છેઃ રિયા

મારુ મીડિયા ટ્રાયલ થઈ રહ્યુ છેઃ રિયા

અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પોતાની અરજીમાં કહ્યુ કે તેના વિશે જે પ્રકારના સમાચારો મીડિયામાં ચાલી રહ્યા છે તે પક્ષપાતપૂર્ણ છે. તેણે સુપ્રીમ કોર્ટને કહ્યુ છે કે તેનાથી તેને પરેશાની થઈ રહી છે. તેની પ્રાઈવસીનુ સમ્માન થાય, અદાલત તે વિશે આદેશ આપે. રિયાએ ખુદને રાજકીય એજન્ડા માટે બલિનો બકરો બનાવવાની વાત પણ સુપ્રીમ કોર્ટમાં કહી છે. સુશાંત સિંહ કેસમાં આ રિયાની સુપ્રીમ કોર્ટમાં બીજી અરજી છે. આ પહેલા રિયાએ પોતાની સામે પટનામાં નોંધાયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી.

સુશાંતના પિતાએ લગાવ્યા છે રિયા પર ગંભીર આરોપ

સુશાંતના પિતાએ લગાવ્યા છે રિયા પર ગંભીર આરોપ

સુશાંતના પિતાએ 26 જુલાઈના રોજ પટનાના રાજીવ નગર પોલિસ સ્ટેશનમાં રિયા અને તેમના પરિવારના 3 સભ્યો અને 2 મેનેજરો સામે કેસ નોંધાવ્યો હતો. તેમણે પૈસા વસૂલવા, બ્લેકમેલ કરવા, આત્મહત્યા માટે ઉકસાવવા અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યા હતા. પોતાની ફરિયાદમાં સુશાંતના પિતાએ કહ્યુ કે રિયાએ તેમના દીકરીને એ રીતે માનસિક રીતે હેરાન કર્યો કે તેનો જીવ જતો રહ્યો.

સીબીઆઈ અને ઈડી કરી રહી છે તપાસ

સીબીઆઈ અને ઈડી કરી રહી છે તપાસ

સુશાંત સિંહ 14 જૂને પોતાના ફ્લેટમાં મૃત મળી આવ્યા હતા. ત્યારબાદ મુંબઈ પોલિસે કેસની તપાસ શરૂ કરી હતી. હાલમાં જ બિહાર સરકારની ભલામણ પર કેસની તપાસ સીબીઆઈને આપી દેવામાં આવી છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે આત્મહત્યા માટે ઉકસાવવા, ગુનાહિત ષડયંત્ર રચવા, ચોરી, છેતરપિંડી અને ધમકી આપવા સહિત અન્ય આરોપોમાં કેસ નોંધ્યો છે. વળી, ઈડી પણ આ કેસમાં પૂછપરછ કરી રહી છે.

દીકરી પેદા થઈ તો સાસરિયાવાળાએ ટોણા મારતા માએ ગળેફાંસો ખાધો

English summary
Sushant Singh Rajput case Rhea Chakraborty approaches Supreme Court against unfair media trial
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X