• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માના નિધનના 17 વર્ષ બાદ સુશાંતે પૂરી કરી હતી મુંડનની મન્નત

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત પણ માની મમતાને ક્યારેય ભૂલી શક્યા નહિ. મોતના 10 દિવસ પહેલા જ તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની માને યાદ કરીને એક ભાવુક પોસ્ટ લખી હતી. સુશાંત માના લાડકા હતા. ચાર બહેનોમાં એકના એક ભાઈ. માતા ઉષા સિંહની વાત તેમના માટે પત્થરની લકીર સમાન હતી. માએ બહુ પહેલા તેના મુંડનની મન્નત રાખી હતી. તેમણે સંકલ્પ લીધો હતો તે પોતાના પિયરના મંદિરમાં દીકરાનુ મુંડન કરાવશે. પરંતુ અલગ અલગ કારણોસર મુંડનનો કાર્યક્રમ મોકૂફ રહ્યા કર્યો. આ દરમિયાન 2002માં તેમની માનુ નિધન થઈ ગયુ. એ વખતે સુશાંતની ઉંમર 16 વર્ષની હતી. માના મોતથી સુશાંતને ખૂબ જ આઘાત લાગ્યો. બાદમાં તે મોટી બહેનમાં જ માની છબી જોવા લાગ્યા હતા. માના ગુજરી ગયા પરંતુ સુશાંતની યાદોમાં તે હંમેશા જીવિત રહ્યા. તે એ વાત ભૂલી ન શક્યા કે માએ તેમના માટે મુંડનની મન્નત માંગી છે. પહેલા અભ્યાસના કારણે સમય ન મળ્યો. પછી ટેલીવિઝન અને ફિલ્મોમાં વ્યસ્ત હોવાના કારણે તેમણે મુંડન સંસ્કાર ટાળતા રહ્યા. છેવટે 17 વર્ષ બાદ 2019માં તે પૂર્ણિયાના બડહરાવા કોઠી સ્થિત પોતાના પૈતૃત ઘરે પાછા આવ્યા. તેમનુ મોસાળ ખગડિયા જિલ્લાના ચૌથમનુ બોરને ગામ છે. સુશાંતે મોસાળના મંદિરમાં પોતાનુ મુંડન કરાવ્યુ હતુ. આમ તો મુંડન સંસ્કાર બાળપણમાં કરાવવામાં આવે છે પરંતુ સુશાંતે 33 વર્ષની ઉંમરમાં એટલા માટે કરાવ્યુ કારણકે આ તેની માની ઈચ્છી હતી.

સુશાંતને એકલા રહેતા પિતાની બહુ ચિંતા હતી

સુશાંતને એકલા રહેતા પિતાની બહુ ચિંતા હતી

સુશાંતના પિતાનુ નામ કૃષ્ણકુમાર સિેંહ છે જે હવે સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ પટનાના રાજીવનગરમાં રહે છે. સુશાંતની ચારે બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે અને તે અલગ અલગ શહેરોમાં રહે છે. પટનામાં સુશાંતના પિતાની દેખરેખ માટે એક સેવિકા છે જેનુ નામ લક્ષ્મી છે. સુશાંત લક્ષ્મીની ખૂબ જ માન રાખતા હતા અને તેમને દીદી કહીને બોલાવતા હતા. લગભગ એક સપ્તાહ પહેલા જ સુશાંતે ઘરે ફોન કર્યો હતો. સુશાંતને એકલા રહેતા પિતાની બહુ ચિંતા રહેતીહતી. સુશાંતે પહેલા લક્ષ્મી સાથે વાત કરી. તેમણે કહ્યુ હતુ, દીદી તમે સારી રીતે રહેજો અને પપ્પાની ખૂબ સારી રીતે સંભાળ લેજો. એ વખતે લક્ષ્મી કૃષ્ણકુમાર સિંહ માટે રસોઈ બનાવી રહ્યા હતા. તેમણે સુશાંતને કહ્યુ, આ પણ કોઈ કહેવાની વાત છે. હવે તુ પપ્પા સાથે વાત કર, હું રસોઈ બનાવુ છુ. ત્યારે સુશાંતે કહ્યુ હતુ કે તમારી પાસે એટલો પણ સમય નથી કે મારી સાથે વાત કરો.

પિતાના ઘડપણનો સહારો છીનવાઈ ગયો

પિતાના ઘડપણનો સહારો છીનવાઈ ગયો

રવિવારે 2 વાગે સુશાંતની બહેનનો ફોન આવ્યો હતો. બહેન લક્ષ્મીએ સુશાંતની આત્મહત્યાના સમાચાર આપ્યા. કૃષ્ણકુમાર સિંહ એ વખતે જમતા હતા. તેમને આખી વાતની ખબર નહોતી. પરંતુ તેમના મનમાં કંઈક ખટકી રહ્યુ હતુ. તેમણે જમતા જમતા જ લક્ષ્મીને બૂમ પાડી અને કહ્યુ કે જરા ટીવી ચાલુ કરો. લક્ષ્મી ઈચ્છતી હતી કે સુશાંતના પિતા જમી લે પછી તેમને કહીએ. તેમણે કહ્યુ, જમી લો પછી ટીવી ચાલુ કરીએ. પરંતુ તેમણે જલ્દી ટીવી ચાલુ કરવા કહ્યુ. તેમના હાથ કાંપી રહ્યા હતા. જેવુ ટીવી ચાલુ કર્યુ સુશાંતની આત્મહત્યાના સમાચાર આવવા લાગ્યા. કૃષ્ણકુમાર સિંહ શોકમાં ડૂબી ગયા. બહુ મન્નત પછી એક દીકરો થયો હતો. તેમણે વિચાર્યુ હતુ કે હવે બાકી બચેલી જિંદગી દીકરાના સહારો વીતિ જશે. પરંતુ તેણે પણ ઘડપણમાં સાથ છોડી દીધો.

ભાજપ ધારાસભ્ય નીરજ બબલૂ છે પિતરાઈ ભાઈ

ભાજપ ધારાસભ્ય નીરજ બબલૂ છે પિતરાઈ ભાઈ

ભાજપ ધારાસભ્ય નીરજ કુમાર બબલૂ સુશાંતના પિતરાઈ ભાઈ છે. નીરજ બબલૂ સુપોલના છાતાપુરથી ધારાસભ્ય છે. સુશાંતની નીરજ બબલૂ સાથે બહુ જ બનતી હતી. સુશાંત 2019માં જ્યારે પૂર્ણયા ગયા હતા ત્યારે તે નીરજ બબલૂના સહરસા સ્થિત ઘરે પણ ગયા હતા. ત્યાં તેમણે ફિલ્મ એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીના ઘણા દ્રશ્યો ફરીથી જીવંત કર્યા હતા. નીરજ બબલૂના ઘરે ખુરશીને ક્રિકેટ બનાવીને ક્રિકેટ રમ્યુ હતુ. પછી તે ધોનીની જેમ બાઈક પર બેસીને સહરસાના રસ્તાઓ પર મોડે સુધી ફર્યા હતા.

આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા સુશાંત સિંહ, પરિવારના સ્વજને કર્યો ખુલાસોઆ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા સુશાંત સિંહ, પરિવારના સ્વજને કર્યો ખુલાસો

English summary
Sushant Singh Rajput done his mundan after 17 years of his Mother Death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X