આપઘાત બાદ ગૂગલ પર સર્ચ થવા લાગ્યા સુશાંત સિંહ રાજપૂત, બધાને જોઇએ આ એક જ જવાબ

આપઘાત બાદ ગૂગલ પર સર્ચ થવા લાગ્યા સુશાંત સિંહ રાજપૂત, બધાને જોઇએ આ એક જ જવાબ

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી. જે બાદ તેમના નામના સર્ચમાં બે દિવસમાં 1416 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે. તેમના વિશે લોકો બધું જ જાણવા માંગે છે. સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલ સમાચારોના સર્ચમાં 14 તારીખે 1416 ટકાનો વધારો જોવા મળ્યો. જ્યારે ટ્વિટર પર પણ તેઓ ત્રણ દિવસથી ટ્રેન્ડ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા

એક રિપોર્ટ મુજબ 15 અને 16 જૂને #SushantSingh Rajput #GoneTooSoon #ripsushant જેવા હેશટેગ સૌથી ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે. 14 જૂને સુશાંતના નામે 1 લાખથી વધુ ટ્વિટ કરવમાં આવ્યા. જ્યારે 15થી 16 તારીખે પણ સુશાંત સૌથી વધુ ટ્રેન્ડમાં રહ્યા. સુશાંતનું આવી રીતે જવું સૌકોઇને આઘાતમાં નાખી દીધા છે ત્યાં બીજી તરફ લોકો તેમના વિશે ઘણુંબધું જાણવાની કોશિશ કરતા જોવા મળી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતનું મોત

સુશાંત સિંહ રાજપૂતનું મોત

14 જૂનના રોજ જ્યારે અચાનક ટ્વિટર પર સુશાંત સિંહ રાજપૂત ટ્રેન્ડ થવા શરૂ થઇ ગયા તો કોઇને અંદાજો પણ નહોતો કે તેઓ ટ્રેન્ડ થઇ રહ્યા છે. જ્યારે લોકોએ જોયું કે તેઓ ટ્રેન્ડ થઇ રહ્યા છે તો કોઇએ આ સમાચાર પર વિશ્વાસ ના થયો. સૌકોઇને લાગ્યું હતું કે આ વોટ્સએપ ફોરવર્ડમાં આવેલો ફેક મેસેજ હશે.

આત્મહત્યાનું કારણ

આત્મહત્યાનું કારણ

ટીવી ચેનલોએ તરત જ કન્ફર્મ કર્યું કે સુશાંત સિંહ રાજપૂતે આપઘાત કરી લીધો. હવે બીજો મોટો શબ્દ હતો કેમ? આખરે સુશાંત સિંહ રાજપૂતે આ પગલું કેમ ઉઠાવ્યું, આ જાણવું સૌકોઇને જરૂરી લાગી રહ્યું હતું. અને તેઓ બધા જ કારણો ખંખોળવા લાગ્યા કે જેના કારણે સુશાંતે પોતાનો જીવ લીધો હશે.

સુશાંત સિંહ રાજપૂતના લગ્ન

સુશાંત સિંહ રાજપૂતના લગ્ન

સુશાંત સિંહ રાજપૂતના લગ્નના સમાચાર આવતા જ સૌકોઇ ચોંકી ગયા. સુશાંત સિંહ રાજપૂતના કાકાના દીકરાએ કન્ફર્મ કર્યું હતું કે નવેમ્બરમાં સુશાંતના લગ્ન થવાના હતા અને સૌકોઇ તેમના લગ્નની તૈયારીમાં લાગ્યા હતા.

સુશાંત સિંહ રાજપૂત અને કરણ જોહરનો ઝઘડો

સુશાંત સિંહ રાજપૂત અને કરણ જોહરનો ઝઘડો

જે બાદ સમાચાર આવ્યા કે સુશાંત સિંહ રાજપૂતનું કરિયર કરણ જોહરના કારણે તબાહ થઇ ગયું અને લોકો જાણવા માગતા હતા કે આવું કેમ થયું. બસ આ કહાની મશહૂર થવા લાગી કે કેવી રીતે સુશાંતને જણાવ્યા વિના નેટફ્લિક્સ પર ડ્રાઇવ રિલીઝ કરવાના કારણે સુશાંત અને કરણ વચ્ચે બહુ મોટો ઝઘડો થયો હતો.

સલમાને સુશાંત સિંહ રાજપૂતનો મજાક ઉડાવ્યો

સલમાને સુશાંત સિંહ રાજપૂતનો મજાક ઉડાવ્યો

અહેવાલ આવ્યા હતા કે સલમાન ખાને પણ સુશાંત સિંહ રાજપૂતની મજાક ઉડાવી હતી. લોકોને લાગ્યું કેમ, અને માલુમ પડ્યું કે સુશાંત અને સૂરજ વચ્ચે પાર્ટીમાં બબાલ થઇ હતી જે બાદ સલમાને સુશાંતને બધી જ જગ્યાએ પાઠ ભણાવવાનું ધારી લીધું હતું.

સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર

સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર

15 જૂને સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર થયા. તેમના પિતા પટનાથી મુંબઇ આવ્યા હતા અને તેમના અંતિમ સંસ્કારમાં શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન, જૈકી ભગનાની, રણવીર શૌરી, મુકેશ છાબડા, વિવેક ઓબેરોય, ઉદિત નારાયણ સહિત કેટલાય સ્ટાર સામેલ હતા.

સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટનો આતુરાઇથી ઇંતેજાર કરવામાં આવી રહ્યો હતો. તેમના મામાએ આ આત્મહત્યા પર શંકા જતાવી હતી જે બાદ બધાને આ રિપોર્ટનો ઇંતેજાર હતો. પરંતુ રિપોર્ટમાં એજ મળ્યું જે બધાને ઉમ્મીદ હતી. સુશાંતે ખુદ જ પોતાનો જીવ લીધો હતો.

સુશાંત સિંહ રાજપૂતની હત્યા

સુશાંત સિંહ રાજપૂતની હત્યા

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા એક મર્ડર હતી. આ વાત કંગના રાણાવતે કહી. જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે બૉલીવુડની ગુટબાજીને કારણે સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું. આ મુદ્દે પક્ષ અને વપક્ષમાં ઘણા મંતવ્યો આવ્યો. પરંતુ કોઇપણ તેના પરિણામ સુધી ના પહોંચી શક્યા.

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ડ્રાઇવ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી અને ફિલ્મને એકેય દર્શક નસીબ નહોતા થયા. તેમની આગલી ફિલ્મ દિલ બેચારા, હૉટસ્ટાર ડિઝ્ની પર રિલીઝ થશે. જો કે ફેન્સ તેમની ફિલ્મને થિયેટરમાં જોવાની ડિમાંડ કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી હતી. પાછલા એક વર્ષથી બંને રિલેશનશિપમાં હતા. પરંતુ વધુ સમય સાથે જોવા ના મળ્યા. રિયા વિશે લોકો બધું જાણવા માંગતા હતા કે તે કોણ છે, શું કરે છે અને સુશાંતની જિંદગીમાં કેવી રીતે આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X