સુશાંતના પિતાનુ ચરિત્ર હનન કરી રહ્યા છે સંજય રાઉત, નથી કર્યા બીજા લગ્નઃ સુશાંતના મામા
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર માત્ર બિહાર પોલિસ જ નહિ પરંતુ સીબીઆઈ તપાસનો પણ વિરોધ કરી રહી છે. સરકાર તરફથી રોજ અલગ અલગ વાતો કહેવામાં આવી રહી છે. આ વખતે શિવસેના સાંસદ સંજય રાઉતે સુશાંતના પરિવાર વિશે વિચિત્ર દાવા કર્યા છે. સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં આરોપ લગાવ્યો કે સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. જેનો સુશાંતે સ્વીકાર નહોતો કર્યો. જો કે સંજય રાઉતની આ વાત ખોટી સાબિત થઈ છે.

સુશાંતના મામાએ શું કહ્યુ?
આ વિશે સુશાંતના મામા આરસી સિંહે કહ્યુ છે કે સંજય રાઉત ખોટુ બોલી રહ્યા છે. તેમણે એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીતમાં કહ્યુ કે, 'સુશાંતના પિતાએ બે લગ્ન નથી કર્યા. સંજય રાઉત ખોટુ બોલી રહ્યા છે. સંજય રાઉતેઆ ખોટુ નિવેદન ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ઈશારા પર આપ્યુ છે. સંજય રાઉત આવી વાતો કરીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.' સુશાંતના મામાએ કહ્યુ કે જે પણ બિહારમાં રહે છે એ બધાને ખબર છે કે સુશાંતના પિતાએ એક જ લગ્ન કર્યા છે.

સંજય રાઉતે શું કહ્યુ?
સંજય રાઉતે સામનામાં લખ્યુ છે કે સુશાંતનો પોતાના પરિવાર સાથે સંબંધ બરાબર નહોતો. તેમણે કહ્યુ કે સુશાંતના પોતાના પિતા સાથે સંબંધો સારા નહોતા. પિતાએ બીજા લગ્ન કર્યા હતા જે સુશાંતને સ્વીકાર્ય નહોતુ. સુશાંત અને તેના પિતા વચ્ચે ભાવનાત્મક સંબંધ નહોતો બચ્યો. હવે એ પિતાને ફોસલાવીે બિહારમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. તેમણે કહ્યુ કે બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડે ભાજપના માણસ છે અને વર્ષ 2009માં તેમના પર ઘણા ચાર્જ લાગી ચૂક્યા છે. તેમણે મહારાષ્ટ્ર સરકાર સામે ષડયંત્ર રચવાનો આરોપ પણ લગાવ્યો.

સીબીઆઈ તપાસનો વિરોધ
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત મોતનો કેસ હવે સીબીઆઈ પાસે છે. જો કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી છે. આના પર સંજય રાઉતે કહ્યુ કે મુંબઈ પોલિસ પર આરોપ લગાવીને બિહાર સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગ કરાવવામાં આવી જેને 24 કલાકની અંદર જ માની લેવામાં આવી. આ રાજ્યન સ્વાયત્તતા પર હુમલો છે. આ કેસ થોડો સમય મુંબઈ પોલિસ પાસે રહેતો તો આકાશ ના તૂટી પડત પરંતુ આ દબાણની રાજનીતિ છે.
સુશાંતને પોતાના પિતાના બીજા લગ્ન મંજૂર નહોતા, સંજય રાઉતનો દાવો