કેદારનાથ જેવી ફિલ્મ બાદ સુશાંતે સારા અલી ખાન સાથે કામ કરવાની ના પાડી, કેમ?
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને ફિલ્મ કેદારનાથમાં ઘણો દમદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મ સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ હતી જેમાં લોકોએ તેને ખૂબ પસંદ કરી હતી. હવે એક એવા સમાચાર આવી રહ્યા છે જેને જાણીને તમે ચોંકી જશો. સમાચાર છે કે સુશાંત સિંહ રાજપૂતે સારા અલી ખાન સાથે કામ કરવા માટે ના પાડી દીધી છે. હવે ત્યારબાદ લોકો ચોંકી ગયા છે કે એક શાનદાર ફિલ્મ બાદ બંને વચ્ચે એવુ શું થયુ છે.

સુશાંત અને સારા અલી ખાન એકબીજાને ડેટ કરી રહ્યા
રિપોર્ટ્સની માનીએ તો આનુ કારણ છે બંનેના રિલેશનના સમાચાર. ઉલ્લેખનીય છે કે ફિલ્મ દરમિયાન એવા સમાચાર આવવા લાગ્યા હતા કે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન એકબીજાને ડેટ કરી રહ્યા છે.

કાર્તિક આર્યનને ડેટ કરવાની ઈચ્છા
જો કે જ્યારે આ વાતની ખબર અમૃતા સિંહને પડી ત્યારે તેમણે આ સંબંધનો વિરોધ કર્યો. ત્યારબાદ એક શો દરમિયાન સારા અલી ખાને કહ્યુ કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઈચ્છે છે.

કાર્તિક-સારાના રોમેન્ટીક ફોટા
જો કે બંનેને એક ફિલ્મ લવ આજ કલ 2માં સાઈન પણ કરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ ફિલ્મના સેટ પરથી સારા અલી ખાન અને કાર્તિક આર્યનના અમુક રોમેન્ટીક ફોટો આવવા શરૂ થઈ ગયા કે જે કદાચ સુશાંત સિંહને ન ગમ્યા અને બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ. સમાચાર તો એ છે કે આ કારણે સુશાંત સિંહે સારા સાથે કામ કરવાનુ ના પાડી દીધુ કારણકે તે પોતાનુ નામ સારા સાથે જોડવા માંગતો નહોતો.