For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંતની બહેન પ્રિયકા સામે FIR નોંધાઈ, CBIને ટ્રાન્સફર કરાયો કેસ

રિયા તરફથી નોંધવામાં આવેલ એફઆઈઆરને મુંબઈ પોલિસે સીબીઆઈને સોંપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ અને દિલ્લીના ડૉક્ટર તરુણ કુમાર પર છેતરપિંડી અને નકલી રીતે દવા લખવા મામલે એફઆઈઆર નોંધાવી છે. રિયા તરફથી નોંધવામાં આવેલ એફઆઈઆરને મુંબઈ પોલિસે સીબીઆઈને સોંપી દીધી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે એવામાં મુંબઈ પોલિસે તપાસ એજન્સીને આ કેસ ટ્રાન્સફર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈને સોંપ્યો કેસ

સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈને સોંપ્યો કેસ

મુંબઈ પોલિસના પ્રવકતા અને ડીસીપી એન અંબિકાએ કહ્યુ કે રિયા ચક્રવર્તી તરફથી બાંદ્રા પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ કેસને કેન્દ્રીય તપાસ બ્યુરોને તપાસ માટે વિધિવત સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં આ કેસની તપાસ મુંબઈ પોલિસ નથી કરી શકતી કારણકે 19 ઓગસ્ટના પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે સુશાંત સિંહ રાજપૂત મોત કેસ સંબંધિત જો કોઈ અન્ય કેસ પણ નોંધાય તો તેની તપાસ પણ સીબીઆઈ કરશે.

શું છે રિયાનો આરોપ

શું છે રિયાનો આરોપ

રિયા તરફથી નોંધાવેલ ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે8 જૂને સુશાંત સિંહ રાજપૂતને તેની બહેન પ્રિયંકા સિંહે આરએમએલના ડૉક્ટર તરુણ કુમારનુ નકલી પ્રિસ્ક્રિપ્શન મોકલ્યુ હતુ. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે ડૉક્ટર કુમારે પ્રિયંકાના કહેવા પર સુશાંતની તપાસ કર્યા વિના તેમને ડિપ્રેશનની દવાઓ આપી જે કાયદાનુ ઉલ્લંઘન છે. પ્રિસ્ક્રિપ્શન દિલ્લીની ઓપીડીનુ છે જ્યારે સુશાંત એ દિવસે મુંબઈમાં હતા. પ્રિસ્ક્રિપ્શન લખનાર ડૉક્ટર તરુણ કુમાર વ્યવસાયે કાર્ડેયોલોજિસ્ટ છે અને તેમણે ડિપ્રેશનની દવાઓનુ નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવીને આપ્યુ.

'રિયાની એફઆઈઆર ખોટી છે'

'રિયાની એફઆઈઆર ખોટી છે'

મંગળવારે વિકાસ સિંહે કહ્યુ કે મુંબઈ પોલિસનુ બાંદ્રા પોલિસ સ્ટેશન રિયાનુ સેકન્ડ હોમ જેવુ બની ગયુ છે અને તે એ રીતે ત્યાં અધિકારપૂર્વક જાય છે જેમ કોઈ પોતાના ઘરે જાય છે. વિકાસ સિંહે કહ્યુ કે મુંબઈ પોલિસે રિયાને આટલી છૂટ કેમ આપી છે જ્યારે તે એક કેસમાં શંકાસ્પદ છે. જ્યારે સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી તો મુંબઈ પોલિસ પાસે એ અધિકાર નથી કે તે રિયાના કહેવા પર એફઆઈઆર નોંધાવે. બાંદ્રા પોલિસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટના આદેશો સામે જે એફઆઈઆર નોંધાવ છે તે કોર્ટના આદેશનુ ઉલ્લંઘન છે અને સંપૂર્ણપણે અયોગ્ય છે.

બાંદ્રા પોલિસ સ્ટેશન રિયાના સેકન્ડ હોમ જેવુ થઈ ગયુ છેઃ સુશાંત પરિવારના વકીલ વિકાસ સિંહબાંદ્રા પોલિસ સ્ટેશન રિયાના સેકન્ડ હોમ જેવુ થઈ ગયુ છેઃ સુશાંત પરિવારના વકીલ વિકાસ સિંહ

English summary
Sushant singh rajput sister case sent to CBI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X