સુશાંત સિંહ સુસાઈડ કેસઃ સલમાન, કરણ જોહર સહિત 8 સેલેબ્ઝ સામે આવ્યો બિહાર કોર્ટનો ચુકાદો
સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસ વિશે મુંબઈ પોલિસની તપાસ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન સુશાંતના નિધનના થોડા દિવસ બાદ જ પરિવારવાદને જોતા બિહારના મુઝફ્ફરપુરમાં કુલ મળીને 8 સેલેબ્ઝ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ વકીલ સુધીર કુમાર ઓઝાની અરજી હતી. જ્યાં બિહારમાં ન્યાયિક સીમાઓનો હવાલો આપીને આ કેસ નોંધવાની અપીલ કરવામાં આવી હતી. આ કેસમાં મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજસ્ટ્રેટ મુકેશ કુમારે સુનાવણી કરી હતી જે મુજબ આને ફગાવી દેવામાં આવી છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે આ કેસ તેમની અદાલતના અધિકાર ક્ષેત્રની બહારનો છે.

સુશાંતના મોતથી બિહારમાં દુઃખ
ઉલ્લેખનીય છે કે ઓઝાએ પોતાની ફરિયાદમાં સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, આદિત્ય ચોપજા અને સંજય લીલા ભણશાળી પર સુશાંતની આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો. સુધીર કુમાર ઓઝાએ આ અંગે કહ્યુ છે કે હું તેને જિલ્લા અદાલતમાં પડકારીશ. સુશાંતના મોત બાદથી બિહારમાં દુખ છે. તે કહે છે કે અમે એ લોકોને સામે લાવવા માંગીએ છીએ જેણે એક હસમુખ યુવકને આટલુ મુશ્કેલ પગલુ લેવા પર મજબૂર કર્યો છે.

સાક્ષી તરીકે કંગના રનોત
તમને જણાવી દઈએ કે ઓઝાએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે સુશાંતે ઘણા મહિનાઓ સુધી ટૉર્ચર કરવામાં આવ્યો. જાણીજોઈને સુશાંતની ફિલ્મ રિલીઝ ન થવા દીધી. સિનેમા સાથે જોડાયેલ ઘણા પ્રોગ્રામમાં સુશાંતને બોલાવવામાં આવતો નહોતો. તેને સાઈડલાઈન કરવામાં આવ્યો. તેનાથી પરેશાન અને નિરાશ થઈને તેણે આત્મહત્યા કરી લીધી. આ કેસમાં સાક્ષી તરીકે કંગના રનોતનુ નામ આપવામાં આવ્યુ હતુ.

કરણ જોહર, સલમાન ખાન અને આલિયા ભટ્ટના પૂતળા બાળ્યા
સુશાંતના નિધન બાદથી જ બિહારમાં કરણ જોહર, સલમાન ખાન અને આલિયા ભટ્ટના પૂતળા બાળવામાં આવ્યા છે. સાથે જ તેમની ફિલ્મોને ન જોવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. બિહારમાં જસ્ટીસ ફૉર સુશાંતના બેનર હેઠળ ઘણા આંદોલન ચલાવવામાં આવ્યા. આ કેસમાં સીબીઆઈને આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે. વળી, સુશાંતના પરિવાર તરફથી હજુ સીબીઆઈ તપાસ માટે કોઈ અવાજ નથી ઉઠ્યો. તે બધા મુંબઈ પોલિસની તપાસ પૂરી થવાની રાહ જોઈ રહ્યા છે.
કંગનાનો પૂજા ભટ્ટને સવાલઃ યાદ છે જ્યારે મહેશ ભટ્ટે મારા પર ચંપલ ફેંક્યુ હતુ?