• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આત્મહત્યાની પહેલી કોશિશમાં ફેલ થયા હતા સુશાંત? સામે આવી ચોંકાવનારી માહિતી

|

સુશાંત સિંહ રાજપૂતના નિધનને બે સપ્તાહથી વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ તેમના ચાહકો તેમને સતત પોતાની યાદોમાં જીવતા રાખી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનુ કારણ આત્મહત્યા બતાવવામાં આવ્યુ છે. પરંતુ પોલિસ તેમની આત્મહત્યા પાછળના કારણો જાણવા માટે સતત તપાસ કરી રહી છે. હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સુશાંતે પહેલા બાથરૉબથી ફાંસી લગાવવાની કોશિશ કરી હતી.

જમીન પર બાથરૉબના ટૂકડા મળ્યા હતા

જમીન પર બાથરૉબના ટૂકડા મળ્યા હતા

મીડિયા રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહ રાજપૂતે ગળે ફાંસો ખાધા પહેલા બાથરૉબ બેલ્ટનો સહારો લીધો હતો પરંતુ તે તેનુ વજન સહન કરી શક્યા નહિ અને તે તૂટી ગઈ. સૂત્રો મુજબ સુશાંત સિંહ રાજપૂતે જે રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી ત્યાં જમીન પર બાથરૉબના ટૂકડા મળ્યા હતા. ત્યારબાદ તેમણે આત્મહત્યા માટે લીલી કૂર્તાનો ઉપયોગ કર્યો હતો. હવે પોલિસ તપાસમાં એ જાણવા ઈચ્છે છે કે શું કૂર્તો સુશાંતનો ભાર સંભાળી શકતો હતો કે નહિ, એટલા માટે કાલિના ફૉરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે.

તપાસ માટે મોકલવામાં આવી રહ્યો છે લીલો કૂર્તો

તપાસ માટે મોકલવામાં આવી રહ્યો છે લીલો કૂર્તો

સૂત્રો મુજબ પોલિસને ત્યારે શક થયો જ્યારે બાથરૉબ બેલ્ટ બે ટૂકડામાં લાદી પર પડેલુ મળ્યુ જ્યારે સુશાંતની ડેડબૉડી બેડ પર હતી. સૂત્રો મુજબ જ્યારે પોલિસ સુશાંતના ઘરે પહોંચી ત્યારે તેની બહેન અને રૂમમાં હાજર લોકોએ તેના લીલા કૂર્તાને કાપીને સુશાંતની બૉડીને નીચે ઉતારી લીધી. તેમણે કૂર્તાથી લટકતી લાશના ફંદાથી કાપ્યુ હતુ. સૂત્રો અનુસાર કાલિના ફોરેન્સિક લેબ કૂર્તાની તન્યતાને માપવા માટે ઉપકરણોનો ઉપયોગ કરશે, જેનાથી એ માલુમ પડી શકે કે શું તે કૂર્તો સુશાંતનુ વજન ઉઠાવી શકે હતા?

અલમારીમાં વિખેરાયેલા મળ્યા હતા પ્રેસ કરેલા કપડા

અલમારીમાં વિખેરાયેલા મળ્યા હતા પ્રેસ કરેલા કપડા

મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલિસ એ માની રહી છે કે સુશાંતે એ પરખવા માટે બાથરૉબ બેલ્ટનો ઉપોયગ કર્યો હશે કે કોઈ વ્યક્તિ આનાથી આત્મહત્યા કરી શકે છે કે નહિ. પોલિસે એ પણ જણાવ્યુ કે સુશાંતની અલમારી ખુલ્લી થઈ હતી જ્યારે પુરાવા માટે ઘરની તપાસ કરવામાં આવી રહી છે. પ્રેસ કરેલા કપડા વિખરાયેલા પડ્યા હતા. પોલિસનુ માનવુ છે કે પહેલી વાર સુશાંત બાથરૉબથી ફાંસી લગાવવામાં નિષ્ફળ રહ્યા તો તેમણે અલમારીમાંથી ફાંસી માટે બીજા કપડા કાઢ્યા હશે. ત્યારબાદ તેમણે લીલા કૂર્તાથી ફાંસી લગાવી.

સલમાન ખાને ફરીથી બતાવી ધમાકેદાર બૉડી, સુશાંતસિંહના ફેન્સે કરી ભદ્દી કમેન્ટ

English summary
Sushant singh used bathrobe belt to hang himself previously, after using green kurta
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more