સુષ્મિતા સેને 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે કર્યુ હૉટ વર્કઆઉટ, Video થયો વાયરલ
પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન હાલમાં પોતાનાથી 15 વર્ષ નાના રોહમન શૉલ સાથે રિલેશનશિપમાં છે. દુનિયા ભલે તેના વિશે ગમે તે કહે બંને સાથે ઘણા ખુશ છે અને જીવનની દરેક પળ બહુ જ સરસ રીતે વ્યતીત કરી રહ્યા છે. સુષ્મિતા ઘણી વાર પોતાના અને રોહમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે કે જે સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં પણ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સુષ્મિતા સેને બૉયફ્રેન્ડ સાથે કર્યુ હૉટ વર્કઆઉટ
વીડિયોમાં સુષ્મિતા અને રોહમન સાથે જિમમાં વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુષ્મિતાને રોહમને પોતાના પગ અને હાથના સહારે ઉપર ઉઠાવી લીધી છે અને ઘણી સરસ રીતે બેલેન્સ કરતા દેખાઈ રહ્યા છે. આ વર્કઆઉટ ખૂબ જ અઘરુ છે અને દરેકની તાકાત નથી આ કરવાની. બંનેનો વીડિયોની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે અને તેને હૉટ વીડિયો કહીને પણ સંબોધિત કરી રહ્યા છે.
|
ટૂંક સમયમાં જ કરશે બંને લગ્ન
તમને જણાવી દઈએ કે એવા સમાચાર છે કે સુષ્મિતા અને રોહમન હવે પોતાના સંબંધને આગળ વધારવા જઈ રહ્યા છે અને જો બધુ પ્લાન મુજબ ચાલ્યુ તો બંને આ વર્ષના અંત સુધીમાં કે આવતા વર્ષની શરૂઆતમાં સાત ફેરા લઈ શકે છે. રોહમને સુષ્મિતા સેનને લગ્ન માટે પ્રપોઝ કરી દીધુ છે અને સુષ્મિતાએ પણ તેને લીલી ઝંડી બતાવી દીધી છે અને આ કારણે તે હવે સાર્વજનિક રીતે રોહમન શૉલ સાથે જોવા મળે છે અને પોતાના અને રોહમનના ફોટા કે વીડિયો બિન્દાસ્ત રીતે શેર કરે છે.
આ પણ વાંચોઃ Pics: ગણપતિ વિસર્જન 2019: ધામધૂમથી શાહરુખ ખાને કર્યુ ગણપતિ બાપ્પાનુ વિસર્જન

સુષ્મિતા 42 અને રોહમન 27ના
તમને જણાવી દઈએ કે સુષ્મિતા પોતાની દત્તક લીધેલી દીકરીઓ અલીશાહ અને રિનીની સાથે રહે છે અને અત્યાર સુધી અપરિણીત છે. સુષ્મિતા 42 વર્ષની છે જ્યારે રોહમન 27ના એટલે કે બંને વચ્ચે ઉંમરનો તફાવત 15 વર્ષનો છે. સુષ્મિતા સેન વર્ષ 1994માં મિસ યુનિવર્સ બની હતી. ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેન વર્ષ 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી પહેલી ભારતીય મહિલા બની હતી. સુષ્મિતાએ 1996માં મહેશ ભટ્ટ નિર્મિત ફિલ્મ ‘દસ્તક'થી બોલિવુડમાં પગરણ માંડ્યા હતા. ‘બીવી નંબર 1', ‘મૈને પ્યાર ક્યોં કિયા', ‘મે હુ ના', ‘ફિલહાલ', ‘નિર્બાક' તેમની ચર્ચિત ફિલ્મોમાં શામેલ છે. 2010થી 2013 સુધી સુષ્મિતા સેને ‘આઈ એમ શી' પીજન્ટનુ આયોજન કર્યુ હતુ.

કમબેકની તૈયારીમાં સુષ્મિતા સેન
તમને જણાવી દઈએ કે બહુ જલ્દી સુષ્મિતા સેન બોલિવુડમાં કમબેક પણ કરવા જઈ રહી છે. તેણે એક બેનામ ફિલ્મ સાઈન કરી છે જેમાં તેનો રોલ મહિલા પ્રધાન છે. આ ફિલ્મ મધ્ય પ્રદેશના બેકડ્રોપમાં એક ક્રાઈમ બેઝ્ડ ડ્રામા પર હશે જેમાં સુષ્મિતા પોલિસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. જણાવવામાં આવી રહ્યુ છે કે સુષ્મિતાને આ રોલ ઘણો અપીલિંગ લાગ્યો એટલા માટે તેણે આ ફિલ્મ સાઈન કરી.