સુસ્મિતા સેને શેર કર્યો પોતાનો સ્કૂલનો ફોટો, ઓળખો કેવી હતી 17 વર્ષની તે
અભિનેત્રી સુષ્મિતા સેને પોતાનો સ્કૂલનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે જણાવી રહી છે કે 17 વર્ષની ઉંમરે તેનામાં આત્મવિશ્વાસની ઉણપ હતી. તે અંતર્મુખી અને ભોળી હતી. સુષ્મિતાએ નવી દિલ્લીના એરફોર્સ ગોલ્ડન જુબલી ઈન્સ્ટીટ્યુટમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેનો આ સ્કૂલનો ફોટો વર્ષ 1992-1993 વચ્ચેનો છે.

લાઈનમાં ઉભેલી 17 વર્ષની
આ ફોટો વર્ષ 1994માં સુસ્મિતા મિસ યુનિવર્સ બનવાના માત્ર એક વર્ષ પહેલા જ ક્લિક કરવામાં આવ્યો હતો. ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ છે, ‘ગુડ મોર્નિંગ! સ્વીટહાર્ટ્સ! જુઓ મને શું મળ્યુ છે! 1992-1993ની ક્લાસ, લાઈનમાં ઉભેલી 17 વર્ષની (ઓછો આત્મવિશ્વાસ, અંતર્મુખી અને ભોળી) હું, કોઈ આઈડિયા નહોતો કે માત્ર એક વર્ષ બાદ મારુ જીવન હંમેશા માટે બદલાઈ જશે, મારી પસંદ અને આ રીતે મારુ વ્યક્તિત્વ હશે.'
|
કેપ્શનના અંતમાં એક હિંટ આપી
સુષ્મિતાએ 17 વર્ષની એ ભોળી છોકરીને મિસ યુનિવર્સ પ્લેટફોર્મ પર ભારતનુ પ્રતિનિધિત્વ કરતી છોકરી બનવાના પોતાના ફેરફાર વિશે જણાવતા કહ્યુ, ‘આને હું એક મહત્વપૂર્ણ વળાંક કહૂ છુ જે અલગ અલગ સમયે અને અનોખી રીતે આપણી બધાની રાહ જુએ છે. આના અસ્તિત્વ પર ક્યારેય શંકા ન કરો, એક પગલા પછી બીજુ મૂકો... તમે પહોંચશો! આ ફોટામાં મારી દેખાઈ રહેલા મારા બધા શિક્ષકો અને એ બધાનો આભાર જે મારી આ યાત્રાનો હિસ્સો રહ્યા છે. તમને બધાને પ્રેમ!'
આ સ્કૂલના ફોટામાં સુસ્મિતા પોતાના સહપાઠીઓ સાથે છે. પરંતુ આમાં તેને ઓળખવી ઘણી મુશ્કેલ છે. જો કે લોકો સુસ્મિતાને ફોટામાં શોધી લે એના માટે તેણે કેપ્શનના અંતમાં એક હિંટ આપી છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે તે બીજી લાઈનની એકદમ રાઈટ સાઈડમાં ઉભી છે.
આ પણ વાંચોઃ નવા મોટર વ્હીકલ એક્ટમાં આ વાતો માટે નહી કાપવામાં આવે ચાલાન, મંત્રાલયે કર્યા સાવચેત

મિસ યુનિવર્સ માટે નહી જઈ શકુ તો બીજુ પણ કોઈ નહિ જઈ શકે
વર્ષ 1994માં સુસ્મિતા સેને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. એ જ વર્ષે ઐશ્વર્યા રાય મિસ ઈન્ડિયા બની હતી. સુસ્મિતા એવી પહેલી ભારતીય મહિલા હતી જેણે આ ખિતાબ જીત્યો હતો. 25 વર્ષ બાદ ટૉક શો વિમેન વી લવમાં રાજીવ મસંદ સાથે વાત કરતી સુસ્મિતાએ જણાવ્યુ કે મિસ યુનિવર્સ માટે જતા પહેલા તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. આયોજકોએ તેને કહ્યુ હતુ કે મિસ વર્લ્ડ કોમ્પીટીશનમાં ભાગ ના લે અને ઐશ્વર્યાને જવા દે. ઐશ્વર્યા મિસ યુનિવર્સ કોમ્પીટીશનમાં જનાર પહેલી રનરઅપ હતી. સુસ્મિતાએ જણાવ્યુ, મે મારા પિતાને કહ્યુ હતુ કે હું ક્યાંય નથી જઈ રહી અને જો હું મિસ યુનિવર્સ માટે નહી જઈ શકુ તો બીજુ પણ કોઈ નહિ જઈ શકે. તમને જણાવી દઈએ કે બૉયફ્રેન્ડ રોમન શૉલ સાથે સુસ્મિતા ઘણીવાર ફોટા શેર કરતી રહે છે. જેને લોકો ખૂબ પસંદ કરે છે. તેની બે દીકરીઓ રિની અને અલીશા છે.