'પદ્માવત' પર સ્વરાએ કહ્યું, સ્ત્રીઓ ચાલતી ફરતી **** નથી
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાની એક્ટિંગ ઉપરાંત બોલ્ડ નિવેદનોને કારણે પણ જાણીતી છે. ફરી એકવાર તે પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. આ વખતે સ્વરા ભાસ્કરે સંજય લીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ પદ્માવત પર નિશાન સાધ્યું છે. આ ફિલ્મ જોયા બાદ સંજય લીલા ભણસાલીને સ્વરાએ ઓપન લેટર લખ્યો છે અને તેમાં ખૂબ સંવેદનશીલ અને વાંધાજનક ટિપ્પણી સાથે ફિલ્મ પર નિશાન સાધવામાં આવ્યું છે.

એક જ વાત પર કેન્દ્રિત
સ્વરાએ પોતાના ઓપન લેટરમાં લખ્યું છે કે, મહિલાઓ ચાલતી-ફરતી વજાઇના નથી. હા મહિલાઓ પાસે આ અંગ છે, પરંતુ તેમની પાસે બીજું પણ ઘણું છે. આથી લોકોની સંપૂર્ણ જિંદગી માત્ર એની પર કેન્દ્રિત અને તેને નિયંત્રણમાં કરતા, તેની રક્ષા કરતા અને તેની પવિત્રતા જાળવતા ન વીતવી જોઇએ.

મહિલાઓને છે જીવવાનો હક
સ્વરા ભાસ્કર પોતાના ફેમિલી સાથે આ ફિલ્મ જોવા પહોંચી હતી. તેને આખી ફિલ્મ ખૂબ ગમી, પરંતુ જૌહરની ક્રિયા જોઇ ખૂબ તકલીફ થઇ હતી. તેણે પોતાના ઓપન લેટરમાં સવાલ કરતા લખ્યું કે, સર, મહિલાઓને રેપનો શિકાર થવા સિવાય પણ જીવતા રહેવાનો હક છે?

શું જૌહર જરૂરી હતું?
સ્વરા આગળ લખે છે, તમે પુરૂષોને જે પણ સમજતા હોવ, પતિ, રક્ષક, માલિક... તેમના મૃત્યુ પછી પણ મહિલાઓને જીવીત રહેવાનો હક છે. તેણે પોતાના આ લેટરમાં અનેક પ્રશ્નો પણ કર્યા છે. સ્વરાઓ પૂછ્યું કે, શું જૌહર વિના પદ્માવતીની જિંદગી ન ચાલી હોત? શું કોઇ મહિલા કોઇ પુરૂષ વિના અસંપૂર્ણ છે.

સ્વરાના મનની વાત
સ્વરાનું કહેવું છે કે, રાણી પદ્માવતીના સમયમાં દેશમાં પરિસ્થિતિ કંઇ અલગ હતી અને એ સમયે સતી પ્રથા તથા જૌહર જેવી પ્રથાઓ ઉચ્ચ માનવામાં આવતી હતી, પરંતુ સંજય લીલા ભણસાલી કંઇ અલગ બતાવશે એવી આશા હતી. આ સિવાય પણ એક જિંદગી છે, બળાત્કાર બાદ પણ એક જિંદગી છે.