સ્વરા ભાસ્કર સાઈબર યૌન ઉત્પીડનનો શિકાર, પીડા સાથે અભિનેત્રીએ તોડ્યુ મૌન, નોંધાવી FIR
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ઘણી વાર કોઈને કોઈ કારણોસર ટ્રોલ થતી રહે છે. આની સામે સ્વરા ભાસ્કરે મોટુ પગલુ લીધુ છે. સ્વરા ભાસ્કરે દિલ્લીના વસંત કુંજ નૉર્થ પોલિસ સ્ટેશનમાં પોતાની સામે થતી ગંભીર સોશિયલ ટીકાઓને લઈને એફઆઈઆર નોંધાવી છે. સ્વરા ભાસ્કરે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે ટ્વિટર અને યુટ્યુબ પર એક વ્યક્તિ ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયા પર ફેલાવીને તેની છબી ખરાબ કરી રહ્યો છે. સ્વરા ભાસ્કરની ફરિયાદ બાદ પોલિસે ગુનાહિત કેસ નોંધી લીધો છે.

પ્લેટફૉર્મ મહિલાઓ માટે સુરક્ષિત
સ્વરા ભાસ્કરે આ સમગ્ર મામલાની માહિતી સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ દ્વારા પણ આપી. સ્વરા ભાસ્કરે લખ્યુ હતુ કે આ સાઈબર યૌન ઉત્પીડન છે. આપણે વાત કરીએ એ પડકારો વિશે જેનો સાર્વજનિક ક્ષેત્રોમાં મહિલાઓએ સામનો કરવો પડે છે. સ્વરા ભાસ્કરે લખ્યુ હતુ કે પ્લેટફૉર્મને મહિલાઓ માટે સુરક્ષિત અનુભવ બનાવવામાં આવે. એક ચેનલ સાથે વાતચીતમાં સ્વરા ભાસ્કરે આ મામલાને લઈને પણ ખુલીને વાત કરી છે.

ઑનલાઈન હેટર્સના કારણે
સ્વરા ભાસ્કરે પોતાનો પક્ષ રાખીને કહ્યુ કે ઑનલાઈન હેટર્સ હવે મારી ઓળખ બની ગઈ છે. ટાર્ગેટ કરીને એક અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. મારી સામે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવામાં આવી રહી છે. ઑનલાઈન હેટર્સના કારણે તેના માતાપિતાને મુશ્કેલી થાય છે. સ્વરા ભાસ્કરે એ પણ કહ્યુ કે અમુક લોકો ઈચ્છે છે કે હું ચૂપ થઈ જઉ. હું સોશિયલ મીડિયા પર ડરીને રહુ. લોકો મને ટ્રોલ કરે છે. હું આનો વિરોધ કરવાનુ મહત્વનુ સમજુ છુ.

આર્યન ખાન વિશે પણ બોલી સ્વરા
તમને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કર દેશ અને બૉલીવુડ સાથે જોડાયેલ દરેક મુદ્દે પોતાનુ મંતવ્ય આપવાથી પાછી નથી હતી. હાલમાં જ સ્વરા ભાસ્કરે આર્યન ખાન અને લખીમપુર ખીરી મામલાને જોડીને ટ્વિટ કર્યુ હતુ કે મંત્રીનો દીકરી જેણે જાણીજોઈને ચાર લોકોને મારી નાખ્યા, એ ઘરમાં આરામ કરી રહ્યો છે. વળી, શાહરુખ ખાનનો દીકરી આર્યન ડ્રગ્ઝ લેવાના કારણે જેલમાં છે. આનો અર્થ એ છે કે ભારતમાં બર્બરતાથી કરવામાં આવેલ મર્ડર જોઈન્ટ સ્મોક કરવાથી વધુ સ્વીકાર્ય છે.