
ગુરુદ્વારાની બહાર તાપસીને અયોગ્ય રીતે સ્પર્શવાની કોશિશ, અભિનેત્રીએ વાળી દીધી આંગળી
બોલિવુડની ચર્ચિત અભિનેત્રી તાપસી પન્નુ પડદા પર જેટલી બોલ્ડ, બિન્દાસ અને સુંદર દેખાય છે એટલી જ તે અંગત જીવનમાં પણ છે. ખોટી વસ્તુઓનો પૂરજોરમાં વિરોધ કરનારી તાપસીએ હાલમાં જ કરીના કપૂરના શોમાં પોતાના જીવન સાથે જોડાયેલ એક કિસ્સો શેર કર્યો જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા.

તાપસીને એક વ્યક્તિએ અયોગ્ય રીતે અડવાની કોશિશ કરી...
હિંદી ઉપરાંત સાઉથ અને પંજાબી ફિલ્મોમાં જોવા મળતી તાપસીએ કહ્યુ કે, ‘ગુરુપર્વના પ્રસંગે અમે ગુરુદ્વારા જતા હતા અને મને યાદ છે કે અહીં જમવાના સ્ટોલ હોય છે જે બહાર ઉભેલા લોકોને જમાડે છે. આ જગ્યાએ એટલી ભીડ હોય છે કે લોકો એકબીજા સાથે ટકરાઈ જાય છે પરંતુ એક વાર એવુ કંઈક બન્યુ જેની કલ્પના મે નહોતી કરી.'

અભિનેત્રીએ વાળી દીધી આંગળી
તાપસીએ કહ્યુ કે આવી જ રીતે એક વાર અમે ગુરુપર્વ પર ગુરુદ્વારા ગયા હતા અને જમવાના સ્ટોલવાળી લાઈનમાં ઉભા હતા, ત્યારે મને અનુભવ થયો કે કોઈ માણસ પાછળની તરફ મને અડવાની કોશિશ કરી રહ્યો છે, પહેલા તો હું થોડી સહજ થઈ પરંતુ પછી મને લાગ્યુ કે આ માણસ અટકવાનો નથી, મે તરત જ તેનો જવાબ આપ્યો, મે એ ગંદા વ્યક્તિની આંગળી વાળી નાખી અને જલ્દી ત્યાંથી નીકળી ગઈ.
|
ફિલ્મ ‘શાબાશ મિતુ' માટે ચર્ચામાં તાપસી...
વર્કફ્રંટની વાત કરીએ તો તાપસી હાલમાં ક્રિકેટર મિતાલી રાજના જીવન પર બનનારી ફિલ્મ ‘શાબાશ મિતુ' માટે ચર્ચામાં છે, તાપસીએ આનુ ફર્સ્ટ લુક પોસ્ટર ટ્વિટર પર શેર કર્યો હતો જેમાં તેણે લખ્યુ, ‘મને હંમેશાથી એ પૂછવામાં આવ્યુ છે કે મારી ફેવરિટ મેલ ક્રિકેટર કોણ છે, પરંતુ તેમને જરૂર પૂછવુ જોઈએ કે તેમની ફેવરિટ મહિલા ક્રિકેટર કોણ છે. આ તે સ્ટેટમેન્ટ છે જેને દરેક ક્રિકેટ પ્રેમીને વિચારવા પર મજબૂર કરી દીધા હતા કે તેને ગેમ પસંદ છે કે પછી તે ગેમ રમનારનુ જેન્ડર. મિતાલી રાજ તમે એક ગેમ ચેન્જર છો.' ફિલ્મ ‘શાબાશ મિતુ' 5 ફેબ્રુઆરી 2021ના રોજ રિલીઝ થવાની છે. વાત કરીએ મિતાલીની તો, તે એકમાત્ર એવી મહિલા ક્રિકેટર છે જેમણે ટી-20 ઈન્ટરનેશલમાં 2 હજારથી પણ વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચોઃ પ્રેમિકાની મદદથી પોલિસે શરજીલ ઈમામને પકડ્યો, આ રીતે પાથરી જાળઃ પોલિસ સૂત્ર