• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

INTERVIEW: મને લાગે છે કે સફળતાથી મોટો તમાચો બીજો શું હોઈ શકેઃ તાપસી પન્નુ

|

બોલિવુડની દમદાર એક્ટ્રેસ તાપસી પન્નુ પોતાની આગી ફિલ્મ 'બદલા' સાથે દર્શકો સામે આવી ચૂકી છે. સુજૉય ઘોષના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 8 માર્ચે થિયેટરોમાં દસ્તક આપી ચૂકી છે. અમિતાભ બચ્ચન અને તાપસી અભિનિત આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે. અમે ફિલ્મની અભિનેત્રી તાપસી પન્નુ સાથે મુલાકાત કરી જ્યાં તેમણે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાના અનુભવથી લઈને પોતાના સંઘર્ષ પર ખુલીને વાત કરી. કોઈની સાથે બદલો લેવાની ભાવનાની વાત પર તાપસીએ કહ્યુ કે હું માનુ છુ કે સફળતાથી મોટો તમાચો કોઈ નથી હોતો.

ફિલ્મની ટેગલાઈન- હર બાર માફ કરના સહી નહી હોતા...

ફિલ્મની ટેગલાઈન- હર બાર માફ કરના સહી નહી હોતા...

આના પર વાત કરતા તાપસી કહે છે, ‘મોટેભાગે જીવનમાં હું કોઈના પણ માટે વધુ સમય સુધી કડવાશ નથી રાખતી. જે લાગે છે તે કહી દઉ છુ. અને મને લાગે છે કે સફળતાથી મોટો તમાચો બીજો શું હોઈ શકે. ઘણી વાર મને ફિલ્મોમાંથી આ રીતે કાઢી દેવામાં આવી છે જે યોગ્ય નથી. પરંતુ હું વિચારુ છુ કે એવી સ્થિતિ બનાવી દઉ કે તે જ વ્યક્તિ ફરીથી તમારી પાસે સ્ક્રિપ્ટ લઈને આવે અને તમે નક્કી કરો કે તેમની ફિલ્મ કરવી છે કે નહિ.'

‘બદલા' ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, આ ફિલ્મ સાથે જોડાવુ કેવુ રહ્યુ?

‘બદલા' ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, આ ફિલ્મ સાથે જોડાવુ કેવુ રહ્યુ?

આ ફિલ્મ માટે મને જ્યારે પહેલી વાર અપ્રોચ કરવામાં આવી હતી તો મારી ભૂમિકા કંઈ અલગ હતી. ત્યારે ફિલ્મમાં ના અમિતાભ સર હતા, ના સુજૉય આને ડાયરેક્ટ કરી રહ્યા હતા. જે સ્ક્રિપ્ટ મને સંભળવવામાં આવી હતી તેમાં મારી ભૂમિકા છોકરાવાળી હતી અને જેનુ ખૂન થાય છે તે છોકરી હતી. મારા માટે સારી વાત રહી કે તેમણે ભૂમિકાઓ એકબીજાથી પલટાવી દીધી. આ ફિલ્મ માટે હું ખૂબ ઉત્સાહી છુ.

સુજૉય ઘોષ સાથે તમે પહેલી વાર જોડાયા છો, કેવો રહ્યો અનુભવ?

સુજૉય ઘોષ સાથે તમે પહેલી વાર જોડાયા છો, કેવો રહ્યો અનુભવ?

સુજૉયની વાત કરુ તો જ્યારે મે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારે મે સુજૉયનો કૉલ કર્યો હતો કે એક બહુ સારી સ્ક્રિપ્ટ છે, તમારા માટે પરફેક્ટ છે. એકદમ આડીઅવળી થ્રિલર છે, છોકરીની ભૂમિકા સ્ટ્રોંગ છે. તમે આને ડાયરેક્ટ કરો. પછી સુજૉયે સ્ક્રિપ્ટ વાંચી અને ના પાડી દીધી કે મારા ટાઈપની નથી આ અને તે. વળી એક મહિના બાદ મને નિર્માતાનો કૉલ આવ્યો કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને સુજૉય ઘોષ છે. મે પછી સુજૉયને કહ્યુ પણ... કે જ્યારે મે કહ્યુ તો વાત ના માની, જ્યારે અમિતાભ સર જોડાઈ ગયા એટલે તરત તૈયાર થઈ ગયા. હું આજે તેમને આ વાત માટે ચિડાવુ છે અને આગળ પણ બોલતી રહીશ... (હસતા હસતા)

અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું કેવુ રહ્યુ?

અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું કેવુ રહ્યુ?

આ તમારી બંનેની સાથે બીજી ફિલ્મ છે. સારી વાત એ છે કે પહેલી ફિલ્મ એટલે કે પિંકના સમયથી જ એક સંકોચ ખતમ થઈ ગયો હતો. તો આ ફિલ્મમાં સાથે કામ કરવુ વધુ સારુ રહ્યુ. તેમની સાથે કામ કરવાથી ઘણુ બધુ શીખવા મળે છે. પહેલી ફિલ્મમાં અમારા સાથે વધુ સીન નહોતા. પરંતુ આ ફિલ્મમાં આખી ફિલ્મમાં અમારી વાતચીત છે. પહેલી ફિલ્મ બાદ અમે એકબીજાની કામ કરવાની રીતથી વાકેફ થઈ ચૂક્યા હતા એટલા માટે આ વખતે વસ્તુઓ જલ્દી થવા લાગી.

ફિલ્મની ટેગલાઈન છે - દરેક વખતે માફ કરી દેવુ પણ યોગ્ય ન કહેવાય...

ફિલ્મની ટેગલાઈન છે - દરેક વખતે માફ કરી દેવુ પણ યોગ્ય ન કહેવાય...

બોલિવુડમાં ક્યારેય પણ તમારી સામે એવો મોકો આવ્યો છે જેને તમે ક્યારેય માફ ન કર્યા હોય? હું કોઈના માટે પણ વધુ સમય સુધી મનમાં કડવાશ નથી રાખતી. જે લાગે છે તે કહી દઉ છુ અને મને લાગે છે કે સફળતાથી મોટો તમાચો વધુ શું હશે. ઘણી વાર મને ફિલ્મોમાંથી એ રીતે કાઢી દેવામાં આવી છે જે યોગ્ય નથી. પરંતુ હું વિચારુ છુ કે એવી સ્થિતિ બનાવી દઉ કે એ જ વ્યક્તિ ફરીથી તમારી પાસે સ્ક્રિપ્ટ લઈને આવે અને તમે નક્કી કરો કે તેમની ફિલ્મ કરવી છે કે નહિ.

શું પતિ પત્ની ઓર વોના સંદર્ભમાં તમે આ કહ્યુ?

શું પતિ પત્ની ઓર વોના સંદર્ભમાં તમે આ કહ્યુ?

આ તો એક ઉદાહરણ છે, આવુ ઘણી વાર થઈ ચૂક્યુ છે. પતિ પત્ની ઓર વો ફિલ્મની વાત કરીએ તો શૂટના એક મહિના પહેલા મને ક્યાંકથઈ માલુમ પડ્યુ કે હું ફિલ્મમાં નથી. આ યોગ્ય નહોતુ. રિજેક્ટ થવુ કે રિપ્લેસ થવુ કોઈ નવી વાત નથી. પરંતુ કઈ રીતે તમે રિપ્લેસ કરો છો તે વાત છે. આ તમારા પ્રોફેશનાલિઝમ પર સવાલ છે. આ તો સારુ છે કે મારી પાસે ફિલ્મો છે, કામ છે, પોઝિશન છે એટલા માટે કોઈ કહી ન શકે કે મારી કામ નહોતુ એટલે મે મુદ્દો બનાવ્યો.

પિંક, મુલ્ક અને હવે બદલા...

પિંક, મુલ્ક અને હવે બદલા...

જ્યાં પણ કોર્ટરૂમ ડ્રામા થાય છે, ત્યાં તમે હોવ છો. આ ફિલ્મની જ્યારે સ્ક્રિપ્ટ આવી તો શું એક ક્ષણ માટે પણ લાગ્યુ કે હવે વધુ એક કોર્ટ રૂમ ડ્રામા નહિ? (હસતા) હા, પિંકથી જે હવા ચાલી છે તે રોકાઈ નહિ. જ્યારે મે આવી કોઈ સ્ટ્રેટજી નથી બનાવી. આ મામલે અમે લોકો કોર્ટમાં નથી જતા બહાર જ સેટલમેન્ટ કરી લે છે. એટલા માટે મારે વિચારવુ ન પડ્યુ.

તમને ગર્લ નેકસ્ટ ડોરવાળા રોલ ઑફર નથી કરવામાં આવતા કે તમે કરવા નથી માંગતા?

તમને ગર્લ નેકસ્ટ ડોરવાળા રોલ ઑફર નથી કરવામાં આવતા કે તમે કરવા નથી માંગતા?

હું તો શિફૉનની સાડી પહેરીને વાદીઓમાં ડાંસ કરવા ઈચ્છુ છુ પરંતુ કોઈ આપી નથી રહ્યુ મને શિફૉનની સાડી. સાઉથમાં તો મે આવી ઘણી ફિલ્મો કરી છે પરંતુ ખબર નહિ કોઈ આપી નથી રહ્યુ. ડેવિડ સરે મને લીધી તો મે કર્યુ. મને લાગતુ હતુ કે જુડવા બાદ લોકોને લાગ્યુ કે હું પણ કરી શકુ છુ પરંતુ હજુ સુધી કોઈ આવી નથી રહ્યુ.

ગયા ઈન્ટરવ્યુમાં તમે કહ્યુ હતુ કે તમે પોતાને એ-લિસ્ટ સ્ટાર નથી માનતા

ગયા ઈન્ટરવ્યુમાં તમે કહ્યુ હતુ કે તમે પોતાને એ-લિસ્ટ સ્ટાર નથી માનતા

શું હવે કંઈ ફેરફાર થયો છે? હાલમાં તો હું પોતાને ના તો એ લિસ્ટ અભિનેત્રી માનુ છુ, ના સ્ટાર માનુ છુ. મારી હિસાબથી જે દિવસે દર્શકો મારા માટે ફિલ્મ જોવા થિયેટર સુધી આવશે અને પોતાના 3 કલાક આપશે. જે દિવસે તેમને મારા પર આવો વિશ્વાસ થઈ જશે તે દિવસે હું પોતાને સ્ટાર માની લઈશ.

ફેમિનિઝમ (નારીવાદ) નો શું અર્થ છે?

ફેમિનિઝમ (નારીવાદ) નો શું અર્થ છે?

તમારી ફિલ્મ મહિલા દિવસ પર રિલીઝ થઈ છે. તમારા માટે ફેમિનિઝમ (નારીવાદ) નો શું અર્થ છે? મારા માટે ફિમિનિઝન એ છે કે તમે તમારા વિચારને કોઈનાથી પ્રભાવિત ન થવા દો. તમારે શું કરવાનું છે, શું નથી કરવાનુ એનો નિર્ણય કોઈ બીજાના હાથમાં ન આપશો. જાતે નિર્ણય કરો. ભૂલ થાય તો તેનાથી શીખીને આગળ વધો.

અમિતાબ બચ્ચન સાથે તમે બે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છો. તેમની કોઈ ખાસ વાત જે તમને પ્રેરિત કરતી હોય.

અમિતાબ બચ્ચન સાથે તમે બે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છો. તેમની કોઈ ખાસ વાત જે તમને પ્રેરિત કરતી હોય.

આ ઉંમરમાં પણ તેમનામાં બાળકો જેવો ઉત્સાહ છે કે જે પ્રશંસનીય છે દિવસમાં માત્ર 3 કલાક સૂવે છે અને બાકીનો સમય કામ જ કરતા રહે છે, તેમને કહેવુ પડે છે કે સર તમે આરામ કરી લો થોડો. એ ઉંમરમાં હું તેમના 20 ટકા પણ એનર્જેટીક રહુ તો મને બીજુ કંઈ ન જોઈએ. બોલિવુડની કઈ વસ્તુ બદલવા ઈચ્છશો? બહારથી આવેલા કલાકારોને પણ સમાન મોકો મળે.

આ પણ વાંચોઃ પુત્ર આકાશના લગ્ન પહેલા મુકેશ-નીતા અંબાણીએ શરૂ કરી અન્ન સેવા

English summary
In an interview with Filmibeat, terrific actress Taapsee Pannu says, I think there is no better revenge than success.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more