For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

REVIEW: "मैंने मेरी बेटी को नही मारा "...જો દીખતા હૈ વો બીકતા હૈ!

|
Google Oneindia Gujarati News

થોડા વર્ષો પહેલા દિલ્હીમાં આરૂષિ મર્ડર કેસ ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ કેસમાં લાંબી કોર્ટ પ્રોસિઝર બાદ આરૂષિના માતા પિતાને જ દોષી ઠેરવવામાં આવ્યા અને આજીવન કેદની સજા થઇ.

જી હા, ડિરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ 'તલવાર' બહુચર્ચિત આરૂષિ મર્ડર કેસ પર બનેલી છે. આરૂષિ મર્ડર કેસમાં આરૂષિ તથા તેના ઘરના નોકરની હત્યા થઈ હતી અને આ કેસમાં આરૂષિના માતા-પિતાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

ફિલ્મમાં ઈરફાન ખાન, કોંકણા સેન શર્મા, નીરજ કાબી અને સોહમ શાહ જેવા દિગ્ગજ કલાકારોએ અભિનય કર્યો છે. તો તબુએ ફિલ્મમાં કેમિયો કર્યો છે. મેઘનાએ રીયલ લાઈફ મર્ડર મિસ્ટ્રી પર ફિલ્મ બનાવીને પોતાની ટેલેન્ટનો પરચો આપી દીધો છે. આ સિવાય ફિલ્મના લેખક વિશાલ ભારદ્વાજે પણ ઘણી મહેનત કરી છે. બસ એટલુ જ કહી શકાય કે મેઘના અને વિશાલની જોડીએ આ ફિલ્મને રોચક બનાવી દીધી છે.

ફિલ્મની સારી વાત એ છે કે ફિલ્મના અંતે કોઇ એક વ્યક્તિને દોષિત જાહેર કરવામાં આવી નથી પણ ત્રણ-ત્રણ અલગ થિયરી આપીને દર્શકો પર એ છોડી દેવામાં આવ્યું છેકે આખરે કોણે ગુનો કર્યો છે. સરવાળે ફિલ્મ તમને હચમાચાવી મૂકશે. જેને જોઇને તમે પણ વિચારવા પર મજબૂર થઇ જશો કે શું આપણો કાયદો સાચા ખોટામાં ફર્ક કરવામાં આટલો નબળો છે.

સ્ટોરી

સ્ટોરી

ફુલ માર્કસ, તલવાર ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે. ફિલ્મમાં પાત્રોના નામ બદલી નાખવામાં આવ્યા છે. સ્ટોરીને એ રીતે રજૂ કરવામાં આવી છેકે એક સેકન્ડ માટે પણ દર્શકોને ફિલ્મ જોવાનો કંટાળો નહીં આવે.

એક્ટીંગ

એક્ટીંગ

ઈન્વેસ્ટીગેટીવ ઓફિસર તરીકે ઈરફાને પોતાના પાત્રમાં જાન રેડી દીધી છે. જ્યારે નીરજ કાબી અને કોંકણા સેન શર્માએ લાજવાબ અભિનય કર્યો છે. સીઆઈડી ઓફિસર તરીકે શીશીર શર્મા અને પ્રકાશ બેલવાડીએ સારો અભિનય કર્યો છે. તો તબુએ નાનો અને દમદાર રોલ કર્યો છે.

મ્યુઝિક

મ્યુઝિક

જો કે તલવારમાં સંગીતના કોઇ સારા સ્કોપ નહતા. પણ તેમ છતા સંગીત સામાન્ય છે.

નિર્દેશન

નિર્દેશન

નિર્દેશન અદભૂત છે. સ્ક્રિન પ્લે ઘણો જ રીયાલીસ્ટીક છે. સીઆઈડી ટીમનું ઈન્વેસ્ટિગેશન, ફોરેન્સિક એજન્સી, રીકન્સ્ટ્રક્શન વગેરે બાબતો ફિલ્મમાં ઘણી જ અદ્દભૂત રીતે બતાવવામાં આવી છે. ફિલ્મ દર્શકોને વિચારતા કરી મૂકશે. ફિલ્મનો અંત દર્શકો પર અનેક સવાલ છોડે છે.

જોવી કે નહીં

જોવી કે નહીં

તલવાર આપણાં સમાજ માટે એક ઉમદા ફિલ્મ છે. આ ફિલ્મ આપણી ઢીલી કાયદા વ્યવસ્થા પર સવાલ છે. ફિલ્મ દરેકે જોવી જોઇએ. અમારા તરફથી તલવારને 3.5 સ્ટાર.

English summary
Talwar movie is based on a real incident. Murder case of Arushi Talwar happened at Delhi few years back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X