• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાની હોટ એન્ડ સેક્સી વાયરલ તસવીરો

By Ankit Patel
|

સાજિદ ખાનની ફ્લૉપ ફિલ્મ હિમ્મતવાલા સાથે બૉલીવુડ પ્રવેશ કરનાર તમન્ના ભાટિયા હાલમાં બોલિવૂડથી જાણે ગાયબ જ થઇ ચુકી છે. સાઉથમાં મોટી સફળતા મેળવનાર તમન્ના બોલિવૂડમાં કંઈક ખાસ કમાલ નથી કરી શકી. બોલિવૂડમાં હિમ્મતવાલા અને હમશકલ જેવી ફ્લોપ ફિલ્મો આપનાર તમન્ના ભાટિયાએ અક્ષય કુમારે સાથે એન્ટરટેઇન્મેન્ટ જેવી એવરેજ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

અહીં તમે તમન્ના ભાટિયાની કેટલીક હોટ એન્ડ વાયરલ ફોટો પર નજર કરો અને તેની સાથે કેટલીક રસપ્રદ વાતો પણ જુઓ...

આ પણ જુઓ: ઉર્વશી રૌતેલાએ સેક્સી ટોપલેસ ફોટો શેર કરી, એકલામાં જુઓ

ચાંદ સા રોશન ચેહરા

ચાંદ સા રોશન ચેહરા

તમન્નાને બોલિવૂડમાં ઘણા લોકો સાઉથ ઇન્ડિયન હિરોઇન તરીકે જ ઓળખે છે, પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે તમન્ના પાક્કી મુંબઇયા ગર્લ છે. તમન્નાએ ફિલ્મ 'હિમ્મતવાલા'થી નહીં, પરંતુ વર્ષ 2005માં ફિલ્મ 'ચાંદ સા રોશન ચેહરા' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તે માત્ર 15 વર્ષની હતી. એ જ વર્ષે તે અભિજીત સાવંતના આલ્બમ સોન્ગ 'લફ્ઝો મેં' માં પણ જોવા મળી હતી. ત્યાર બાદ તે તમિલ અને તેલૂગુ ફિલ્મોમાં જોવા મળી.

મિલ્ક બ્યૂટી

મિલ્ક બ્યૂટી

સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં ધૂમ મચાવનાર તમન્નાને ત્યાં લોકો 'મિલ્ક બ્યૂટી' કહીને બોલાવે છે. તમન્નાનો બોલિવૂડ ફિલ્મોનો ગ્રાફ એટલો પ્રભાવશાળી નથી રહ્યો. તમિલ અને તેલૂગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો કર્યા બાદ વર્ષ 2003માં તેણે સાજિદ ખાનની ફિલ્મ 'હિમ્મતવાલા'થી ફરી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ 'એન્ટરટેઇન્મેન્ટ' અને 'હમશકલ્સ'માં પણ તે જોવા મળી હતી. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ઝાઝો કમાલ ન કરી શકી, પરંતુ તમન્નાની સુંદરતાના વખાણ ખૂબ થયા હતા.

બોલિવૂડની સેકન્ડ કરિશ્મા કપૂર

બોલિવૂડની સેકન્ડ કરિશ્મા કપૂર

તમન્નાના ફેન્સ જ નહીં, પરંતુ તેના ડિરેક્ટર્સ પણ તમન્નાની બ્યૂટીના વખાણ કરતા થાકતા નથી. તમન્ના સાથે 2 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સાજિદ ખાને તમન્નાની સુંદરતાના વખાણ કરતા કહ્યું હતું કે, તે બોલિવૂડની 2જી કરિશ્મા કપૂર છે.

બાહુબલી

બાહુબલી

તમન્નાએ પોતાના ફિલ્મી કરિયરમાં સૌથી વધુ તેલુગુ ફિલ્મો કરી છે, ત્યાર બાદ તમિલ અને તે પછી હિંદી ફિલ્મોનો નંબર આવે છે. તમન્નાને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખરી ઓળખાણ ફિલ્મ 'બાહુબલી'થી મળી. આ ફિલ્મમાં તેની સુંદરતા ઉપરાંત તેના ધારદાર પર્ફોમન્સના પણ ખૂબ વખાણ થયા હતા. એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય કે, આપણા બોલિવૂડના ડિરેક્ટર્સ તમન્નાની બ્યૂટીને જ ફ્રેમ પર ઉતારી શક્યા છે, ટેલેન્ટને નહીં. ફિલ્મ 'બાહુબલી'માં તમન્નાની એક્ટિંગ ખરેખર વખાણવા લાયક હતી.

પાક્કી સિંધી

પાક્કી સિંધી

તમન્નાનો જન્મ મુંબઇના સિંધી પરિવારમાં થયો છે અને તે સિંધી ભાષા ખૂબ સારી રીતે બોલી શકે છે. 'હિમ્મતવાલા'ના શૂટિંગ દરમિયાન અજય દેવગણ તમન્નાને અસલ સિંધી લહેકામાં વાતો કરતી સાંભળી આશ્ચર્યચકિત થઇ ગયો હતો, કારણ કે અજયને પણ એમ જ હતું કે તમન્નાનું ફેમિલી બેકગ્રાઉન્ડ સાઉથ ઇન્ડિયન છે.

પર્સનલ પ્રોફાઇલ

પર્સનલ પ્રોફાઇલ

તમન્નાના પિતા સંતોષ ભાટિયા હીરાના વેપારી છે અને તેની માતાનું નામ રજની ભાટિયા છે. તેનો એક મોટો ભાઇ પણ છે, જેનું નામ છે આનંદ ભાટિયા. તમન્નાનો જન્મ, ઉછેર અને ભણતર મુંબઇમાં જ થયા છે. પંજાબી અને સિંધી ડિશો તેની ફેવરિટ છે. તેને પુસ્તકો વાંચવાનો, ડાન્સ કરવાનો અને નેટ સર્ફિંગનો શોખ છે. તેના ઘરના લોકો તમન્નાને 'તમ્મુ' કહીને બોલાવે છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

તમન્નાએ પોતાના કરિયરની શરૂઆતમાં અનેક એડ ફિલ્મો અને મોડેલિંગ એસાઇન્મેન્ટમાં કામ કર્યું છે. ચંદ્રિકા સાબુ અને ફેન્ટા જેવા પ્રોડક્સની એડમાં તે જોવા મળી હતી. તેની ફેન્ટાની એડ ઘણી પોપ્યૂલર પણ થઇ હતી.

નખશિખ સુંદર

નખશિખ સુંદર

આ સિંધી ગર્લ સુંદરતાની સામ્રાજ્ઞી છે અને તેનો સ્ટાઇલિશ અંદાજ, તેની સુંદરતામાં ચાર ચાંદ પૂરે છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, તમન્ના દરેક આઉટફિટને ખૂબ સરસ રીતે કેરી કરે છે. તેના ફેમિનાઇન અને ઇન્ડિયન ફિચર્સ તેના દરેક લૂકને વધુ આકર્ષક બનાવે છે.

નો બિકિની, નો કિસ

નો બિકિની, નો કિસ

તમન્નાએ કહ્યું - ભલે મને બૉલીવુડમાં પગ જમાવતા સમય લાગે, પણ મારો પ્રયત્ન રહેશે કે મારે બિકિની કે કિસિંગ સીન્સ ન આપવા પડે.

English summary
Tamanna Bhatia Hot and sexy viral photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X