નાના બાદ વિવેક અગ્નિહોત્રી પર તનુશ્રીનો આરોપ, 'કહ્યું ઈરફાનની સામે કપડાં ઉતારીને નાચ'
મુંબઈઃ તનુશ્રીના એકપછી એક આરોપો બાદ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘમાસાણ મચ્યું છે. પહેલા નાના પાટેકર પર શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યા બાદ અભિનેત્રીએ હવે વિવેક અગ્નિહોત્રી પર પણ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. અગાઉ અભિનેત્રીએ કહ્યું હતું કે આજથી 10 વર્ષ પહેલા એક ફિલ્મના સેટ પર નાના પાટેકરે ગંદી હરકત કરી હતી. તનુશ્રીના આ નિવેદન પર ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચી જવા પામ્યો છે ત્યારે નાના પાટેકરે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતાં તનુશ્રીની જૂઠી કહી દીધી. આરોપ-પ્રતિઆરોપ વચ્ચે અભિનેત્રી તનુશ્રીએ વધુ એક ખુલાસો કર્યો છે.

ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર લગાવ્યો ગંભીર આરોપ
નાના પાટેકર બાદ તનુશ્રીએ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પર ખરાબ વર્તન કર્યાનો આરોપ લગાવ્યો છે, તનુશ્રીએ ડીએનએને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં ફિલ્મ નિર્દેશક વિવેક પર આરોપ લગાવતા કહ્યું કે, 'ચોકલેટ' ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન કપડાં ઉતારીને ડાન્સ કરવા કહ્યું હતું. ઘટનાનો ઉલ્લેખ કરતાં અભિનેત્રી કહે છે કે ઈરફાન ખાન એક ગીત શૂટ કરી રહ્યા હતા. એ સમયે જ વિવેકે ઈરફાન ખાનની સામે ક્યૂજ આપવા માટે કહ્યું હતું, જો કે ફિલ્મમાં એ સીનની જરૂરત નહોતી, છતાં વિવેકે મને કહ્યું કે ઈરફાન સામે કપડાં ઉતારીને નાચ.
નાના પાટેકર પર યૌન શોષણના આરોપ બાદ તનુશ્રી દત્તાનો વધુ એક ખુલાસો

ઈરફાન-સુનીલે સપોર્ટ કર્યો
તનુશ્રી-નાના વિવાદ પર આ હતી અમિતાભ-આમિરની પ્રતિક્રિયા

તનુશ્રીએ ઈરફાન અને સુનીલ શેટ્ટીનાં વખાણ કર્યાં
તનુશ્રીએ સુનીલ શેટ્ટી અને ઈરફાન ખાનના વખાણ કરતા કહ્યું કે આમના જેવા લોકોને કારણે જ હું ઈન્ડસ્ટ્રીમાં બની રહી છું પરંતુ 2008માં ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના શૂટિંગ દરમિયાન જે ઘટના બની તે બાદ મેં ફિલ્મમાં કામ કરવાનું જ બંધ કરી દીધું, એ ઘટનાએ મારી અંદર ડર જગાવી દીધો.
નાના પાટેકરે મને ધમકાવી, કાર પર હુમલો પણ કર્યોઃ તનુશ્રી

નાનાએ કહ્યું જૂઠી છે તનુ
જણાવી દઈએ કે 2008માં ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર નાનાએ માત્ર તનુનું શારીરિક શોષણ જ નથી કર્યું બલકે પોલિટિકલ પાર્ટીના કાર્યકરોને બોલાવીને તનુશ્રીની કાર પર હુમલો પણ કરાવ્યો હતો અને તનુ તથા તેના માતા-પિતાને ધમકાવ્યા પણ હતા, તનુશ્રીએ કહ્યું કે એ સમયે મને ઈન્ડસ્ટ્રીમાં કોઈએ સપોર્ટ ન કર્યો. તનુશ્રી અને નાના પાટેકરના આ વિવાદ પર બૉલીવુડના પણ બે ફાંટા પડી ગયા છે. કોઈ તનુશ્રીને સપોર્ટ કરી રહ્યું છે તો કોઈ નાના પાટેકરને.
આ પણ વાંચો- નજરે જોનાર સાક્ષીએ જણાવ્યુ તનુશ્રી-નાના વચ્ચે એ દિવસે સેટ પર શું થયુ હતુ?