નાના પાટેકરે પણ યૌન ઉત્પીડન કર્યું છે: તનુશ્રી દત્તા
ફિલ્મ આશિક બનાયા આપને ફિલ્મમાં જોવા મળેલી તનુશ્રી દત્તા ઘ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.
ફિલ્મ આશિક બનાયા આપને ફિલ્મમાં જોવા મળેલી તનુશ્રી દત્તા ઘ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. #metoo ઘ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતી સચ્ચાઈ પર તેમને જણાવ્યું કે તેમની સાથે પણ યૌન ઉત્પીડન જેવી સમસ્યા થઇ છે. તેમને નાના પાટેકર પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ આ પ્રકારના કામ કરી ચુક્યા છે અને આખી ઇન્ડસ્ટ્રી તેના વિશે જાણે છે. તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના વિશે કોઈ કઈ જ કહેતું નથી અને અવાઝ પણ ઉઠાવતું નથી.
આ પણ વાંચો: આ રહી બૉલીવુડની બ્રેન એન્ડ બ્યુટી બંગાળી બેબ્સ
શૂટિંગનો એક કિસ્સો
આપણે જણાવી દઈએ કે તનુશ્રી દત્તા ઘ્વારા શૂટિંગનો એક કિસ્સો શેર કર્યો હતો. જેમાં તેમને જણાવ્યું કે તેઓ હોર્ન ઓક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી જેમાં તેમને એક ઇન્ટિમેટ સીન કરવાનું હતું.
સીન કરવા માટે દબાવ
જયારે તેઓ સીન કરી રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું તેઓ આ એક્ટર સાથે સીન કરવામાં સહજ નથી. એટલા માટે તેમને સીન કરવાની ના પાડી દીધી. તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ના પાડ્યા પછી તેમના પર સીન કરવા માટે દબાવ નાખવામાં આવ્યો. એટલું નહીં પરંતુ તેની ગાડીની તોડફોડ પણ કરવામાં આવી. આખરે તનુશ્રી દત્તાએ તે સીન કર્યો અને ત્યાંથી ચાલી ગઈ.
કામ મળતું બંધ થઇ ગયું
તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્યારપછી તેને કામ મળતું બંધ થઇ ગયું અને તે ખુબ જ પરેશાન રહેતી હતી. તેમને હાલમાં જ આ બાબતે ખુલાસો કર્યો છે. તનુશ્રી દત્તા ઘ્વારા છેલ્લે વર્ષ 2010 દરમિયાન એપાર્ટમેન્ટ ફિલ્મ કરવામાં આવી હતી. ખબર એવી પણ હતી કે તનુશ્રી દત્તા આ વર્ષે બિગ બોસમાં આવી શકે છે પરંતુ આ ખબર અફવાહ સાબિત થઇ.