For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘#MeToo થી જો પુરુષો ડરી રહ્યા છે, તો ડરવુ પણ જોઈએ': તનુશ્રી દત્તા

તનુશ્રીએ કહ્યુ કે જો નામ જણાવીને શરમમાં મૂકાવાથી પુરુષો ડરે છે તો તેમણે ડરવુ પણ જોઈએ.

|
Google Oneindia Gujarati News

ભારતમાં '#MeToo અભિયાનની શરૂઆત કરનાર અભિનેશ્રી તનુશ્રી દત્તાએ કહ્યુ કે તેને ઈન્સાફ મળવાની આશા છે. તનુશ્રીએ કહ્યુ કે આવી બાબતોને ભારતમાં ગંભીરતાથી લેવામાં નથી આવતી પરંતુ તેમછતા તેને આશા છે કે તેને ન્યાય મળશે. નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવનાર તનુશ્રીએ કહ્યુ કે જો આ બધાથી પુરુષો ડરી રહ્યા હોય તો તે સારી વાત છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ તનુશ્રીએ નાના પાટેકર પર 10 વર્ષ પહેલા તેમનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીએ કહ્યુ હતુ કે પાટેકરે 10 વર્ષ પહેલા ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર તેનુ યૌન શોષણ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ દક્ષિણમાં પહોંચ્યું #MeToo અમાલા પૉલે ડિરેક્ટર પર લગાવ્યા યૌન શોષણના આરોપઆ પણ વાંચોઃ દક્ષિણમાં પહોંચ્યું #MeToo અમાલા પૉલે ડિરેક્ટર પર લગાવ્યા યૌન શોષણના આરોપ

તનુશ્રીએ કહ્યુ, ‘હું એક લડાઈ લડી રહી છુ'

તનુશ્રીએ કહ્યુ, ‘હું એક લડાઈ લડી રહી છુ'

તનુશ્રી દત્તા-નાના પાટેકર વિવાદ પોલિસ પાસે પહોંચી ચૂક્યો છે. અભિનેત્રીને આશા છે કે તેને ઈન્સાફ જરૂર મળશે. એક કાર્યક્રમમાં બોલતા તનુશ્રીએ કહ્યુ, ‘હું આશા કરી રહી છુ કે મને ઈન્સાફ મળશે પરંતુ તે નથી ખબર કેવો ઈન્સાફ. આપણા દેશમાં યૌન શોષણના કેસોને ગંભીરતાથી લેવામાં નથી આવતા. સામેવાળાને આને ભૂલી જવાનું કહેવામાં આવે છે. આમ કરીને એક ખોટુ વાતાવરણ બનાવી રહ્યા છે. હું એક લડાઈ લડી રહી છુ.'

પોતાના બચાવ માટે તનુશ્રીએ તોડ્યુ મૌન

પોતાના બચાવ માટે તનુશ્રીએ તોડ્યુ મૌન

તનુશ્રીને ઘણી મોટી ફિલ્મી હસ્તીઓનું સમર્થન મળી રહ્યુ છે. વળી ઘણાએ આના પર મૌન જાળવી રાખ્યુ છે. હું નેશનલ ટીવી પર 10 વર્ષ સુધી રહી. મારુ ફિલ્મોમાં કેરિયર હતુ, કેરિયર ખતમ થવામાં હતુ. મારે પોતાનો બચાવ કરવાનો હતો. મે પોતાને હીરો સાબિત કરવા માટે નહિ પરંતુ પોતાનો બચાવ કરવા માટે મૌન તોડ્યુ. ‘#MeToo અભિયાનથી દેશમાં એક ક્રાંતિ ફેલાઈ ગઈ છે. આના પર અભિનેત્રીએ કહ્યુ કે જો નામ જણાવીને શરમમાં મૂકાવાથી પુરુષો ડરે છે તો તેમણે ડરવુ પણ જોઈએ.

તનુશ્રીએ કરી દેશમાં ‘#MeToo ની શરૂઆત

તનુશ્રીએ કરી દેશમાં ‘#MeToo ની શરૂઆત

નાના પાટેકર સામે બોલવા પર તનુશ્રી પર ઘણા પ્રકારના આરોપ પણ લાગ્યા હતા. ઘણા સિતારાઓએ કહ્યુ હતુ કે આ બધુ પબ્લિસિટી અને ફિલ્મોમાં પાછા આવવા માટે કરી રહી છે. આના પર અભિનેત્રીએ કહ્યુ, ‘મે આ બધુ એ હેતુથી નથી કહ્યુ. મે દસ વર્ષ પહેલા જે દરવાજા ખખડાવ્યા તે નહોતા ખુલ્યા. હું ભારતમાં રજાઓ માણવા નથી આવી. મીડિયામાંથી કોઈએ મને ‘#MeToo પર પૂછ્યુ અને મે બસ મારો જવાબ આપ્યો કે જે મારી સાથે થયુ હતુ તેના પર ધ્યાન આપવામાં નહોતુ આવ્યુ.'

આ પણ વાંચોઃ 'તનુશ્રી લેસ્બિયન છે, તેણે મારો રેપ કર્યો, કરાવો તેનો નાર્કો ટેસ્ટ': રાખી સાવંતઆ પણ વાંચોઃ 'તનુશ્રી લેસ્બિયન છે, તેણે મારો રેપ કર્યો, કરાવો તેનો નાર્કો ટેસ્ટ': રાખી સાવંત

English summary
Tanushree Dutta On Men Being Scared Of #MeToo, 'They Should Be'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X