રેખાને ઓળખ અપાવનાર તેલુગુ અભિનેત્રી અંજલિ દેવીનું નિધન

Posted By:
Subscribe to Oneindia News

ચેન્નઈ, 13 જાન્યુઆરી : રેખાને આજે કોણ નથી ઓળખતું? પરંતુ શું કોઈ જાણે છે કે રેખાને એક બાળ કલાકાર તરીકે ઓળખ કોણે અપાવી હતી? કદાચ આપનો ઉત્તર ના હશે, પરંતુ અમે બતાવી દઇએ. એ શખ્સ હતાં અંજલિ દેવી. તેલુગુ ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેત્રી અંજલિ દેવી જોકે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે જ રેખાને એક બાળ કલાકાર તરીકે સ્થાપિત કર્યા હતાં.

અંજલિ દેવીનું સોમવારે અહીંની એક ખાનગી હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ 86 વર્ષના હતાં. તેમને ચાર દિવસ અગાઉ વિજયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં કે જ્યાં સોમવારે બપોરે તેમનું નિધન થઈ ગયું. તેમના પરિવારમાં બે પુત્રો છે. સને 1928માં જન્મેલા અંજિન કુમાર ઉર્ફે અંજલિ દેવીએ 1936માં બાળ કલાકાર તરીકે ફિલ્મી કૅરિયર શરૂ કર્યુહતું. ફિલ્મ દિગ્દર્શક સી. પુલૈયાએ અંજનિ કુમારને અંજલિ દેવી નામે ફિલ્મ જગતમાં સ્થાપિત કર્યા હતાં. 1947માં તેલુગુ ભાષાની પારિવારિક ફિલ્મ બાલારાજૂમાં અંજલિએ પહેલી વખત અક્કીનેની નાગેશ્વર રાવ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મોમાં નામ કમાવ્યા પહેલા અંજલિ લોકપ્રિય રંગભૂમિ કલાકાર રહી ચુક્યા હતાં.

 

પૌરાણિક અને પારિવારિક ફિલ્મોમાં કામ કર્યા બાદ અંજલિ કુમારને લોકો ઘર-ઘરમાં ઓળખવા લાગ્યાં. લવ કુશ, ભક્ત પ્રહ્લાદ, ભક્ત તુકારામ અને બાડી પનથુલુ તેમની કેટલીક મુખ્ય ફિલ્મોના નામો છે. તેમણે તામિળ ફિલ્મ નરપરાધિ તથા સર્વાધિકારી અને દેવતા અને શ્રી રામ વનવાસ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. અંજલિ દેવીએ પોતાની ફિલ્મ નિર્માણ કમ્પની અંજલિ પિક્ચર્સના બૅનર હેઠળ અનારકલી, પરદેસી તથા સુવર્ણ સુંદરી જેવી વીસેક સફળ ફિલ્મો બનાવી.

બહુ ઓછા લોકો જાણતા હશે કે હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેત્રી રેખાને તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમમાં બાળ કલાકાર તરીકે ઓળખ અપાવવાન શ્રેય અંજલિ દેવીને જ જાય છે.

વનઇન્ડિયા અંજલિ દેવીને પાઠવે છે તસવીરી શ્રદ્ધાંજલિ :

અંજલિ દેવી
  

અંજલિ દેવી

અંજલિ દેવી

અંજલિ દેવી
  

અંજલિ દેવી

અંજલિ દેવી

અંજલિ દેવી
  

અંજલિ દેવી

અંજલિ દેવી

અંજલિ દેવી
  

અંજલિ દેવી

અંજલિ દેવી

અંજલિ દેવી
  
 

અંજલિ દેવી

અંજલિ દેવી

અંજલિ દેવી
  

અંજલિ દેવી

અંજલિ દેવી

અંજલિ દેવી
  

અંજલિ દેવી

અંજલિ દેવી

અંજલિ દેવી
  

અંજલિ દેવી

અંજલિ દેવી

અંજલિ દેવી
  

અંજલિ દેવી

અંજલિ દેવી

અંજલિ દેવી
  

અંજલિ દેવી

અંજલિ દેવી

English summary
Renowned Telugu actress Anjali Devi died in a private hospital here Monday. The 86-year-old was suffering from heart-related problems.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.