For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓ તેરી ફિલ્મમાં દેખાશે સારા જેન ડિયાઝ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 મે : અભિનેત્રી સારા જેન ડિયાઝ નિર્માતા અતુલ અગ્નિહોત્રીની ફિલ્મ ઓ તેરીમાં નજરે પડશે. તેઓ બૉલીવુડની મોટી હસ્તીઓ સાથે કામ કરવાની તક મળતાં ખુશ છે.

sarahjanedias

અભિષેક બચ્ચન સાથે ગેમ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં કૅરિયરની શરુઆત કરનાર સારાએ તે પછી એકતા કપૂરની ક્યા સુપર કૂલ હૈં હમ ફિલ્મમાં કામ કર્યુ હતું. તેમાં રીતેશ દેશમુખ અને તુષાર કપૂર પણ હતાં.

ઑલ ઇન્ડિયા ઍચીવર્સ ઍવૉર્ડ પ્રસંગે 30 વર્ષીય સારા જેન ડિયાઝે જણાવ્યું - હું પોતાની ત્રીજી બૉલીવુડ ફિલ્મ ઉપર કામ કરી રહુ છું. તે અતુલની નવી ફિલ્મ ઓ તેરી છે અને હું તેની રિલીઝનો ઇંતેજાર કરી રહી છું.

સારા જેન ડિયાઝે જણાવ્યું - ઓ તેરી ફિલ્મનું શૂટિંગ અદ્ભુત રહ્યું. હું હમણા તે અંગે કંઇ કહી શકું એમ નથી. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને મોટા અભિનેતાઓ તેમજ નિર્માતાઓ સાથે કામ કરવાની તક મળી છે.

ઓ તેરી ફિલ્મમાં સારા જેન ડિયાઝ અભિનેતા પુલકિત સમ્રાટ સાથે નજરે પડશે.

English summary
Sarah Jane Dias has bagged Atul Agnihotri's "O Teri" and is glad to be getting a chance to work with big names in filmdom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X