રાજકીય દળોમાં વહેંચાઇ ગયા બૉલીવુડના ત્રણેય ખાન

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 15 જાન્યુઆરીઃ બૉલીવુડના ત્રણેય ખાનોનું ફિલ્મોમાં બોલબાલા છે. સલમાન ખાન, આમિર ખાન અને શાહરુખ ખાન બૉલીવુડમાં પોતાની અલગ અલગ સાખ ધરાવે છે. બૉલીવુડના ત્રણેય ખાનના રસ્તા અલગ-અલગ છે. ફિલ્મી દુનિયાના ત્રણેય ખાન અને ત્રણેયના અલગ અલગ રસ્તા. માત્ર ફિલ્મો જ નહીં પરંતુ દેશના રાજકારણમાં પણ તેમના અભિપ્રાય એકબીજાને મળતા આવતા નથી. રાજકીય દળોને લઇને પણ આ ત્રણેય ખાન એકબીજાથી અલગ છે. શાહરુખ ખાન જ્યાં કોંગ્રેસ સાથે જોવા મળે છે, તો આમિર ખાન હંમેશા આમ આદમી પાર્ટીના રાજકારણના વખાણ કરે છે અને હવે દબંગ સલમાન ખાને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વખાણ કરીને ઇશારો કર્યો છે કે તે ભાજપ સાથે છે.

salmankhna-shahrukh-aamirkhan
અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર બૉલીવુડના ખાનોએ પોતાનું સમર્થન રાજકારણના ત્રણ અલગ-અલગ દળોને આપ્યું છે. જો કે, કોઇએ હજુ સુધી કોઇપણ પાર્ટી સાથે જોડાવાની અધિકૃત ઘોષણા કરી નથી, પરંતુ ત્રણેય જ અલગ-અલગ રાજકીય દિગ્ગજો સાથે ઉભા રહેલા જોવા મળે છે.

વાત કિંગ ખાન શાહરુખ ખાનની કરીએ તો અનેકવાર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને યુવરાજ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા છે અને તેમના વખાણ કરે છે. પોતાના એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધી ઘણી જ મજબૂત મહિલા છે અને તેમના પ્રત્યે ઇમોશનલી જોડાણ ધરાવું છું.

મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાન તો સમાજ સેવક અણ્ણા હઝારેના કાયલ છે. અણ્ણાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન આમિર ત્યાં પહોંચ્યા હતા. હવે તે અણ્ણાથી અલગ થઇ ચૂકેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વખાણ કરતા જોવા મળે છે. એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે, આમિર આપ સાથે જોડાઇ શકે છે.

અંતિમ વાત દબંગ સલમાન ખાનની કરીએ તો સલમાને પોતાની ફિલ્મ જય હોના પ્રમોશન દરમિયાન અમદાવાદમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે પતંગબાજી કરી અને તેમના વખાણ કરતા તેમને ગુડમેન કહ્યા. તેમણે કહ્યું કે મોદી મહાન વ્યક્તિ છે અને હું આવનારા સમય માટે તેમને શુભકામના પાઠવું છું. જો કે કોઇએ પણ અધિકૃત રીતે રાજકીય દળ સાથે જોડાવા અંગેની વાત કરી નથી, પરંતુ આ પાર્ટીઓ માટે બૉલીવુડ અભિનેતાઓનું સમર્થન પુરતુ છે.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શાહરુખને 6.4 મિલિન, શાહરુખને 5.9 મિલિયન અને આમિરને 5.5 મિલિયન લોકો ફોલો કરે છે. રાજકીય દળોની નજર આ અભિનેતાઓના આ સમર્થકો પર જ છે. અભિનેતાઓના માધ્યમથી પાર્ટીઓ તેમના ચાહકોને પોતાના મતબેન્કમાં બદલી શકે છે.

English summary
The three Khans of Bollywood have gone three different ways - Shah Rukh Khan is seen as a Rahul Gandhi backer, Aamir Khan is for Aam Aadmi Party and now Salman Khan is pulling strings for Narendra Modi in public gaze.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.