For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ધ એક્સિડેન્ટલ...' માં વાજપેયીની ભૂમિકા ભજવનાર કોઈ એક્ટર નહિ ચાવાળો છે

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફિલ્મની અંદર પૂર્વ પીએમ અટલની ભૂમિકા એક ચા વેચનારા વ્યક્તિએ નિભાવી છે.

|
Google Oneindia Gujarati News

વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' શુક્રવારે રિલીઝ થઈ ગઈ. પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના પ્રધાનમંત્રી કાર્યકાળ અંગે પત્રકાર સંજય બારુના પુસ્તક પર બનેલી આ ફિલ્મનું ટ્રેલર આવતા જ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. ફિલ્મનું ટ્રેલર ખુદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યુ હતુ જેના માટે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. આ ફિલ્મમાં પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહની ભૂમિકા અનુપમ ખેર અને સોનિયા ગાંધીની ભૂમિકા સુજેન બર્નર્ટે નિભાવી છે. વળી, ફિલ્મના વધુ એક રોલ માટે ચર્ચા થઈ રહી છે જે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું છે. ફિલ્મની અંદર પૂર્વ પીએમ અટલની ભૂમિકા એક ચા વેચનારા વ્યક્તિએ નિભાવી છે.

રોલ મળવા પાછળ છે રસપ્રદ કહાની

રોલ મળવા પાછળ છે રસપ્રદ કહાની

ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા નિભાવનાર વ્યક્તિનું નામ છે રામ અવતાર ભારદ્વાજ. રામ અવતાર ચા વેચવાનું કામ કરતા હતા. રામ અવતારને ફિલ્મ ધ એક્સિડેન્ટર પ્રાઈમ મિનિસ્ટરમાં અટલ બિહારી વાજપેયીની ભૂમિકા નિભાવી પાછળ એક રસપ્રદ કહાની છે. વાસ્તવમાં ફિલ્મની કાસ્ટિંગ ટીમને અટલ બિહારી વાજપેયીની ભૂમિકા નિભાવવા માટે કોઈ એક્ટર નહોતુ મળી રહ્યુ, જે પૂર્વ પીએમ અટલની ભૂમિકામાં ફિટ બેસે. ફિલ્મના શૂટિંગમાં માત્ર 3 દિવસ બાકી હતા અને નિર્દેશક વિજય ગુટ્ટે પહેલેથી જ લગભગ 50 લોકોનું ઓડિશન રિજેક્ટ કરી ચૂક્યા હતા. લાસ્ટ મિનિટ પર ફિલ્મમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનો રોલ નિભાવવા માટે એક ચા વેચનારા વ્યક્તિને ફાઈનલ કરવામાં આવ્યા.

‘લોકો મને અટલજીના નામથી પણ બોલાવવા લાગ્યા'

‘લોકો મને અટલજીના નામથી પણ બોલાવવા લાગ્યા'

રામ અવતાર ભારદ્વાજને જ્યારે ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા નિભાવવાની વાત કરવામાં આવી તો તે ઘણા ખુશ થઈ ગયા. રામ અવતારે આ વિશે વાત કરતા જણાવ્યુ, ‘મને કોઈ રાજકીય અનુભવ નથી પરંતુ લોકો હંમેશા મને કહેતા હતા કે હું જ્યારે હસુ છુ ત્યારે પૂર્વ પીએમ વાજપેયીની જેમ દેખાઉ છુ એટલા માટે લોકો મને અટલજીના નામથી પણ બોલાવવા લાગ્યા છે. શૂટિંગ દરમિયાન પણ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના પ્રશંસક મારી સાથે સેલ્ફી લેતા અને મને ઘેરીને ઉભા રહી જતા હતા. ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે હું ઘણો ઉત્સાહિત છુ.'

અનુપમ ખેર પર કેસ ફાઈલ

અનુપમ ખેર પર કેસ ફાઈલ

તમને જણાવી દઈએ કે વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થતા જ ભાજપે આનો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યુ હતુ. કોંગ્રેસે આ મુદ્દે કહ્યુ કે આ એક ફિલ્મ નહિ પરંતુ ભાજપની ગેમ છે. વળી, ફિલ્મ અંગે બિહારના મુઝફ્ફરપુરમાં કોર્ટના આદેશ પર અભિનેતા અનુપમ ખેર અને 13 અન્ય કલાકારો સામે કેસ થઈ ચૂક્યો છે. વકીલ સુધીર ઓઝા તરફથી કોર્ટમાં દાખલ કરેલ અરજીમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને દેશના અન્ય નેતાઓની છબી બગાડવાની કોશિશ કરવાનો આરોપ લગાવીને આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. જો કે ફિલ્મ કોઈ પ્રકારની રોક લગાવવામાં આવી નથી.

આ પણ વાંચોઃ બીચ પર મસ્તી કરી રહેલા નિક-પ્રિયંકા, ફોટો જોઈને દિવાના થયા ફેન્સઆ પણ વાંચોઃ બીચ પર મસ્તી કરી રહેલા નિક-પ્રિયંકા, ફોટો જોઈને દિવાના થયા ફેન્સ

English summary
The Accidental Prime Minister: A Tea Seller Plays Role of Atal Bihari Vajpayee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X