આ અભિનેત્રીએ ટ્વીટર પાસે કંગના રનોતની કરી ફરિયાદ, કહ્યું - નફરત ફેલાવી રહી છે, બંધ કરો એકાઉન્ટ
કંગના રનોતે દરેક મુદ્દા પર ટ્વીટ કરી હંગામો મચાવી દીધો છે. તાજેતરમાં જ કંગના અને પંજાબી સિંગર અને અભિનેતા દલજીત દોસાંઝ સાથે ટ્વિટર પર ઉગ્ર ચર્ચા થઈ છે. કંગનાએ તો દલજીતને 'કરણ જોહરનું પાલતુ' પણ કહ્યા હતા. હવે બોમ્બે હાઈકોર્ટમાં કંગનાના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કંગના તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા દેશમાં સતત નફરત અને રાજદ્રોહ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમના ટ્વીટ દેશના ભાગલા પાડવાના છે. આથી તેમનું ટ્વીટર એકાઉન્ટ રદ કરવું જોઈએ.
બિદિતા બાગ નામની અભિનેત્રીએ કંગના વિશે ફરિયાદ કરી છે. આ અંગે તેમણે ટ્વીટરને પણ પત્ર લખ્યો છે. તેમણે લખ્યું - 'ડિયર ટ્વિટર ઇન્ડિયા, કૃપા કરીને તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરો. તે નફરત ફેલાવી રહી છે. તેમના જૂઠ્ઠાણા કોવિડ 19 વાયરસ કરતા વધુ જોખમી છે.
આ અરજીને રીટ્વીંટ કરતા કંગનાએ લખ્યું - હું અખંડ ભારત વિશે સતત વાત કરું છું. હું દરરોજ ટુકડે ટુકડે ગેંગ સામે લડી રહી છું અને મારા પર દેશના ભાગલા પાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વાહ! શું વાત છે, મારા માટે ટ્વિટર એકમાત્ર મંચ નથી. એક ચપટીમાં હજારો કેમેરા મારી પાસેથી નિવેદન લેવા આવશે. તો ટુકડે ટુકડે ગેંગને યાદ રાખો, મારો અવાજ દબાવવા માટે તમારે મને મારવી પડશે, અને પછી હું દરેક ભારતીય દ્વારા બોલીશ અને આ મારું સ્વપ્ન છે. તમે જે પણ કરો, ફક્ત મારું સ્વપ્ન અને લક્ષ્ય જ સાકાર થશે. તેથી જ મને વિલન ખૂબ ગમે છે.
જાણો કેન્દ્ર સરકાર સાથે બેઠક બાદ ખેડૂત નેતાઓએ શું કહ્યું