• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એ પહેલો રિપોર્ટ જેનાથી માલૂમ પડ્યુ સંજય દત્તનું અંડરવર્લ્ડ કનેક્શન

|

સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ 'સંજૂ' ને સીને પ્રેમીઓએ વધાવી લીધી છે. માત્ર ત્રણ દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ફિલ્મમાં સંજય દત્તના જીવનના તમામ ઉતાર ચઢાવને એ અંદાજમાં ફિલ્માવામાં આવ્યા છે જેના કારણે મુખ્ય ચરિત્ર પ્રત્યે લોકોને સહાનુભૂતિનો ભાવ થાય. જો કે આ ફિલ્મમાં મીડિયા પર જોરદાર નિશાન સાધવામાં આવ્યુ છે. ફિલ્મમાં એ બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે મીડિયા રિપોર્ટ્સના કારણે જ સંજય દત્ત એવા કેસમાં ફસાઈ ગયા જેના કારણે તેમને એમના જીવનમાં એટલી મુશ્કેલીઓ વેઠવી પડી. ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા હોય કે પછી તેનો ગુજરાતી દોસ્ત, બંને વર્તમાનપત્રની કટિંગ સાથે જોવા મળ્યા છે. જેનું શીર્ષક છે 'આરડીએક્સ ઈન અ ટ્રક પાર્ક્ડ ઈન દત્ત હાઉસ?' પરંતુ આ એ સમાચાર નહોતા જેનાથી દુનિયાને મુંબઈ ધમાકામાં સંજય દત્તનું કનેક્શન માલૂમ પડ્યુ હતુ. જે સમાચારથી દુનિયાને સંજય દત્તના મુંબઈ ધમાકાના કનેક્શનની પહેલી વાર ખબર પડી હતી તે હતા 16 એપ્રિલ, 1993 ના દિવસે. આ સમાચાર મુંબઈના એક ટેબ્લોઈડ 'ડેઈલી' માં છપાયા હતા.

એકે-56 હતી સંજૂ પાસે

એકે-56 હતી સંજૂ પાસે

પહેલા પાનાં પર છપાયેલા સમાચારનું શીર્ષક હતુ - ‘સંજય હેઝ અ એકે-56 ગન.' આ સમાચાર લખ્યા હતા મુંબઈના ક્રાઈમ રિપોર્ટર બલજીત પરમારે. તે સમયે વર્તમાનપત્રના સંપાદક હતા રજત શર્મા. બલજીત પરમારને આ સમાચાર ક્યાંથી મળ્યા. તેના વિશે તેમણે બીબીસી હિન્દીને જણાવ્યુ, "તે 12 એપ્રિલનો દિવસ હતો. બોમ્બ ધમાકાને એક મહિનો પૂરો થયો હતો. હું માહિમ પોલિસ સ્ટેશન ગયો હતો. મુંબઈ બોમ્બ ધમાકામાં કેસની તપાસ ચાલી રહી હતી અને પોલિસને થોડા સુરાગ મળવાની આશા હતી. બહાર જ એક આઈપીએસ અધિકારી મળી ગયા. મે પૂછ્યુ કે નવા શું સમાચાર છે. તેમણે કહ્યુ કે તમારા જ સાંસદ પુત્રનું નામ આવી રહ્યુ છે." બલજીત પરમારે પોતાનુ દિમાગ દોડાવવાનું શરૂ કર્યુ પરંતુ તેમને કોઈ સાંસદ કે પછી તેમના પુત્રનું નામ સૂઝ્યુ નહિ. જો કે તે જ્યારે જે વિસ્તારમાં રહેતા હતા ત્યારે ત્યાં સુનીલ દત્ત સાંસદ હતા.

બલજીત કહે છે, "દત્ત સાહેબની છબી એવી હતી કે હું તેમના વિશે વિચારી પણ નહોતો શકતો. હું તેમને સારી રીતે જાણતો હતો. તેમની પદયાત્રામાં હું મહારાષ્ટ્રમાં તેમની સાથે ફર્યો હતો. મારા પંજાબી હોવાના કારણે એક પ્રકારની આત્મીયતા પણ હતી. એવામાં તે સાંસદ કોણ છે અને તેમનો પુત્ર કોણ હોઈ શકે તે જાણવા માટે તે જ રાતે તેમણે માહિમ પોલિસ સ્ટેશન અને મુંબઈ બોમ્બ ધમાકાની તપાસ કરી રહેલ એક બીજા અધિકારી સાથે વાત કરી. બલજીત પરમાર કહે છે કે જાણકારી મેળવવા માટે તે પોલિસ અધિકારી સામે એક પ્રકારે ખોટુ બોલ્યા હતા. બલજીત પરમાર જણાવે છે કે, "મે કેસની તપાસ કરી રહેલ એક વરિષ્ઠ અધિકારીને કહ્યુ કે તમે લોકોએ સાંસદના પુત્રને ઉઠાવી લીધો છે અને પૂછપરછ શરૂ કરી છે, તો તે પોલિસ અધિકારીએ કહ્યુ કે હજુ ઉઠાવ્યો નથી, તે ક્યાંક શૂટિંગ માટે બહાર છે. આવ્યા પછી જોઈશુ." બલજીતે જેવુ શૂટિંગ સાંભળ્યુ તેમને સમજતા વાર ન લાગી કે આ મામલો સુનીલ દત્ત સાથે જોડાયેલો હોઈ શકે છે કારણકે તે વખતે તેમનો પુત્ર બોલિવુડ સ્ટારમાંનો એક હતો.

સંજયના દોસ્તોએ ખોલ્યા હતા રાઝ

સંજયના દોસ્તોએ ખોલ્યા હતા રાઝ

બલજીતને એ પણ માલૂમ પડી ગયુ હતુ કે સંજય દત્ત ‘આતિશ' ફિલ્મની શૂટિંગ માટે મોરેશિયસ હતા. ત્યારબાદ બલજીત પરમારે આખી કહાની મેળવી લીધી. પોલિસ સૂત્રો પાસેથી તેમને એ બધુ જ જાણવા મળી ગયુ જેના પર તેમને વિશ્વાસ નહોતો આવતો કે સંજય દત્ત પાસે કેવી રીતે એકે-56 જેવા હથિયાર રાખવામાં આવ્યા હતા. આ બધી વાતો સમીર હિંગોરા અને યૂસુફ નલવાલાએ મુંબઈ પોલિસને જણાવી હતી. આ બંને એ સમયે સંજય દત્તની ફિલ્મ ‘સનમ' ના પ્રોડ્યસર હતા. આ બંનેની પૂછપરછ બાદ મુંબઈ પોલિસ કમિશ્નર અમરજીત સિંહ સમરાની પ્રેસ કોન્ફરન્સમાં 12 એપ્રિલના રોજ એ સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે સંજય દત્તની પણ કોઈ ભૂમિકા હોઈ શકે છે, તેમણે ત્યારે માત્ર એટલુ જ કહ્યુ હતુ કે અત્યારે તપાસ ચાલી રહી છે. શંકા અને અનુમાનોના સમયમાં બલજીતને સચોટ માહિતી મળી રહી હતી.
જોગરનોટ પબ્લિકેશનમાંથી આ વર્ષે પ્રકાશિત થઈ સંજય દત્તની બાયોગ્રાફી ‘ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલિવુડ્ઝ બેડ બોય' માં પણ બલજીત પરમાર અને તેમના રિપોર્ટનો ઉલ્લેખ છે. બાયોગ્રાફર યાસિર ઉસ્માને લખ્યુ છે કે ડેઈલી ટેબ્લોઈડના ક્રાઈમ રિપોર્ટર બલજીત પરમારને 14 એપ્રિલ ના રોજ સંજય દત્તે મોરેશિયસથી ફોન કર્યો હતો. સંજય દત્તે ફોન કરવા વિશે બલજીત જણાવે છે, "મારી આખી સ્ટોરી તૈયાર થઈ ગઈ હતી પરંતુ ટ્રેનિંગ એવી હતી કે જ્યારે તમે આરોપ લગાવો છો તો તેનો પક્ષ પણ શામેલ કરો છો. મે 13 એપ્રિલના રોજ દત્ત સાહેબના ઘરે ફોન કર્યો. માલુમ પડ્યુ કે તે ઘરે નહોતા. મે તેમના એક ખૂબ જ નજીકના વ્યક્તિને કહ્યુ કે મારે દત્ત સાહેબ સાથે વાત કરવી ખૂબ જરૂરી છે."

સંજય દત્તનો તે ફોન

સંજય દત્તનો તે ફોન

"મને તે જાણવા મળ્યુ કે દત્ત સાહેબ જર્મની ગયા છે, જર્મનીમાં તેમના એક દોસ્ત હતા જય ઉલાલ. તે ફોટોગ્રાફર હતો. હું તેમને જાણતો હતો. મે તેમના ત્યાં ફોન કર્યો તો તેમણે મને જણાવ્યુ કે દત્ત સાહેબ લંડન માટે નીકળી ગયા છે." "મને એમ લાગતુ હતુ કે દત્ત સાહેબ વાત કરવામાં સંકોચ અનુભવી રહ્યા છે. વળી બીજી તરફ આશંકા હતી કે આ સ્ટોરી કોઈ બીજાને ન મળી જાય. એવામાં 14 એપ્રિલે સવારે આઠ વાગે લગભગ સંજય દત્તનો ફોન ઘરના લેન્ડલાઈન પર આવ્યો. મોબાઈલનો જમાનો હતો નહિ." "સંજયે મને પૂછ્યુ કે તમે કંઈક પૂછપરછ કરી રહ્યા છો, દત્ત સાહેબ તો બહાર છે. શું વાત છે? મે તેને જણાવ્યુ કે સમીર હિંગોરા અને યુસૂફ નલવાલાએ પોલિસ સામે બધુ કહી દીધુ છે કે કેવી રીતે તમારી પાસે એકે-56 અને હેન્ડ ગ્રેનેડ મળ્યા હતા. હવે પોલિસનો સકંજો તમારા પર કસવાનો છે. સંજયે કહ્યુ - આવુ ન બની શકે." જો કે થોડા કલાકો બાદ લેન્ડલાઈન ફોન પર સંજય દત્ત ફરીથી બલજીત સાથે વાત કરી રહ્યા હતા. આ વાતચીત વિશે બલજીત કહે છે, "સંજયે પહેલા તો કહ્યુ કે તમારી પાસે ખોટા સમાચાર છે. તમે બ્લેકમેલ કરી રહ્યા છો પરંતુ મે કહ્યુ કે જે લોકોએ તમને હથિયાર આપ્યા છે તે લોકોએ પોલિસ સામે તમારુ નામ લીધુ છે. હું શુ તમને બ્લેકમેલ કરીશ." પછી તેમણે પૂછ્યુ કે, "હવે શું થઈ શકે, મે તેને કહ્યુ કે જો હથિયાર પાસે છે તો તમે સરેન્ડર કરી દો, હથિયાર સાથે, કોઈ સ્ટાફથી પોલિસ પાસે હથિયાર જમા કરાવી દો. આત્મસમર્પણ કરવાથી તમારી સાથે નરમ વલણ રહેશે અને જો પોલિસે તમારા ઘરેથી હથિયાર પકડી લીધા તો તમે ટાડામાં લાંબા ફસાઈ જશો." બલજીતે 15 એપ્રિલે મુંબઈ કમિશ્નર સમરાને સંજય દત્ત સાથે થયેલી વાતચીત કહી તો સમરાએ તેમને કહ્યુ કે સંજય દત્ત સાથે તેમની પણ વાતચીત થઈ અને તે તપાસમાં સહયોગ કરવાનુ કહી રહ્યા છે.

સંજય દત્તની ધરપકડ

સંજય દત્તની ધરપકડ

આટલી મહેનત પછી 15 એપ્રિલના રોજ બલજીત પરમારે તે સ્ટોરી લખી જે તેમના વર્તમાનપત્રમાં લીડ રિપોર્ટ તરીકે છપાઈ, "સંજય દત્ત હેઝ એકે-56 ગન". આમાં તેમણે તે બધી વાતો વર્ણવી. આ સમાચારથી સનસની મચવાની જ હતી. આખી દુનિયાને ખબર પડી ગઈ હતી કે સંજય દત્તના સંબંધો મુંબઈમાં ધમાકા કરનારા સાથે રહ્યા છે. બલજીત કહે છે, "દત્ત સાહેબ તરફથી રામ જેઠમલાણીએ એક કરોડની નોટિસ મોકલી દીધી હતી. બીજા અખબારોએ લખ્યુ કે આ રિપોર્ટ ખોટો છે પરંતુ મુંબઈ પોલિસ કમિશ્નરે આ સમાચાર પર નો કોમેન્ટ કહ્યુ." સંજય દત્ત મોરેશિયસથી 19 એપ્રિલના રોજ પાછા આવ્યા. તે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા અને મુંબઈ પોલિસે ત્યાંથી જ તેમની ધકપકડ કરી લીધી.
સંજય દત્તે બલજીતની સલાહ પર અમલ નહોતો કર્યો, તેમણે પોતાના દોસ્તો દ્વારા હથિયારો નષ્ટ કરવાની કોશિશ કરી. સંજય દત્તની બાયોગ્રાફીમાં યાસિર ઉસ્માને સંજય દત્તના હવાલાથી લખ્યુ છે, "મે પોતાના દોસ્ત યૂસુફ નલવાલાને ફોન કર્યો હતો." યૂસુફ નલવાલાએ પોલિસને જણાવ્યુ હતુ કે તેણે કેવી રીતે સંજયના રૂમમાંથી એક-56 લઈને તેને ટૂકડામાં કાપીને પોતાના એક સ્ટીલ કારોબારી દોસ્તના ત્યાં ગાળવા માટે કોશિશ કરી હતી.

સ્ટોરી ન હોત તો પણ....

સ્ટોરી ન હોત તો પણ....

સંભવત સંજય દત્ત એ સમયમાં પોતાના ગુનાની ગંભીરતાને સમજી શક્યા નહોતા. બલજીત પરમાર કહે છે, "દુનિયાને લાગે છે કે મારા સમાચારને કારણે સંજય દત્તની ધરપકડ થઈ, જ્યારે એવુ નથી, મારા સમાચાર ના છપાતા તો પણ સંજય દત્તની ધરપકડ થવાની જ હતી કારણકે તેમને હથિયાર પહોંચાડનારાએ પોલિસ સામે બધુ કહી દીધુ હતુ." જો કે બલજીત પરમારની સ્ટોરી બ્રેક થયા બાદ મુંબઈ પોલિસ માટે આ હાઈ પ્રોફાઈલ કેસમાં કાર્યવાહી કરવા માટે દબાણ જરૂર વધી ગયુ હતુ. બલજીત પરમાર કહે છે, "16 એપ્રેલની તે સ્ટોરી બાદ દત્ત સાહેબે ક્યારેય મારી સાથે વાત ન કરી. સંજય દત્તે પણ ન કરી." બલજીત 2011 માં પત્રકારિતામાંથી રિટાયર થઈ ગયા છે અને મુંબઈમા રહે છે.

English summary
The first report from which it was revealed is underworld connections of Sanjay Dutt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X