સુશાંત સિંહ રાજપુતના જીવન પર બનેલી ફિલ્મ પર નહી મુકાય પ્રતિબંધ, હાઇકોર્ટે પિતાની અરજી ફગાવી
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીવન પર બનેલી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. દિલ્હી હાઈકોર્ટે સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘની પુત્ર વિશેની સૂચિત ફિલ્મ પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી છે. કે.કે.સિંહે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં માંગણી કરી હતી કે કોઈપણ ફિલ્મ તેના પુત્ર સુશાંત સિંહ રાજપૂતનું નામ અથવા સમાન વાર્તા બતાવવામાં પ્રતિબંધ મૂકવો જોઈએ. જોકે, કોર્ટે તેમની અરજી નામંજૂર કરી હતી.
તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂતના જીવન પર ઘણી ફિલ્મો બની છે. આમાં 'ન્યાય: ધ જસ્ટિસ', 'શશાંક' અને 'સ્યુસાઇડ યા મર્ડર' ના નામ શામેલ છે. સુશાંતના પિતા કે.કે.સિંઘે આ ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. કે.કે.સિંહે પોતાની અરજીમાં અપીલ કરી હતી કે, 'સુશાંત સિંહ રાજપૂતનાં અંગત જીવન પર આધારિત કોઈ પણ પ્રકાશન અથવા ફિલ્મ તેના ગુપ્તતાના મૂળભૂત અધિકારના ઉલ્લંઘન માટે' સ્પષ્ટ અને ઇરાદાપૂર્વક 'છે. અને, તેમની પૂર્વ કાનૂની મંજૂરી વિના આ કરી શકાતું નથી. આ સિવાય સુશાંતની અંગત જિંદગી પર બનેલી કોઈપણ ફિલ્મ તેની મૃત્યુ સંબંધિત તપાસમાં સાક્ષીઓને જ અસર કરશે નહીં, પરંતુ સુશાંત પ્રત્યેની લોકોની ધારણામાં પણ પરિવર્તન લાવશે.
આજે અમારી જીત થઇ
સુશાંતસિંહ રાજપૂતના પિતાની અરજીની વિરુદ્ધ ફિલ્મ દિગ્દર્શકો અને નિર્માતાઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ એપી સિંહે કહ્યું, 'તે આપણા બધા માટે ખુશીની વાત છે. આજે આપણે જીતી ગયા છીયે. આ જીત ફક્ત આપણી જ નહીં પરંતુ તે બધા દિગ્દર્શકો, નિર્માતાઓની પણ છે કે જેમણે સમાજને યોગ્ય દિશા આપવા માટે આ ફિલ્મો બનાવી છે.