41 વર્ષે પણ એટલી જ હોટ દેખાય છે આ બોલિવૂડ એક્ટ્રેસ

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આજે પણ એટલી જ હોટ દેખાય છે, જેટલી બોલિવૂડ ડેબ્યૂ સમયે દેખાતી હતી. શિલ્પા શેટ્ટીનો આજે એટલે કે 8 જૂનના રોજ 41મો જન્મદિવસ છે અને તેના પતિ રાજ કુંદ્રા તેના માટે શાનદાર પાર્ટીનું આયોજન કરનાર છે. શિલ્પા શેટ્ટીની સુંદર અને હોટ તસવીરો સાથે તેની લાઇફની કેટલીક રસપ્રદ વાતો જાણો અહીં...

હોટેસ્ટ મોમ

હોટેસ્ટ મોમ

શિલ્પા શેટ્ટી ભલે હાલ ફિલ્મોથી દૂર છે, પરંતુ તે ટીવીમાં ટેલિવિઝન એડ અને રિયાલીટિ શોમાં જજ તરીકે જોવા મળે છે. તે બોલિવૂડની હોટેસ્ટ મોમમાંની એક છે. તે છેલ્લે વર્ષ 2014માં ફિલ્મ ઢિશ્કિયાઉં માં જોવા મળી હતી.

યોગમાં મસ્ત શિલ્પા

યોગમાં મસ્ત શિલ્પા

શિલ્પા પોતાના ફિગરને મેઇન્ટેન રાખવા માટે યોગ અને પ્રાણાયમ પર સૌથી વધુ ધ્યાન આપે છે. તેણે એક યોગ ડીવીડી પણ બહાર પાડી છે. માતા બન્યા પછી શિલ્પાએ ફરી પાછા શેપમાં આવવા માટે વર્કઆઉટ કરતાં વધારે યોગ પર ફોકસ કર્યું હતું.

શિલ્પા અને રાજની પ્રથમ મુલાકાત

શિલ્પા અને રાજની પ્રથમ મુલાકાત

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની પ્રથમ મુલાકાત એક બિઝનેસ મીટિંગમાં થઇ હતી. શિલ્પાની પરફ્યૂમ બ્રાન્ડ S2ના પ્રમોશનમાં રાજ કુંદ્રાએ શિલ્પાની મદદ કરી હતી. થોડા જ સમયમાં રાજ અને શિલ્પાના અફેરની ખબરો ઉડવા માંડી હતી. રાજ કુંદ્રા મોટેભાગે આ ખબરોનું ખંડન કરતાં જોવા મળ્યા હતા

માત્ર સારા મિત્રો છીએ

માત્ર સારા મિત્રો છીએ

ત્યાર રાજ કુંદ્રાએ મીડિયા સામે એક જ વાત પકડી રાખી હતી. અમે માત્ર સારા મિત્રો છીએ અને બિઝનેસ અંગેની વાતચીત માટે મળતા હોઇએ છીએ. જો કે, ધીરે-ધીરે બંન્ને વિવિધ પાર્ટી અને પબ્લિક પ્લેસ પર પણ સાથે સ્પોટ થવા માંડ્યા હતા.

શમિતાએ પસંદ કર્યા હતા રાજને

શમિતાએ પસંદ કર્યા હતા રાજને

શિલ્પા શેટ્ટીની બહેન શમિતાએ સૌ પ્રથમ રાજ કુંદ્રાને શિલ્પા માટે પસંદ કર્યા હતા. તેણે જ શિલ્પાને રાજ અંગે ગંભીરતાથી વિચારવા જણાવ્યું હતું. એક ચેટ શોમાં શિલ્પા અને શમિતાએ આ વાત સ્વીકારી હતી. શમિતા શેટ્ટી અને રાજ કુંદ્રા પણ ઘણા સારા મિત્રો છે.

શિલ્પાના મિ.રાઇટ

શિલ્પાના મિ.રાઇટ

એક વખત શિલ્પાએ નામ લીધા વગર જ રાજ અંગે વાત કરતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા. શિલ્પાએ કહ્યું હતું, તેઓ મારું માન જાળવે છે અને હું જે કરું છું એને સમજે છે. હું ઘણા સમયથી એકલી હતી, હવે તેમની સાથે સમય પસાર કરીને મને સારું લાગે છે.

હેપિલી મેરિડ

હેપિલી મેરિડ

રાજ કુંદ્રાના શિલ્પા સાથે આ બીજા લગ્ન છે. શિલ્પાનું નામ પણ બોલિવૂડમાં અક્ષય કુમાર સાથે જોડાઇ ચૂક્યું છે, શિલ્પા અક્ષય કુમાર માટે ઘણી ગંભીર હતી. પરંતુ અક્ષયના લગ્ન ટ્વીંકલ સાથે થયા બાદ તે એકલી પડી ગઇ હતી. બોલિવૂડમાં પણ શિલ્પાને ખાસ કામ નહોતું મળતું. આ દરમિયાન જ શિલ્પાની લાઇફમાં રાજની એન્ટ્રી થઇ હતી. બંન્ને હાલ હેપિલી મેરિડ છે અને તેમનો એક પુત્ર પણ છે.

English summary
Shilpa Shetty celebrates her 41st birthday on June 8, 2017. Raj Kundra is throwing a birthday bash & the whos who of town will be present at the party.
Please Wait while comments are loading...