For Quick Alerts
For Daily Alerts
માધુરીનો બળાપો : આખી દુનિયા પુરુષ પ્રધાન!
મુંબઈ, 14 ડિસેમ્બર : પોતાની આગામી મહિલા પ્રધાન ફિલ્મ ડેઢ ઇશ્કિયાના પ્રમોશનમાં વ્યસ્ત અભિનેત્રી માધુરી દીક્ષિત સ્વીકારે છે કે દુનિયા ઉપર પુરુષોનો પ્રભુત્વ છે. તેમનું કહેવું છે કે આવી દુનિયામાં પોતાની ઓળખ કેમ બનાવાય, તે મહિલા ઉપર જ અવલમ્બે છે.
એમ પૂછાતાં કે લગ્ન બાદ અભિનેત્રી માટે વિકલ્પો ઓછા થઈ જાય છે કે પછી તેમને લાગે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુરુષોનો વર્ચસ્વ છે? માધુરી દીક્ષિતે જણાવ્યું - આખી દુનિયા જ પુરુષ પ્રધાન છે. ડેઢ ઇશ્કિયા તથા ગુલાબ ગૅંગ જેવી ફિલ્મોમાં કામ કરી રહેલા માધુરીએ જણાવ્યું - અહીં અંતર હશે, પણ પોતાના માટે જગ્યા બનાવવા અને પોતાના હકો માટે લડવાની જવાબદારી મહિલાઓ ઉપર જ છે. વારંવાર પોતાની જાતને સાબિત કરવા માટે મહિલાઓએ પુરુષોની અપેક્ષા બમણી મહેનત કરવી પડશે.
દિલ, બેટા અને દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મોમાં કામ કરનાર માધુરી દીક્ષિત કહે છે - પરંતુ બદલામાં આપને જે કંઈ મળે છે, તે ખૂબ જ સંતોષકારક છે. 46 વર્ષે પણ માધુરી સુંદર દેખાય છે. તેનું રહસ્ય અંગેના પ્રશ્નના જવાબમાં માધુરી બોલ્યાં - શિસ્ત સૌથી મોટુ રહસ્ય છે. તેનાથી મોટું કોઈ રહસ્ય નથી. મારૂ ખાવુપીવુ, જીવનશૈલી અને આદતો... મને કોઈ ખોટી આદત નથી. આ તમામ બાબતો મારા ચહેરા અને શરીર ઉપર ઝળકે છે.