'સૈનિકની પત્નીની છબી ખરાબ કરવા પર હોબાળો', આ વિવાદો સાથે પણ જોડાઈ ચૂક્યુ છે એકતા કપૂરનુ નામ
ઓટીટી પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી પર પોતાની વેબ સીરિઝ ટ્રિપલ એક્સ-2ના એક એપિસોડ માટે જાણીતી ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂર હાલમાં વિવાદોમાં છે. વાસ્તવમાં આ એપિસોડના એક સીનમાં એક સૈનિકની પત્નીને પોતાના પતિની ગેરહાજરીમાં બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવતી દર્શાવવામાં આવી છે. સીન માટે ઘણી બબાલ થઈ અને એકતા કપૂર સામે ટીવી રિયાલિટી શો બિગ બૉસમાં જોવા મળેલ હિંદુસ્તાની ભાઉ(વિકાસ પાઠક)એ ફરિયાદ પણ નોંધાવી. જો કે વિવાદ વધતા એકતા કપૂરે હવે એ એપિસોડમાંથી વિવાદિત સીનને હટાવી દીધો છે. આવુ પહેલી વાર નથી જ્યારે એકતા કપૂર આ રીતના વિવાદોમાં ઘેરાઈ હોય. આવો જાણીએ આ પહેલા તેની સાથે કયા કયા વિવાદ જોડાઈ ચૂક્યા છે.

કૉન્ટ્રાક્ટમાં ન્યૂડિટી ક્લૉઝ પર થયો હતો વિવાદ
એકતા કપૂરે ઑલ્ટ બાલાજી પર ટ્રિપલ એક્સ સીરિઝની શરૂઆત વર્ષ 2018માં કરી હતી. એ દરમિયાન તેણે પોતાના કૉન્ટ્રાક્ટમાં ન્યૂડિટી ક્લૉઝને શામેલ કર્યુ, જેથી કોઈ પણ કલાકાર જે તેની સીરિઝમાં કામ કરી રહ્યો છે, સ્ક્રિપ્ટમાં રહેલ કોઈ પ્રકારના ઈન્ટીમેટ સીન કે એવા ડાયલૉગ પર વાંધો ન ઉઠાવી શકે. આ કૉન્ટ્રાક્ટ એ વખતે ઘણો ચર્ચામાં રહ્યો. એકતા કપૂરના આ કૉન્ટ્રાક્ટ પર આજ સુધી વિવાદ થઈ રહ્યો છે.

જોધા અકબર વિવાદ
જોધા અકબર એકતા કપૂરનો પહેલો શો હતો જેના પર જોરદાર વિવાદ થયો હતો. અખિલ ભારતીય ક્ષત્રિય સભા નામના સંગઠને એમ કહીને આ સીરિયલનો વિરોધ કર્યો કે આમાં જોધા વિશે ખોટા માહિતી દર્શાવવામાં આવી રહી છે. સંગઠનનુ કહેવુ હતુ કે સીરિયલમાં બતાવવામાં આવી રહ્યુ છે કે જોધાએ પોતાના પિતાના રાજ્યને બચાવવા માટે અકબર સાથે લગ્ન કર્યા. આ સંગઠન ઉપરાંત અમુક બીજા સંગઠનોએ પણ સીરિયલનો વિરોધ કર્યો અને તેને બંધ કરવા માટેના વિરોધમાં એકતા કપૂરનુ પૂતળુ પણ બાળ્યુ.

'દ્રૌપદીના ખભા પર ટેટુ'
હાલમાં એકતા કપૂર એ વખતે વિવાદોમાં ઘેરાઈ જ્યારે તેની સીરિયલ મહાભારત પર અભિનેતા મુકેશ ખન્નાએ સવાલ ઉઠાવ્યા. બી આર ચોપડાની મહાભારતમાં ભીષ્મ પિતામહના ઐતિહાસિક ભૂમિકા નિભાવી ચૂકેલ મુકેશ ખન્નાએ કહ્યુ, 'એકતા કપૂરે પોતાની સીરિયલ 'કહાની હમારે મહાભારત કી' દ્વારા મહાભારતની હત્યા કરી દીધી. કોઈ સીરિયલનુ નવુ વર્ઝન એ રીતનુ ન હોઈ શકે, જે રીતે દ્રૌપદીના ખભા પર ટેટુ લગાવીને એકતા કપૂરે 2008માં મહાભારત બનાવી દીધુ. સંસ્કૃતિ ક્યારેય મૉર્ડન નહોઈ શકે પુત્રી. જે દિવસે સંસ્કૃતિને મૉર્ડન બનાવશે, તે ખતમ થઈ જશે. એક મહાકાવ્યને વધ કરવાનો અધિકાર કોણે આપ્યો? શોમાં બાકી વસ્તુઓ સાથે સાથે તેમણે સત્યવતીની છબી સુદ્ધા બદલી દીધી.'

આ છે લેટેસ્ટ વિવાદ
હાલમાં જે વિવાદ છે, તે એકતા કપૂરની ચર્ચિત વેબ સીરિઝ ટ્રિપલ એક્સના સેકન્ડ વર્ઝન સાથે જોડાયેલો છે. આ સીરિથમાં એક મહિલા, જે એક સૈનિકની પત્ની છે, પોતાના પતિની ગેરહાજરીમાં એક બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવે છે. ત્યારબાદ એ વ્યક્તિના લગ્ન એ જ મહિલાની દીકરી સાથે થાય છે અને મહિલા તે બાદ પણ સંબંધ બનાવવાનુ ચાલુ રાખે છે. આ મામલે ભારે હોબાળો થઈ ચૂક્યો છે અને એકતા કપૂર સામે પોલિસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી ચૂકી છે. જો કે વિવાદ વધતો જોઈ એકતા કપૂરે એ વિવાદિત સીનને પોતાની સીરિઝમાંથી હટાવી દીધો છે.

કોણ છે એકતા કપૂર
એકતા કપૂર જાણીતા ફિલ્મ અભિનેતા જિતેન્દ્રની દીકરી છે. એકતા કપૂર વિશે કહેવાય છે કે તે દર્શકો નાડને સમજે છે અને આ જ કારણ છે કે તેને ટીવી ક્વીનાના નામથી ઓળખવામાં આવે છે. ટેલીવિઝન અને બૉલિવુડમાં ઘણીવાર સ્ટાર્સનો ઉલ્લેખ થાય છે પરંતુ એકતા કપૂર એ વ્યક્તિ છે જેનો ઉલ્લેખ એવા પ્રોડ્યુસર તરીકે થાય છે જેણે ટેલીવિઝન અને બૉલિવુડની દુનિયાને એક નવી ઉંચાઈ આપી છે. એકતા કપૂર બૉલિવુ઼ડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા પ્રોડક્શન હાઉસમાં ગણાતા બાલાજી ટેલી ફિલ્મ્સ લિમિટડેડની જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટીવ ડિરેક્ટર છે. એકતા કપૂરે હજુ સુધી લગ્ન નથી કર્યા અને તે સરોગસી દ્વારા એક બાળકની માતા છે.
જાણો કેટલી સંપત્તિની માલિક છે એકતા કપૂર, 'સૈનિકોની પત્નીઓની છબી બગાડવા' પર મળી રેપની ધમકી