દીપિકા તૈયાર છે Cannes 2017 માટે, ફર્સ્ટ લૂક જાહેર

Posted By:
Subscribe to Oneindia News

દીપિકા પાદુકોણ આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવવા તૈયાર છે. દીપિકાએ બુધવારે સવારે જ ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી, તે કાન્સ માટે તૈયાર થઇ રહી હતી. હવે તેનો કાન્સ 2017નો ફર્સ્ટ લૂક પણ જાહેર થઇ ગયો છે. દીપિકા 17 મે અને 18 મેના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળશે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ

આ વર્ષે પહેલી વાર દીપિકા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે. પોતાના આ ડેબ્યૂ માટે તે અતિ ઉત્સાહિત છે. તેની તસવીરો પરથી આ વાત સ્પષ્ટ જાહેર થાય છે. થોડા દિવસો પહેલાં જ તે મેટ ગાલા 2017માં જોવા મળી હતી. જો કે, આ ઇવેન્ટના તેના લૂકને મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017

દીપિકા પાદુકોણ સિવાય આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 19 અને 20 મેના રોજ સોનમ કપૂર તથા 21 અને 22 મેના રોજ ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા છેલ્લા 15 વર્ષોથી સતત કાન્સમાં હાજરી આપતી આવી છે.

સોનમની કોમેન્ટ

સોનમની કોમેન્ટ

એક ઇવેન્ટ દરમિયાન સોનમ કપૂરને દીપિકાના કાન્સ ડેબ્યૂ અંગે પૂછવામાં આવ્યું હતું, સોનમને સવાલ કરવામાં આવ્યો હતો કે, તે દીપિકાને શું સલાહ આપવા માંગશે. તો સોનમે કહ્યું હતું કે, મને આશા છે કે તે કાન્સમાં સારો સમય પસાર કરી રહી હશે. હું તેને શું સલાહ આપી શકું, તે પોતે ઘણા ઇન્ટરનેશનલ સ્ટેજ પણ દેખાઇ ચૂકી છે.

દીપિકાનો કાન્સમાં પહેલો દિવસ

દીપિકાનો કાન્સમાં પહેલો દિવસ

દીપિકા પાદુકોણ કાન્સમાં પોતાના પહેલા દિવસે આ રેડ ગાઉનમાં જોવા મળી હતી. તેના આ લૂકને પણ મિક્સ રિસ્પોન્સ જ મળી રહ્યાં છે. દીપિકાને પોતાના લૂક માટે ઘણી વાર ક્રિટિસિઝમનો સામનો કરવો પડ્યો છે. આ આઉટફિટમાં પણ એવું જ કંઇ બને અવું લાગી રહ્યું છે.

આ રીતે થઇ તૈયાર

આ રીતે થઇ તૈયાર

દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે કેટલી એક્સાઇટેડ છે એ આ ફોટોઝમાં જોઇ શકાય છે. દીપિકાનો આય મેકઅપ શાનદાર લાગી રહ્યો છે. આશા રાખીએ કે, દીપિકાનો મેકઅપ અને આઉટફિટ મિસમેચ ન થાય.

ફાઇનલ લૂક

ફાઇનલ લૂક

દીપિકાનો જે ફાઇનલ લૂક સામે આવ્યો છે, તેમાં તે મેકઅપમાં ખરેખર શાનદાર લાગી રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડને રિપ્રેઝન્ટ કરવા પહોંચેલ દીપિકાનો આ લૂક તેના ફેન્સ સાથે ફેશન ક્રિટિક્સને પણ પસંદ આવે એવી આશા રાખીએ છીએ.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

દર વર્ષની માફક ઐશ્વર્યા પણ કાન્સમાં જોવા મળનાર છે. દીપિકાને જ્યારે ઐશ્વર્યા અંગે પૂછવામાં આવ્યું તો તેણે પણ સોનમ જેવો જ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, ઐશ્વર્યા છેલ્લા 14 વર્ષોથી સતત કાન્સમાં હાજરી આપી રહી છે, તો એમના વિશે હું શું કહી શકું.

English summary
Deepika Padukone is at the LOréal Paris Beach Studio in Cannes as shes getting ready for the red carpet. Pics of Deepika getting ready has surfaced online.
Please Wait while comments are loading...