આ છે બોલિવૂડની સૌથી મોંઘી આઈટમ નંબર ડાન્સર, ફી જાણીને ચૌકી જશો!
મુંબઈ, 25 મે : બોલીવુડની મોટાભાગની ફિલ્મો આઈટમ ગીતો વિના અધૂરી માનવામાં આવે છે. કહેવાય છે કે હિન્દી સિનેમામાં આઈટમ સોંગની એન્ટ્રી થતાં જ તે બ્લોકબસ્ટર બનવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. ક્યારેક સાદી વાર્તાવાળી ફિલ્મો પણ આ આઈટમ સોંગ્સને કારણે હિટ થઈ જાય છે. આ જ કારણ છે કે ફિલ્મ મેકર્સ આઈટમ સોંગ માટે આઈટમ ગર્લ્સને ભારે ફી ચૂકવવા તૈયાર છે. ઈન્ડસ્ટ્રીમાં આજે ઘણી એવી આઈટમ ગર્લ્સ છે જે એક આઈટમ સોંગ માટે કરોડો રૂપિયા લે છે. આ યાદીમાં બોલિવૂડની ઘણી જાણીતી હિરોઈનોના નામ પણ સામેલ છે. આવો તમને જણાવીએ કે બોલિવૂડ ફિલ્મોની મોંઘી આઈટમ ગર્લ કોણ છે અને તેનો ચાર્જ કેટલો છે.

બિપાશા બાસુ
બોલીવુડની મોંઘી આઈટમ ગર્લની યાદીમાં અભિનેત્રી બિપાશા બાસુનું નામ સામેલ છે. બોલીવુડમાં બિપાશા બાસુનું નામ હોટનેસ અને બોલ્ડનેસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. બિપાશા બાસુએ 'નો સ્મોકિંગ' અને 'ઓમકારા' જેવી ફિલ્મોમાં આઈટમ નંબર કર્યા છે. તેના 'બીડી જલાઈલે' અને 'ફૂંક દે' જેવા આઈટમ નંબર પણ ખૂબ જ હિટ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે બિપાશા બાસુ ફિલ્મ મેકર્સ પાસેથી આઈટમ નંબર માટે 1 કરોડ રૂપિયા લે છે.

પ્રિયંકા ચોપરા
બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરા હવે હોલીવુડમાં પણ પોતાના અભિનયની શરૂઆત કરી રહી છે, તે ખૂબ જ મોંઘી હિરોઈન છે. પ્રિયંકા ન માત્ર ફિલ્મની હિરોઈન બનવા માટે ખૂબ ચાર્જ લે છે પરંતુ ફિલ્મમાં આઈટમ નંબર કરવા માટે પણ ઘણી ફી લે છે. લોકો પ્રિયંકાના આઈટમ ડાન્સને પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા એક ગીત માટે 3 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

જેકલીન ફર્નાન્ડીઝ
જેકલીન ફર્નાન્ડિઝે સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સલમાન ખાનની ફેવરિટ હિરોઈનોમાંની એક છે. આ સિવાય તે બોલિવૂડમાં તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. જેકલીન બોલિવૂડની ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર કર્યા છે. આ માટે તે 3 કરોડ રૂપિયા લે છે.

કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન આઈટમ નંબર કરવાના મામલે બોલિવૂડની સૌથી મોંઘી ડાન્સર છે. કરીના તેના એક આઈટમ નંબર માટે ફિલ્મ મેકર્સ પાસેથી 5 કરોડ લે છે. 'છમ્મક-ચલ્લો', 'ફેવિકોલ', 'હલકટ જવાની', 'યે મેરા દિલ પ્યાર કા દીવાના' જેવા સુપરહિટ આઇટમ નંબર્સમાં ભૂમિકા ભજવનાર કરીનાને ફિલ્મ નિર્માતાઓ તેની મો માંગી કિંમત ચૂકવવા તૈયાર છે.

કેટરીના કૈફ
કેટરીના કૈફ બોલિવૂડની સૌથી હોટ હિરોઈનોમાંની એક છે. કેટરીનાએ સલમાન ખાનની ફિલ્મ 'બોડીગાર્ડ'ના ટાઈટલ ટ્રેક માટે 50 લાખ રૂપિયા લીધા હતા. આ પછી તેણે આઈટમ નંબર 'ચિકની ચમેલી' કરવા માટે ફિલ્મ મેકર્સ પાસેથી 1 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. આ આઈટમ નંબર જોરદાર હિટ રહ્યુ હતુ. આજના સમયમાં કેટરીના એક આઈટમ નંબર માટે 2.5 કરોડ રૂપિયા લે છે.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરાને લોકો બોલિવૂડની ફેમસ આઈટમ ડાન્સર તરીકે ઓળખે છે. 'મુન્ની બદનામ' અને 'અનારકલી' જેવા સુપરહિટ આઈટમ નંબર આપનાર મલાઈકા અરોરા દર્શકોમાં ઘણી હિટ છે. તેણે શાહરૂખ ખાન સાથેના ગીત 'છૈયા છૈયા' પર ડાન્સ કરીને આઈટમ નંબર કરવાનું શરૂ કર્યું હતું. મલાઈકા આઈટમ નંબર માટે ફિલ્મ મેકર્સ પાસેથી 1 કરોડ રૂપિયા લે છે.

સની લિયોન
સની લિયોન શરૂઆતમાં બોલિવૂડ ફિલ્મોમાં ગીત કરવા માટે 25 લાખ રૂપિયા લેતી હતી પરંતુ હવે આઈટમ નંબર માટે તેની ફી 3 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેણે 'લૈલા મેં લૈલા', 'બેબી ડોલ', 'દેશી લૂક' જેવા ઘણા આઈટમ નંબર કર્યા છે, જે ખૂબ ફેમસ પણ થયા છે. આ જ કારણ છે કે આજના સમયમાં તે એક આઈટમ સોંગ માટે કરોડો રૂપિયા લે છે અને ફિલ્મ મેકર્સ આપવા તૈયાર છે.