For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠગ ઓફ હિન્દુસ્તાન અત્યારથી હાઉસફુલ, 1800 રૂપિયા સુધી વેચાઈ રહી ટિકિટ

આમિર ખાનની ઠગ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. ફિલ્મની એડવાન્સ બુકિંગ છેલ્લા ગુરુવારથી ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

આમિર ખાનની ઠગ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. ફિલ્મની એડવાન્સ બુકિંગ છેલ્લા ગુરુવારથી ચાલી રહી છે. હાલમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ અનુસાર જે આંકડાઓ આવી રહ્યા છે તેના અનુસાર ફિલ્મ જોરદાર ઓપનિંગ કરી શકે છે. કેટલીક જગ્યાઓ પર શૉ હાઉસફુલ થઇ ચુક્યા છે.

બીજી બાજુ દિવાળીને કારણે ફિલ્મની ટિકિટ પણ મોંઘી મળી રહી છે. ઘણા મલ્ટીપ્લેક્સમાં ટિકિટની કિંમત 1200 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધી છે. જયારે નોર્મલ થિયેટરમાં પણ ટિકિટની કિંમત 400 રૂપિયાથી લઈને 650 રૂપિયા સુધી પહોંચી ચુકી છે.

આ બધી વાતોનો ઈશારો એક તરફ છે કે ઠગ ઓફ હિન્દુસ્તાન શાનદાર ઓપનિંગ કરશે. હાલમાં આંકડાઓ અનુસાર ફિલ્મ 38 થી 40 કરોડની ઓપનિંગ કરી શકે છે. જો ફિલ્મે તેના કરતા પણ વધારે કમાણી કરી તો તે બોલિવૂડની સૌથી મોટી ઓપનિંગ રેકોર્ડ હશે.

આમિર ખાન, ફાતિમા સના શેખ, અમિતાભ બચ્ચન અને કેટરીના કૈફ સ્ટારર યશરાજ ફિલ્મનો મહત્વનો પ્રોજેક્ટ છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 150 કરોડ કરતા પણ વધારે બજેટ પર બની છે. આ ફિલ્મને પાઇરેટ્સ ઓફ કેરેબિયનથી પ્રભાવિત માનવામાં આવી રહી છે.

દિવાળીમાં થશે રિલીઝ

દિવાળીમાં થશે રિલીઝ

આમીર ખાને આ વખતે ક્રિસમસ છોડીને દિવાળીમાં ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. કારણ કે દિવાળીના તહેવારોનો ફાયદો ફિલ્મને મળશે જ મળશે.

બે દેશમાં એક સાથે થશે રિલીઝ

બે દેશમાં એક સાથે થશે રિલીઝ

ચીન અને ભારતમાં એક સાથે રિલીઝ એટલે પૈસાનો વરસાદ. પહેલા જ વીક એન્ડમાં ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરી જશે તેમાં શંકાને સ્થાન નથી. ભારતમાં 100 કરોડ અને ચીનમાં 200 કરોડ

મેહરાનગઢનો કિલ્લો

મેહરાનગઢનો કિલ્લો

જોધપુર સ્થિત મેહરાનગઢના કિલ્લામાં ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ક્લાઈમેક્સનું શૂટિંગ થયું છે. અહીં પહેલા પણ બોલીવુડ અને હોલીવુડની કેટલીક ફિલ્મો શૂટ થઈ ચૂકી છે. કંગના રનૌતની મણિકર્ણિકા, શુદ્ધ દેસી રોમાન્સ, હમ સાથ સાથ હૈ, આવારાપન જેવી ફિલ્મોનું શૂટિંગ અહીં થઈ ચૂક્યુ છે. તો હોલીવુડની ફિલ્મ ‘ધ ડાર્ક નાઈટ રાઈઝિસ' પણ અહીં શૂટ થઈ ચૂકી છે.

ફિલ્મના પાત્રો

ફિલ્મના પાત્રો

જ્યારે 1795 માં અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા પરંતુ શાસન કરવા લાગ્યા. જો કે આ શાસન ઘણા લોકોને મંજૂર નહોતુ અને આમાંથી એક હતો - આઝાદ (અમિતાભ બચ્ચન). આઝાદ અને જાફિરા (ફાતિમા) અંગ્રેજોની વિરુદ્ધમાં ઉભા થઈ જાય છે પરંતુ રસ્તાનો કાંટો બને છે ફિરંગી મલ્લાહ (આમિર).

પિરીયડ ડ્રામા ફિલ્મ

પિરીયડ ડ્રામા ફિલ્મ

ફિલ્મમાં આમીર ખાનની સાથે, બિગ બી, ફાતીમા સના શેખ અને કેટરીના કૈફ મુખ્ય પાત્રમાં છે. આ એક પિરીયડ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની વાર્તા ફાતીમાના પાત્રની આસપાસ ફરે છે.

ઠગ ઓફ હિન્દુસ્તાન

ઠગ ઓફ હિન્દુસ્તાન

વિજય કૃષ્ણા આચાર્યના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વર્ષ 1795 ની વાર્તા કહે છે જ્યારે અંગ્રેજોએ ભારતમાં અડ્ડો જમાવી લીધો હતો.

ત્રણ ભાષાઓમાં રિલીઝ

ત્રણ ભાષાઓમાં રિલીઝ

આ ભારતમાં સૌથી મોટાપાયે રિલીઝ થનારી ફિલ્મ હશે. ફિલ્મને તમિલ, તેલુગુ અને હિંદીમાં રિલીઝ કરવામાં આવશે. વળી, એક સાથે ઘણા દેશોમાં પણ ફિલ્મ રિલીઝ થશે.

આમિર ખાનના કેરિયરની સૌથી મોંઘી ફિલ્મ

આમિર ખાનના કેરિયરની સૌથી મોંઘી ફિલ્મ

2 કલાક 44 મિનિટ લાંબી આ ફિલ્મ આમિર ખાનના કેરિયરની સૌથી મોંઘી ફિલ્મ છે. ફિલ્મનું બજેટ 210 કરોડ સુધી રાખવામાં આવ્યુ છે. ખાસ કરીને ફિલ્મના વીએફએક્સ પર ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. વિજય કૃષ્ણા આચાર્યનિ આ ફિલ્મ ઘણા મોટા સ્તર પર શૂટ કરવામાં આવી છે. ફિલ્મથી બધાને અપેક્ષાઓ પણ વધુ છે.

English summary
Thugs of Hindostan box office advance booking update housefull shows suggest bumper opening
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X