'હીરોપંતી' ટાઇગર શ્રોફ હિટ ડેબ્યુટની ક્લબમાં એન્ટર
ફિલ્મ અભિનેતા જેકી શ્રોફના દીકરા ટાઇગર શ્રોફ પોતાની પ્રથમ ફિલ્મ 'હીરોપંતી'ની બોક્સ ઓફિસ કલેક્શનથી ખુશ છે. કારણ કે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શને તેમને હિટ બોલીવુડ ડેબ્યુટન્ટની ક્લબમાં સ્થાન અપાવી દીધું છે. હીરોપંતીની સફળતાએ આ હીરોને હિટ હીરોનું લેબલ આપી દીધું છે. ફિલ્મની સફળતાની સાથે જ ટાઇગર શ્રોફમાં આત્મવિશ્વાસ ઉભો થયો છે.
આ કારણે હવે કેટલાક લોકો ટાઇગર શ્રોફની તુલના ઋત્વિક રોશનની સાથે કરી રહ્યા છે. ઋત્વિકની પ્રથમ ફિલ્મ કહોના પ્યાર હૈ પણ હિટ સાબિત થઇ હતી અને રાતો રાત તેઓ લોકપ્રિય ચહેરો બની ગયા હતા.
ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ટાઇગરને કમ્પ્લીટ પેકેજ ગણાવ્યા હતા.જેમાં ડાન્સ, એક્શન, રોમાન્સ તમામ ગુણો આવેલા છે. જો કે ટાઇગરે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. આ કારણે સમીક્ષકોનું માનવું છે કે ટાઇગરે પોતાને સુટ થતી ફિલ્મો જ કરવી જોઇએ. અત્યારે તો ટાઇગર શ્રોફ યુવાનોમાં પોતાની ઇમ્પ્રેશન જમાવવામાં સફળ રહ્યા છે.
નોંધનીય છે કે સાજીદ નડિયાદવાલાની અને શબ્બીર ખાન નિર્દેશિત ફિલ્મ હીરોપંતી રૂપિયા 25 કરોડમાં બની હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં 35 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં ટાઇગર સાથે નવોદિત કૃતિ શેનન પણ લોકોને પસંદ પડી રહી છે.

કમાલના ડાન્સર
ટાઇગર શ્રોફ પણ ઋત્વિક રોશનની જેમ કમાલના ડાન્સર છે.

સેક્સ અપીલ
પ્રથમ ફિલ્મમાં જ ટાઇગર શ્રોફે પોતાની સેક્સ અપીલ પણ લોકોને બતાવી છે.

એક્ટિંગની આવડત
ટાઇગરમાં માત્ર ડાન્સ અને સેક્સ અપીલનો જ જાદુ નથી, તેઓ સારી એક્ટિંગ પણ કરી શકે છે. તેઓ ભરપુર ઇમોશન દર્શાવી શકે છે.

રોમાન્સ
ટાઇગરનો ચહેરો ચોકલેટી હોવાને કારણે તેઓ રોમાન્ટિક ફિલ્મો પણ કરી શકે છે.

એક્શન
ફિલ્મ હીરોપંતીમાં પોતાના એક્શન સીનમાં જાન રેડીને જીવંત બનાવનાર ટાઇગર પર તેના ફેન ફિદા થઇ ગયા છે.

સિક્સ પેક
માત્ર એક્શન નહીં પણ તેમની બોડી લેન્ગ્વેજ પણ લોકોને આકર્ષી રહી છે. તેમના સિક્સ પેક્સે યુથમાં ફરી સિક્સ પેકનું આકર્ષણ ઉભું કર્યું છે.