માલદીવમાં રજા માણી રહી છે ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા, બિકિનીમાં શૉવર લેતા શેર કર્યા હૉટ ફોટા
માલદીવઃ બૉલિવુડ અભિનેતા શ્રેકી શ્રોફની દીકરી અને એક્શન સ્ટાર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા આમ તો ફિલ્મી દુનિયાથી ઘણી દૂર છે પરંતુ તેના ચાહકોની સંખ્યા કોઈ અભિનેત્રીથી કમ નથી. કૃષ્ણા શ્રોફ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને પોતાના હૉટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. એવામાં હવે તેણે શૉવરમાં નહાતા ફોટા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી શેર કર્યા છે જેણે ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો છે.

માલદીવમાં બિકિની અવતાર
હાલમાં કૃષ્ણા શ્રોફ માલદીવમાં રજાઓને આનંદ લઈ રહી છે. એવામાં વેકેશનની દરેક પળને તે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા પણ શેર કરી રહી છે ત્યારબાદ હાલમાં જ તેણે બિકિની પહેરીને શૉવર લેતા અમુક ફોટા શેર કર્યા છે. જેમાં તે ઘણી હૉટ લાગી રહી છે. ફોટો શેર કર્યા બાદથી જ આ ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા. ફોટો શેર કરવા સાથે તેણે કેપ્શનમાં 'જેન' લખ્યુ છે જેનો અર્થ શાંતિ અને આરામ અનુભવવાનો થાય છે.

સમુદ્ર કિનારે કૃષ્ણાની મસ્તી
માલદીવમાં વેકેશન મનાવી રહેલી કૃષ્ણા ત્યાં ખૂબ મસ્તી કરી રહી છે. વળી, તેણે સમુદ્ર કિનારે પણ એક ફોટો શેર કર્યો જેમાં તે ઘણી શાંત દેખાઈ રહી છે. આ ફોટા પર તેની દોસ્ત દિશા પટાનીએ પણ ઈમોજી કમેન્ટ કરી છે. આ ઉપરાંત તેના ફેન્સ પણ તેને કમેન્ટ કરી રહ્યા છે. કોઈને હૉટ કહી રહ્યુ છે તો કોઈ તેને ફાયર કહી રહ્યુ છે.

કોઈ અભિનેત્રીથી કમ નથી કૃષ્ણા
આવુ પહેલી વાર નથી જ્યારે તેણે બિકિનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે. આ પહેલા પણ તે ઘણી વાર આવુ કરી ચૂકી છે. જો કે બૉલિવુડની દુનિયાથી દૂર રહ્યા બાદ પણ તે કોઈ અભિનેત્રીથી કમ નથી. તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. પછી ભલે તે લવ લાઈફ હોય કે પછી તેના હૉટ ફોટોશૂટ.

ફેન્સ રાહ જોઈ રહ્યા છે બૉલિવુડ ડેબ્યુની
ભાઈ ટાઈગર શ્રોફની જેમ કૃષ્ણા પણ ફિટનેસ માટે ઘણી એક્ટિવ રહે છે. તે ઘણા કલાકો સુધી જિમમાં પરસેવો પાડે છે. વળી, તેના ફેન્સને પણ તેના બૉલિવુડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ એ પ્રકારના સંકેત સામે આવ્યા નથી જેનાથી એ અટકળો લગાવી શકાય કે તે ફિલ્મોમમાં આવી શકે છે. જો કે તેના ફેન્સ તેને દરેક વખતે ફિલ્મોમાં જોવાની વાત કમેન્ટમાં કહેતા રહે છે.