For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકી ડૉનર અને કહાની જેવી ફિલ્મો જરૂરી : તિગ્માંશુ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 ફેબ્રુઆરી : બૉલીવુડ નિર્માતા-દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા કહે છે કે વિકી ડૉનર અને કહાની જેવી ફિલ્મો બનવી સિને જગત માટે સારી બાબત છે, પરંતુ આ પ્રકારની ફિલ્મો બહુ ઓછી બને છે અને એકાધ ફિલ્મો વડે સિને જગતના અર્થતંત્રને બદલી નહીં શકાય. તેથી સિને જગત માટે પરિવર્તન હજી ઘણું દૂર છે.

ધુલિયાએ જણાવ્યું - સિને જગત માટે આ એક સારો સમય છે, પરંતુ એ જોવુ રહ્યું કે આ પ્રકારની કેટલી ફિલ્મો બને છે. સિને જગત માટે પરિવર્તન ત્યાં સુધી શક્ય નથી કે જ્યાં સુધી સારી ફિલ્મોનું પ્રમાણ આટલું ઓછું રહેશે. સિનેમા સાથે જોખમો કરાય છે, પરંતુ આ કાવ્ય લખવા જેવી બાબત નથી. તેમાં પૈસા લાગે છે. કલાકારોની ક્રેડિટનો પ્રશ્ન પણ હોય છે. ફિલ્મ નિર્માણ કરવું તે કળાનો મુશ્કેલ રૂપ છે કે જેમાં આપ પોતાની વાત કહેવા માંગો છો, પરંતુ નાણાંકીય પાસાનો પણ ધ્યાન રાખવો પડે છે. હું ખૂબ ઉદાર ફિલ્મો બનાવુ છું. મારી ફિલ્મો દર્શકોના માથા ઉપરથી નથી જતી.

tigmanshu-dhulia

ધુલિયા કહે છે - આપણે ફિલ્મોમાં ટેક્નિક્સનો પ્રયોગ કરવો જોઇએ અને બિનજરૂરી ખર્ચથી બચવું જોઇએ. મારી શરુઆતની ફિલ્મો હાસિલ, ચરસ, શાગિર્દ બહુ સફળ ન રહી, પરંતુ પાનસિંહ તોમરે બધી કસર પૂરી કરી નાંખી. સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર તથા ગૅંગ્સ ઑફ વાસેપુર પણ સફળ રહી.

ધુલિયા સ્મિત ફરકાવતાં જણાવે છે - દરેકનો સમય આવે છે અને હાલ મારો સમય છે. હું આગળ પણ આવી ફિલ્મો બનાવતો રહીશ. છેલ્લા સાત વર્ષોમાં મારી કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ. હું આ દરમિયાન ફિલ્મની સ્ટોરીસ લખવામાં વ્યસ્ત રહ્યો. હવે પટકથાઓ પૂર્ણ થઈ ચુકી છે અને હું તે ફિલ્મોનું દિગ્દર્શન શરૂ કરવા માંગુ છું.

તિગ્માંશુ ધુલિયા હાલ પોતાની નવી ફિલ્મ બુલેટ રાજાને લઈને વ્યસ્ત છે. ફિલ્મમાં સૈફ અલી ખાન લીડ રોલમાં છે. તેઓ કહે છે - જો કલાકારો મારી ફિલ્મો કરવા માંગતા હોય, તો સારી બાબત છે. હું ફિલ્મો તેવી જ રીતે બનાવતો રહીશ કે જેવી અત્યાર સુધી બનાવતો રહ્યો છું.

English summary
Producer Director Tigmanshu Dhulia has said that Bollywood need films like Kahaani and Vicky Donor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X