સૈફઈ મહોત્સવમાં સલમાન-માધુરી ઠુમકાં લગાવશે

Posted By:
Subscribe to Oneindia News

લખનઉ, 6 જાન્યુઆરી : બૉલીવુડના દબંગ સલમાન ખાન અને ધક ધક ગર્લ માધુરી દીક્ષિત બુધવારે સમાજવાદી પાર્ટી એટલે કે સપાના પ્રમુખ મુલાયમ સિંહ યાદવના પૈતૃક ગામ સૈફઈ ખાતે ચાલતા સૈફઈ મહોત્સવમાં પોતાની પ્રસ્તુતિ આપશે.

salman-khan-madhuri-dixit
બૉલીવુડ નાઇટ થીમ હેઠળ 8મી જાન્યુઆરીએ સૈફઈ મહોત્સવમાં માધુરી દીક્ષિત અને સલમાન ખાન ઉપરાંત રણવીર સિંહ, સોહા અલી ખાન તથા ગ્રાન્ડ મસ્તી ફૅમ કરિશ્મા તન્ના પણ પોતાના જલવા પાથરશે. સંગીતકાર સાજિદ-વાજિદની જોડી પોતાની ધુનો દ્વારા આ ખાસ સાંજને સંગીતમય બનાવશે. આ સિતારાઓને મુંબઈથી લાવવા માટે ચાર્ટર વિમાનોની વ્યવસ્થા કરાઈ છે.

ગત વર્ષે અભિનેતા હૃતિક રોશને સૈફઈ મહોત્સવમાં પોતાની પ્રસ્તુતિથી ચાર ચાંદ લગાવ્યા હતાં. ગત 26મી ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ તથા મુલાયમ સિંહ યાદવે સૈફઈ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યુ હતું.

English summary
Bollywood stars Salman Khan and Madhuri Dixit will perform Wednesday in Saifai, the ancestral village of Samajwadi Party chief Mulayam Singh Yadav and Uttar Pradesh Chief Minister Akhilesh Yadav.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.