For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Birthday Aishwarya: 45ની થઈ ઐશ્વર્યા, જાણો કેટલીક રસપ્રદ વાતો

આજે બોલિવુડનો હસીન ચાંદ કહેવાતી ઐશ્વર્યા રાય પોતાનો 45મો જન્મદિવસ મનાવી રહી છે. પૂર્વ વિશ્વસુંદરી અને બેમિસાલ અભિનેત્રી રૂપે પ્રખ્યાત ઐશ્વર્યા વિશે જેટલુ લખાય તેટલુ ઓછુ છે.

|
Google Oneindia Gujarati News

આજે બોલિવુડનો હસીન ચાંદ કહેવાતી ઐશ્વર્યા રાય પોતાનો 45મો જન્મદિવસ મનાવી રહી છે. પૂર્વ વિશ્વસુંદરી અને બેમિસાલ અભિનેત્રી રૂપે પ્રખ્યાત ઐશ્વર્યા વિશે જેટલુ લખાય તેટલુ ઓછુ છે. તે બહેતરીન અભિનેત્રી, સક્સેસફૂલ મોડલ, પ્રેમાળ પત્ની, આદર્શ વહુ, કેરિંગ મા અને એક સંપૂર્ણ ભારતીય છે. એશને જોઈને લાગે છે કે ઉપરવાળાએ તેને ખૂબ જ શાંતિથી બનાવી છે. તેની સુંદરતાને પરિભાષિત કરવા માટે વ્યક્તિ પાસે શબ્દો ખૂટી જાય છે.

આ પણ વાંચોઃ VIDEO: બ્રાઈડલ શાવરમાં પોતાની અને નિકની મા સાથે નાચી પ્રિયંકા ચોપડાઆ પણ વાંચોઃ VIDEO: બ્રાઈડલ શાવરમાં પોતાની અને નિકની મા સાથે નાચી પ્રિયંકા ચોપડા

સુંદરતાની મિસાલ ઐશ્વર્યા રાય

સુંદરતાની મિસાલ ઐશ્વર્યા રાય

સુંદરતાની મલ્લિકા ઐશ્વર્યા રાયનો જન્મ 1 નવેમ્બર 1973માં મેંગલૂર, કર્ણાટકમાં થયો હતો. ઐશ્વર્યાના પિતાનું નામ કૃષ્ણરાજ રાય જે વ્યવસાયે મરીન એન્જિનિયર હતા અને માતાનું નામ વૃંદા રાય છે જે એક લેખિકા છે. તેમના એક મોટા ભાઈ છે જેમનું નામ આદિત્ય રાય છે. ઐશ્વર્યા રાયની માતૃભાષા તેલુગુ છે. આ ઉપરાંત તેને કન્નડ, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને તમિલ ભાષાઓનું પણ જ્ઞાન છે.

1994માં એશે જીત્યો હતો વિશ્વસુંદરીનો તાજ

1994માં એશે જીત્યો હતો વિશ્વસુંદરીનો તાજ

ઐશ્વર્યા રાયનું પ્રારંભિક શિક્ષણ હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં થયુ. બાદમાં તેમનો પરિવાર મુંબઈમાં આવીને વસી ગયો. તેમણે મુંબઈમાં શાંતાક્રૂઝ સ્થિત આર્ય વિદ્યા મંદિરમાં અને બાદમાં ડી જી રૂપારેલ કોલેજ, માટુંગામાં અભ્યાસ કર્યો. તેમણે ક્લાસ 9થી જ મોડલિંગ શરૂ કરી દીધી હતી. 17 વર્ષની ઉંમરમાં ઐશ્વર્યાએ ફોર્ડ પ્રતિયોગિતા જીતી હતી. 1994માં એશે વિશ્વસુંદરીનો ખિતાબ જીત્યો હતો.

પેપ્સી અને કોકાકોલા

પેપ્સી અને કોકાકોલા

ઐશ્વર્યા રાય બચ્ચન એક માત્ર એવી ભારતીય સેલિબ્રિટી છે જેમણે પેપ્સી અને કોકાકોલા બંને પ્રતિસ્પર્ધી બ્રાંડની જાહેરાત કરી છે. એશ પેપ્સીની જાહેરાતથી જ લોકપ્રિય થઈ હતી.

દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંની એક ઐશ્વર્યા

દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંની એક ઐશ્વર્યા

એશને અત્યાર સુધીમાં બનેલી મિસ વર્લ્ડમાં વોટિંગના આધારે બે વાર(2000, 2010) સૌથી વધુ સુંદર ઘોષિત કરવામાં આવી છે. દુનિયાભરમાં તેમના ચાહકોએ ઐશ્વર્યાને સમર્પિત લગભગ 17,000 ઈન્ટરનેટ સાઈટ બનાવી રાખી છે અને તેમની ગણતરી દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ સોનાક્ષી સિન્હાને જોઈએ છે આવો પતિ, મૂરતિયો ધ્યાનમાં હોય તો કહેજોઆ પણ વાંચોઃ સોનાક્ષી સિન્હાને જોઈએ છે આવો પતિ, મૂરતિયો ધ્યાનમાં હોય તો કહેજો

English summary
Today Aishwarya Rai Birthday. She is the definition of beauty. here is some interesting facts about her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X