• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જીમમાં પરસેવામાં પાડતા સાઉથ સેલબને જુઓ

|

એક્સરસાઇઝ કરવી એ તો છે સૌથી સારી વાત. અને હિરો હિરોઇનનોનું તો કામ જ છે, હંમેશા સ્લીમ અને ટ્રીમ રહેવું. તમે બોલિવૂડના રિતિક રોશન અને દિપિકા પાદુકોણને જીમમાં વર્કઆઉટ કરતા તો જોયા હશે. પણ સાઉથના સ્ટાર્સને પણ કંઇ કમ ના આંકતા.

જેમ બોલિવુડનો ગ્રીક ગોર્ડ મનાય છે રિત્વિક રોશન તેમ જ રીતે સાઉથનો હલ્ક છે રાણા દગ્ગુબત્તી. તસ્વીરોમાં જુઓ કેવી રીતે રાણા, કાજલ અગ્રવાલ, ત્રીશા, નાગર્જૂન જેવા જાણીતા સાઉથ સેલેબ વર્કઆઉટ કરે છે.

જો કે તમે આ સ્ટાર્સના વર્કઆઉટ જોશોને તો તમે હક્કા બક્કા થઇ જશો. કારણે આ સ્ટાર્સ ઊંધા લટકીને, બોડી બેલેન્સીંગ દ્વારા અનેક નીતનવી ટેકનિક કરીને વર્કઆઉટ કરે છે અને પોતાના શરીરને ફીટ અને પરફેક્ટ રાખે છે. તો પછી જુઓ આ સ્લાઇડર. અને આ જોયા પછી થોડી એક્સરસાઇઝ કરવાનું ના ભૂલતા.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

કાજલને વેટ ઉપાડી અને એરોબિક કરીને વર્કઆઉટ કરવું ખૂબ જ ગમે છે. વધુમાં સાઉથની આ હિરોઇન બોલિવુડમાં સિંધમ જેવી મૂવીમાં પણ ચમકી ચૂકી છે.

સમાન્થા

સમાન્થા

સમાન્થાને જોઇને કોઇ પણ કહેશે કે ક્યાંક તે WWFમાં તો જવાનું નથી વિચારતીને. હાલમાં જ સમાન્થાએ તેના ટ્રેનર જોડે વર્કઆઉટ કરતા ફોટો ઓનલાઇન મૂક્યા હતા.

ત્રીશા

ત્રીશા

ચૂલબૂલ ત્રીશાનું કહેવું છે કે તેને ખાસ વર્કઆઉટ કરવાની જરૂર નથી પડતી. પણ તેમ છતાં તે યોગ અને વેટ લિફ્ટીંગ કરે છે અને અઠવાડિયામાં 1-2 દિવસ જીમ જઇ આવે છે.

તપસી પન્નુ

તપસી પન્નુ

બેબી પિક્ચરમાં ચમકેલી આ સાઉથ સ્ટારે જે સુપર્બ ફાઇટ સીન કર્યો હતો તે તો તમને યાદ જ હશે. પણ તપસ્વીને આ માટે કરવી પડી હતી ભારે જહેમત અને એક્સરસાઇઝ કરીને બિચારી તપસ્વી ના તો આંટા જ આવી ગયા હતા.

શ્રદ્ધા દાસ

શ્રદ્ધા દાસ

બોલિવુડ અને સાઉથની ફિલ્મોમાં ચમકેલી શ્રદ્ધા પોતાની જાતને સ્લીમ ટ્રીમ રાખવા કંઇ અલગ જ પ્રકારની એક્સરસાઇઝ કરે છે. આ ફોટા જોઇને તમારી આંખો ચાર થઇ જાય તો કહેવાય નહીં. કારણ કે તમને લાગશે કે સાલ્લુ આવી રીતેય કસરત થાય!

રેજિના કૈસેન્ડ્રા

રેજિના કૈસેન્ડ્રા

રેજિના પણ કરે છે અનોખી રીતે કસરત. રેજિના સીધી રીતે નહીં પણ ઊંધી થઇને કરે છે કસરત. આ રીતે કરવાથી તે પોતાના શરીરનો ભાર પોતાને જ આપે છે અને ફીટ રહે છે.

સાઉથનો હલ્ક

સાઉથનો હલ્ક

રાણા દગ્ગુબત્તીને હલ્કનું ઉપનામ મળ્યું છે. બેબી ફિલ્મમાં છેલ્લે ચમકેલા આ સ્ટારની રોક સોલિડ બોડી જોઇને કોઇ પણ કહી શકે તેને હલ્ક કહેવું સો ટકા યથાર્થ છે.

રામ ચરણ

રામ ચરણ

રામ ચરણ છે સાઉથનો જાણીતો સ્ટાર. અનેક છોકરી તેની એક સ્માઇલ પર મરી જવા તૈયાર છે. પણ આ હેન્ડસમ હંકને પણ આ માટે કરવી પડે છે ભારે મહેનત.

રાકુલ પ્રિત સિંગ

રાકુલ પ્રિત સિંગ

સાઉથ એક્ટ્રેસ રાકુલે પણ પોતાને સ્લીમ ટ્રીમ રાખવા શોધીને નવી ટેકનિક. ટાયર પર અલગ અલગ રીતે પંચિગ અને જપ્પીંગ કરીને રાકુલ રાખે છે પોતાને ફીટ.

પ્રભાસ

પ્રભાસ

સાઉથના આ હંકની છે અનેક દિવાનીઓ. વધુમાં પ્રભાસને પણ જીમ જઇ એક્સરસાઇઝ કરવી ખૂબ જ ગમે છે. પ્રભાસ ગમે તેટલો વ્યસ્ત હોય પણ તેનું રીટીન તે હંમેશા ફોલો કરે છે.

નાગા ચૈતન્યા

નાગા ચૈતન્યા

નાગર્જૂનના પુત્ર નાગા ચૈતન્યાને તેના પિતાની જેમ સ્લીમ ટ્રીમ રહેવું અને વર્કઆઉટ કરવું ખૂબ જ ગમે છે.

લક્ષ્મી માન્ચુ

લક્ષ્મી માન્ચુ

સ્ટ્રેચિંગ, યોગા અને કિક બોક્સિંગ કરીને લક્ષ્મી રાખે છે પોતાના શરીરને એકદમ ચુસ્ત.

હંસિકા મોટવાની

હંસિકા મોટવાની

અનેક એડ અને સિરિયલોમાં આવી ચૂકેલી અને હાલમાં સાઉથની ખૂબ જ પ્રસિદ્ધ સ્ટાર હંસિકા મોટવાની જ્યારે ફિલ્મો આવી ત્યારે ખૂબ જ ચબ્બી હતી પણ પછી હંસિકાએ જીમના ચક્કર મારી મારી કરી દીધી પોતાની જાતને સ્લીમ.

ચાર્મી કોર

ચાર્મી કોર

કિક બોક્સિંગ અને બોક્સિંગ કરીને ચાર્મીએ પોતાની જાતને એટલી સ્લીમ કરી દીધી છે કે પૂછો ના વાત. ફોટામાં જ જોઇ લો, તેને કેટલી સરસ રીતે રાખ્યું છે તેના ફિગરનું ધ્યાન

એન.ટી. રામા રાવ જૂનિયર

એન.ટી. રામા રાવ જૂનિયર

સાઉથના જાણીતા સ્ટાર એન ટી રામા રાવના પુત્ર જૂનિયર એન ટી રામ રાવ માટે કહેવાતું હતું કે તે કદી પતળો નહીં થાય. પણ એન ટી રાવે પોતાના ચાર પેક બતાવી બધાના મોઢા બંધ કરી દીધા છે.

એવરગ્રીન નાગાર્જૂન

એવરગ્રીન નાગાર્જૂન

નાગાર્જૂન પહેલેથી જ છે ફિટનેસ પ્રિય છે. તે હંમેશા પોતાના રીટીનને ફોલો કરે છે અને કદાચ આ જ કારણ છે કે તે આજે પણ એટલા જ હેન્ડસમ અને યંગ લાગે છે.

English summary
Photo Feature - Tollywood Celebrities Obsession With Fitness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X