For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2013: આ Top 10 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બૉલીવુડ માટે વર્ષ 2013 કમાણીની દ્રષ્ટિએ ઘણી શાનદાર માનવામાં આવે છે. અત્યાર સુધી બે ફિલ્મો- યે જવાની હૈ દિવાની અને ભાગ મિલ્ખા ભાગે તો બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તો બીજી તરફ શાહરૂખ ખાનની 9 ઓગષ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસ પાસે ઘણી આશાઓ છે.

આ ફિલ્મ વિદેશમાં પણ રિલીઝ થઇ ચૂકી છે. ચેન્નઇ એક્સપ્રેસે પેઇડ પ્રિવ્યુંમાં અંદાજે 7 કરોડની કમાણી કરી લીધી છે. શુક્રવાર અને શનિવાર સુધીમાં અંદાજે 33 કરોડની કમાણી કરી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

હવે જોવાનું એ છે કે ચેન્નઇ એક્સપ્રેસની ગાડી કેટલી પૂરઝડપે દોડે છે. આવો અમે તમને જણાવીએ કે આ વર્ષે અત્યાર સુધી કઇ ટોપ ટેન ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.

યે જવાની હૈ દિવાની: 179 કરોડ રૂપિયા

યે જવાની હૈ દિવાની: 179 કરોડ રૂપિયા

યુવાનોથી લઇને મોટાઓએ આ ફિલ્મને ખૂબ વખાણી હતી. રણબીર કપૂરનો સમય સારો ચાલી રહ્યો છે. અયાન મુખર્જીના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત દીપિકા પાદુકોણે, કલકી અને કૃણાલ રોય કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ભાગ મિલ્ખા ભાગ: 101 કરોડ

ભાગ મિલ્ખા ભાગ: 101 કરોડ

ભાગ મિલ્ખા ભાગે તાજેતરમાં જ બૉલીવુડના 100 કરોડના ક્લબમાં પોતાની ઉપસ્થિતિ નોધાવી છે. નિર્દેશક ઓમ પ્રકાશ મેહરાએ મહાન ભારતીય એથ્લેટિક્સ મિલ્ખા સિંહની જીંદગીને પડદા પર ખૂબ જ સરસ રીતે ઉતારી છે. મિલ્ખા સિંહની ભૂમિકા ફરહાન અખ્તરે ભજવી છે.

રેસ 2: 96.34 કરોડ રૂપિયા

રેસ 2: 96.34 કરોડ રૂપિયા

અબ્બાસ-મસ્તાનના નિર્દેશનમાં બનેલી બૉલીવુડની એક્શન થ્રીલરે કમાલનો બિઝનેસ કર્યો છે. આ 2008માં આવેલી રેસની સિક્વલ છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર સૈફ અલી ખાન અને અનિલ કપૂર પહેલી ફિલ્મમાં પણ હતા. આ વખતે જોન અબ્રાહમ, જૈકલીન ફર્નાડીસ, દીપિકા પાદુકોણે અને અમીષા પટેલે કામ કર્યું છે.

આશિકી 2: 78.56 કરોડ

આશિકી 2: 78.56 કરોડ

1990ની મ્યૂઝિકલ બ્લૉકબસ્ટર આશિકીના સિક્વલે કમાણીની દ્રષ્ટિએ પહેલી ફિલ્મને ઘણી પાછળ છોડી દિધી છે. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત આ મ્યૂઝિક ડ્રામાની લોકોએ ખૂબ પ્રશંસા કરી. મુખ્ય ભૂમિકામં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરનું કામ લોકોને ખૂબ પસંદ પડ્યું.

સ્પેશિયલ 26: 66.69 કરોડ

સ્પેશિયલ 26: 66.69 કરોડ

લૂંટ કે ઘરફોડ આધારિત ફિલ્મ સ્પેશિયલ 26 એ પણ કમાલ કરી દિધી. નીરજ પાંડેના નિર્દેશનમાં ફિલમના લીડ રોલમાં અક્ષય કુમાર અને કાજલ અગ્રવાલ છે. આ ઉપરાંત સ્પોર્ટિંગ રોલમાં જિમ્મી શેરગિલ, મનોજ વાજપેઇ અને અનુપમ ખેર છે.

રાંઝણા : 62. 13 કરોડ રૂપિયા

રાંઝણા : 62. 13 કરોડ રૂપિયા

આનંદ એલ રોયના નિર્દેશન અને હિમાંશુ દ્વારા લખેલી રાંઝના એક રોમેન્ટિક ડ્રામા છે. ઇરોસ ઇન્ટરનેશનલ બેનરના હેઠળ બનેલી આ ફિલ્મને ઘણા લોકોએ પસંદ કરી. આ ધનૂષની પ્રથમ હિન્દી ફિલ્મ હતી, જેમાં તેનો સાથ સોનમ કપૂરે આપ્યો હતો.

શૂટ આઉટ એટ વડાલા: 54.64 કરોડ રૂપિયા

શૂટ આઉટ એટ વડાલા: 54.64 કરોડ રૂપિયા

બૉલીવુડની ક્રાઇમ થ્રીલર શૂટ એટ વડાલાને સંજય ગુપ્તાએ લખી છે અને નિર્દેશિત કરી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અનિલ કપૂર, કંગના રણાવત, તુષાર કપૂર, મનોજ વાજપેઇ અને સોનૂ સૂદ છે.

કાઇ પો છે: 48 કરોડ રૂપિયા

કાઇ પો છે: 48 કરોડ રૂપિયા

આ ફિલ્મ ચેતન ભગતના મશહૂર ઉપન્યાસ 3 મિસ્ટેક ઓફ માઇ લાઇફ પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યું છે. શુશાંત સિંહ રાજપૂતે પહેલીવાર બૉલીવુડમાં કામ કર્યું. શુશાંત ઉપરાંત રાજ કુમાર યાદવ અને અમિત સાધે મહત્વની ભૂમિકા ભજવી છે.

હિમ્મતવાલા: 47.39 કરોડ

હિમ્મતવાલા: 47.39 કરોડ

સાજિદ ખાન દ્વારા નિર્દેશિત એક્શન કોમેડી ફિલ્મ હિમ્મતવાલામાં મુખ્ય ભૂમિકા અજય દેવગણ અને તમન્નાએ ભજવી છે. આ 1983માં બનેલી જીતેન્દ્ર અને શ્રીદેવીની હિટ ફિલ્મની રીમેક છે.

ચશ્મે બંદૂર: 41.68 કરોડ રૂપિયા

ચશ્મે બંદૂર: 41.68 કરોડ રૂપિયા

ડેવિડ ધવને બૉલીવુડમાં પોતાની વધુ એક કોમેડી ફિલ્મમાં રજૂ કરી. આ ફિલ્મ આ નામથી જ 1981માં બનેલી ચશ્મે બંદૂરની રીમેક છે. આ ફિલ્મમાં અલી જફર, સિદ્ધાર્થ, તાપસી પન્નૂ અને દેવેંદૂ શર્મા લીડ રોલમાં છે.

English summary
Top 10 Bollywood Box Office block buster film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X