• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : વર્ષ 2012ના ટૉપ ટેન અભિનેતાઓમાં સલમાન નંબર વન

|

મુંબઈ, 31 ડિસેમ્બર : વર્ષ 2012 બૉલીવુડ માટે ખૂબ ખાસ રહ્યો, પરંતુ આ વર્ષે કમાણી સારી કરી આપી. આ વખતે બૉક્સ ઑફિસે અનેક ફિલ્મોએ 100 કરોડનો આંકડો આંબ્યો કે જેના પગલે અનેક હીરોના ભાગ્ય ફરીથી ચમકી ઉઠ્યાં.

જોકે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાનની ખુમારી લોકો ઉપર છવાયેલી રહી અને તેઓ નંબર 1 પૉઝિશને જળવાઈ રહ્યાં, પરંતુ આ વખતે તેમને ગત વર્ષની સરખામણીમાં વધુ અને સખત પડકારોનો સમનો કરવો પડ્યો, પરંતુ સલ્લુ મિયા તો સલ્લુ મિયા જ છે. તેમણે પોતની સતત હિટ ફિલ્મો વડે સાબિત કરી આપ્યું કે તેઓ જ બૉક્સ ઑફિસના અસલ ટાઇગર છે કે જેમની દબંગાઈ આગળ કોઈનું ચાલે નહીં.

આજે આપને જણાવીએ દઇએ કે વર્ષ 2012એ કયા હીરોને અર્શે બેસાડ્યાં અને કોને નંબર વનનો સિંહાસન સોંપ્યો. એક ડેઈલી મેલના રેટિંગ મુજબ વર્ષ 2012ના બૉલીવુડ હીરોની ટૉપ ટેન લિસ્ટમાં સલમાન ખાન નંબર વનની પૉઝિશને રહ્યાં, તો દસમું સ્થાન હાસલ કર્યું છે એક્સ્ટ્રા ઑર્ડિનરી રોલ કરનાર અભિનેતા મનોજ બાજપાઈએ.

સલમાન ખાને વર્ષની શરુઆતમાં સૌથી મોટી હિટ ફિલ્મ એક થા ટાઇગર આપી. ફિલ્મ એક પ્રણય-વાર્તા હતી કે જેમાં નાયક-નાયિકાના રોલમાં સલમાન અને કૅટરીના હતાં. રીયલ કપલને પડદે જોઈ લોકો એવાં ઘેલા થયા કે જેના પગલે સલમાન નંબર વન હીરો બની ગયાં. આ ફિલ્મે આ વર્ષે સૌથી વધુ કમાણી કરી. પછી આવી સલમાનની બીજી ફિલ્મ દબંગ 2. આ ફિલ્મે પણ સો કરોડનો આંકડો પાર કરી લીધો છે. એટલું જ નહીં, કલર્સ પર તેમનો શો બિગ બૉસ પણ સતત ટીઆરપી લિસ્ટમાં સૌથી આગળ છે. આવનારા દિવસોમાં પણ સલ્લુ મિયા અનેક સારા પ્રોજેક્ટો સાથે નજરે પડનાર છે.

આવો તસવીરો વડે જોઇએ કે કોણ છે વર્ષ 2012ના બૉલીવુડ હીરોની ટૉપ ટેન યાદીમાં. (Must Watch : ટૉપ ટેન અભિનેત્રીઓ)

ટૉપ ટેન અભિનેતાઓ

ટૉપ ટેન અભિનેતાઓ

વર્ષ 2012ના નંબર વન હીરો રહ્યાં અભિનેતા સલમાન ખાન. પહેલી વાર યશ રાજ બૅનર સાથે કામ કરી સલમાને સૌથી મોટી હિટ એક થા ટાઇગર ફિલ્મ આપી અને વર્ષાંતે દબંગ 2 ફિલ્મે પણ ધૂમ મચાવી. ટેલીવિઝન શો બિગ બૉસ પણ ટીઆરપીમાં આગળ છે.

ટૉપ ટેન અભિનેતાઓ

ટૉપ ટેન અભિનેતાઓ

શાહરુખ ખાનને ગુમાવેલી ક્રેડિટ જબ તક હૈ જાન ફિલ્મની સફળતાએ પાછી અપાવી દીધી. કિંગ ખાન માટે પિતા તુલ્ય યશ ચોપરાએ જતાં-જતાં બૉલીવુડના ખોવાયેલા શાહરુખ પરત કર્યાં. આ ફિલ્મ 2012માં સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ રહી. તેથી શાહરુખ આ યાદીમાં બીજા સ્થાને રહ્યાં. શાહરુખ-કૅટરીના કૈફ પહેલી વાર આ ફિલ્મમાં સાથે આવ્યાં.

ટૉપ ટેન અભિનેતાઓ

ટૉપ ટેન અભિનેતાઓ

આ વર્ષની ટૉપ ટેન યાદીમાં આમિર ખાન ત્રીજા સ્થાને રહ્યાં. તેમની મોસ્ટઅવેટેડ ફિલ્મ તલાશ જોકે તેમની કસોટીએ પાર ન પડી, પરંતુ ફિલ્મે સારો બિઝનેસ કર્યો. ફિલ્મ તેમની અપેક્ષાએ ઉણી ન ઉતરતાં, તેમને નંબર વનના સ્થાને ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો.

ટૉપ ટેન અભિનેતાઓ

ટૉપ ટેન અભિનેતાઓ

બૉલીવુડના રૉકસ્ટાર રણબીર કપૂરે ટૉપ ટેન લિસ્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેમની ફિલ્મ બર્ફીનું ગળપણ લોકોએ અનુભવ્યું જેના કારણે રણબીર ચોથા સ્થાન સુધી પહોંચી શક્યા.

ટૉપ ટેન અભિનેતાઓ

ટૉપ ટેન અભિનેતાઓ

અક્ષય કુમારને ફિલ્મ રાઉડી રાઠોડની સફળતાએ પાંચમું સ્થાન આપ્યું છે. ફિલ્મ ઓહ માય ગૉડ દ્વારા અક્ષય કુમારે સાબિતકરી આપ્યું કે તેઓ એક સારા કલાકાર ચે. જોકે તેમની જોકર ફિલ્મે નિરાશ કર્યાં.

ટૉપ ટેન અભિનેતાઓ

ટૉપ ટેન અભિનેતાઓ

બૉલીવુડના સિંઘમ અજય દેવગણને ટૉપ ટેન લિસ્ટમાં છઠું સ્થાન મળ્યું છે. બોલ બચ્ચન અને સન ઑફ સરદાર ફિલ્મોની સફળતાએ તેમનું સ્ટારડમ જાળવી રાખ્યું અને સરળતાથી 100 કરોડની કમાણી કરી. ફિલ્મમાં અજયનું કામ વખણાયું. ફરી એક વાર અજયે સાબિત કર્યું કે તેઓ એક્શન અને કૉમેડીમાં રીયલ સરતાજ છે.

ટૉપ ટેન અભિનેતાઓ

ટૉપ ટેન અભિનેતાઓ

તાજેતરમાં જ કરીના કપૂર સાથે લગ્ન કરનાર સૈફ અલી ખાન સાતમા સ્થાને છે. વર્ષારંભે સૈફે એજંટ વિનોદ જેવી સુપર ફ્લૉપ ફિલ્મ આપી, પરંતુ વર્ષના મધ્યમાં કૉકટેલ જેવી હિટ ફિલ્મ આપી ગુમાવેલી ઓળખ પરત મેળવી લીધી. ફરી એક વાર તેઓ દીપિકા પાદુકોણે સાથે લોકોને ગમ્યાં.

ટૉપ ટેન અભિનેતાઓ

ટૉપ ટેન અભિનેતાઓ

ગત વર્ષના ડર્ટી હીરો ઇમરાન હાશમીની સફળતા આ વર્ષે પણ સતત ચાલુ રહી. રાઝ 3ડીની સફળતાએ તેમને આઠમુ સ્થાન આપ્યું છે. ફિલ્મમાં તેમના કામના ખૂબ વખાણ થયાં કે જેના પગલે ઇમરાને જણાવ્યું કે તેઓ પોતાની કિસર ઇમેજ તોડવા માંગે છે.

ટૉપ ટેન અભિનેતાઓ

ટૉપ ટેન અભિનેતાઓ

બહુમુખી પ્રતિભા ધરાવતા ઇરફાન ખાનનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે. લાઇફ ઑફ પાઇ ફિલ્મની સફળતાએ ઇરફાનને નવમી પૉઝિશન આપી છે. અગાઉ પાનસિંહ તોમર વડે ઇરફાને ખૂબ વખાણ પામ્યા હતાં. તેમના અનેક ઍવૉર્ડ પણ મળ્યા હતાં.

ટૉપ ટેન અભિનેતાઓ

ટૉપ ટેન અભિનેતાઓ

મહેશ ભટ્ટની શોધ મનોજ બાજપાઈએ ફરી એક વાર સાબિત કર્યું કે લોકો તેમના ફૅન કેમ છે? ગૅંગ્સ ઑફ વાસેપુર તથા ચક્રવ્યૂહ ફિલ્મોની સફળતા સાથે મનોજ ટૉપ ટેનની યાદીમાં સ્થાન મેળવી શક્યા છે. ફરી એક વાર મનોજ બાજપાઈ પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહમાં દેખા દેશે.

English summary
Here is Top 10 Bollywood heroes of 2012, Salman Khan got the Top Position.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more