• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bye Bye 2014 : જુઓ કમાણીની બાબતમાં ટૉપ 10 ફિલ્મો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 ડિસેમ્બર : વર્ષ 2014 બૉલીવુડ માટે ખૂબ જ ધમાકેદાર રહ્યું. અનેક ફિલ્મો દર્શકોએ વખાણી, તો કોઇકને ક્રિટિક્સે માથે ચઢાવી, તો ઘણી ફિલ્મોએ બૉક્સ ઑફિસે ધમાલ મચાવી, પરંતુ જો વાત ટૉપ પૉઝિશનની કરવામાં આવે, તો આ વર્ષ રહ્યું સલમાન ખાનના નામે. સાજિદ નડિયાદવાલાના દિગ્દર્શન હેઠળ નિર્મિત કિક ફિલ્મે વર્ષ 2014માં તાબડતોડ બૉક્સ ઑફિસ કમાણી કરી સૌના રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં. આ ફિલ્મમાં સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકાઓમાં હતાં.

જોકે હજી આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પીકે રિલીઝ થવાની બાકી છે કે જેની પાસે આશા સેવાઈ રહી છે કે તે તમામ ફિલ્મોને પછાડી ટૉપ પૉઝિશન હાસલ કરી લેશે. આપને જણાવી દઇએ કે આ વર્ષે અત્યાર સુધી 8 ફિલ્મો સો કરોડ ક્લબમાં જોડાઈ છે.

ખેર, હાલ તો જાણીએ બૉલીવુડની કઈ-કઈ ફિલ્મોએ આ વર્ષે જોરદાર કમાણી કરી અને જોડાઈ ટૉપ 10 બૉક્સ ઑફિસ કલેક્ટર્સની યાદીમાં :

કિક

કિક

સાજિદ નડિયાદવાલાના દિગ્દર્શન હેઠળ નિર્મિત કિકે 233 કરોડની કમાણી કરી સૌને પછાડી દીધી. આ ફિલ્મમાં સલમાન-જૅકલીન લીડ રોલમાં હતાં. ફિલ્મને પહેલા જ દિવસે દર્શકો તરફથી ગજબનો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મના ગીતો પણ બહુ હિટ થયા હતાં.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયરે 230.30 કરોડની જોરદાર કમાણી કરી આ યાદીમાં બીજું સ્થાન મેળવ્યું. આ ફિલ્મમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનૂ સૂદ તથા વિવાન શાહ મુખ્ય ભૂમિકાઓમાં હતાં. જોકે ફિલ્મને ક્રિટિક્સનો પ્રેમ ન મળ્યો, પરંતુ શાહરુખનું ઘેલુ લોકોના માથે ચઢી પોકાર્યું.

બૅંગ બૅંગ

બૅંગ બૅંગ

બૅંગ બૅંગનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદે કર્યુ હતું. આ ફિલ્મે ભારતમાં 181.03 કરોડની કમાણી કરી, જ્યારે વિદેશોમાં પણ તેને પસંદ કરાઈ. હૃતિક રોશન તેમજ કૅટરીના કૈફની જોડીના સૌએ વખાણ કર્યાં. બૅંગ બૅંગ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક હતી.

સિંઘમ રિટર્ન્સ

સિંઘમ રિટર્ન્સ

રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રિટર્ન્સે ઇંડિયામાં 141 કરોડની કમાણી કરી અને તેની સાથે જ તે ચોથા સ્થાને રહી. અજય દેવગણ તથા કરીના કપૂરની આ એક્શન ફિલ્મને લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો. આ ફિલ્મ 2011માં આવેલી સિંઘમની સિક્વલ હતી.

હૉલીડે

હૉલીડે

અક્ષય કુમાર તથા સોનાક્ષી સિન્હાની આ ફિલ્મની કમાણી 112.65 કરોડની રહી. આ ફિલ્મનું દિગ્દર્શન એ આર મુરુગડાસે કર્યું છે. ફિલ્મમાં અક્ષયના બહુ વખાણ થયાં.

જય હો

જય હો

સોહેલ ખાન દિગ્દર્શિત જય હોએ બૉક્સ ઑફિસે 111 કરોડ રુપિયા કમાવ્યાં અને તે છઠ્ઠા સ્થાને રહી. સામાજિક મુદ્દા પર આધારિત આ ફિલ્મમાં સલમાન ખાન તેમજ ડૅઝી શાહે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મના ડાયલૉગ્સ લોકોમાં ખૂબ ફેમસ થયાં.

એક વિલન

એક વિલન

મોહિત સુરીની ફિલ્મ એક વિલને 105.50 કરોડની કમાણી કરી અને દર્શકોએ તેને વખાણી. સિદ્ધાર્થ મલ્હોત્રા, રીતેશ દેશમુખ તથા શ્રદ્ધા કપૂરે આ ફિલ્મમાં મુખ્ય પાત્રો ભજવ્યા હતાં. એક વિલનમાં રીતેશ દેશમુખના બહુ વખાણ થયાં. સાથે જ આ ફિલ્મના ગીતોને પણ બહુ પસંદ કરવામાં આવ્યાં.

2 સ્ટેટ્સ

2 સ્ટેટ્સ

અભિષેક વર્મન દિગ્દર્સિત 2 સ્ટેટ્સ ફિલ્મે 104 રુપિયાની કમાણી કરી. અર્જુન કપૂર તથા આલિયા ભટ્ટની આ ફિલ્મ ચેતન ભગતની નવલકથા 2 સ્ટેટ્સ પર આધારિત હતી. ફિલ્મના ગીતો બહુ પસંદ કરાયાં.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

શશાંક ખેતાન દિગ્દર્શિત હમ્પ્ટી શર્મા કી દુલહનિયાને સારી ઓપનિંગ મળી અને તેમાણી 76.81 કરોડ રહી. વરુણ ધવન તથા આલિયા ભટ્ટ લીડ રોલમાં હતાં. આ એક લાઇટ મૂડ મૂવી હતી.

ગુન્ડે

ગુન્ડે

દિગ્દર્શક અલી અબ્બાસ ઝફની ફિલ્મ ગુન્ડેએ 2014માં 76.55 કરોડની કમાણી કરી. આ સાથે જે તે 10મા સ્થાને રહી. રણવીર સિંહ, અર્જુન કપૂર તેમજ પ્રિયંકા ચોપરાની આ ફિલ્મને જોરદાર ઓપનિંગ મળી હતી. ફિલ્મના ગીતો ટૉપ ટેનમાં સામેલ છે.

English summary
Here are the Top 10 box office collectors movies of 2014.Salman Khans movie Kick on tops the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X