• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Missed : આખું વર્ષ પડદા પરથી ગાયબ રહ્યાં આ Stars!

|

મુંબઈ, 9 ડિસેમ્બર : વર્ષ ખલ્લાસ 2014, પરંતુ કંઇક ઉણપ હતી. ન સમજ્યાં? કેટલાક સ્ટાર્સ આપના ફૅવરિટ હોય છે અને તેમને પડદા પર જોવાની ખાસ ઉત્સુકતા હોય છે, પરંતુ તમને ખ્યાલ પણ આવ્યો કે કેટલાય એવા સ્ટાર્સ રહ્યા કે આ આખું વર્ષ વીતવા આવ્યું, છતા પડદા પર દેખાયા જ નથી.

વર્ષ 2014 એમ પણ સારી ફિલ્મો મટે યાદ કરાશે, પરંતુ દર્શકોના કેટલાક ફૅવરિટ સ્ટાર્સ પડદા ઉપર ફરક્યા જ નથી અને તેનાથી તેમના ફૅન્સ થોડાક નિરાશ અને નારાજ તો હશે. આવા લોકોની યાદીમાં અનેક બૉલીવુડ સ્ટાર્સનો સમાવેશ કરી શકાય.

પરંતુ હાલ તો આપને ટોચના 10 સ્ટાર્સની યાદી બતાવીએ જેઓ 2014માં પડદા ઉપરથી ગાયબ રહ્યાં :

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

છેલ્લી ફિલ્મ મદ્રાસ કૅફે. દમદાર રોલ હતો જ્હૉન અબ્રાહમનો. જોકે ચર્ચામાં રહ્યા. ક્યારેક બિપાશા બાસુના કારણે, તો ક્યારેક પોતાના લગ્ન અંગે. 2014 આખુ વિતી ગયું, પણ જ્હૉન પડદા પર ન દેખાયાં. 2015નું સ્વાગત તેઓ કરશે વેલકમ બૅક ફિલ્મ દ્વારા.

અનિલ કપૂર

અનિલ કપૂર

અનિલ કપૂર ઝક્કાસ રીતે પડદા પર હાજરી નોંધાવે છે. રેસ હોય કે વેલકમ, અનિલે નવા જમાના મુજબ પોતાને ઢાળ્યો છે. 2014માં તેઓ મોટા પડદે ન દેખાયા. જોકે 24 સીરિયલ વડે નાના પડદાના દર્શકોનું મનોરંજન ચોક્કસ કર્યું.

અભય દેઓલ

અભય દેઓલ

અભય દેઓલની પોતાની જુદી ફૅન ફૉલોઇંગ છે. જે લોકોએ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ સોચા ન થા જોઈ છે, તેઓ અભયના પાક્કા ફૅન્સ છે. ખેર, રાંઝણા બાદ અભયની એક ફિલ્મ આવી, પણ તેમાં અભયવાળી વાત નહોતી. દર્શકોએ તેમને બહુ મિસ કર્યાં.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

બૅન્ડ બાજા બારાત દ્વારા અનુષ્કા શર્માએ જણાવી દીધું કે તેમની ફૅન ફૉલોઇંગ છે, પણ ખબર નહીં, પછી તો લોકોને તેમની ફિલ્મોનો ઇંતેજાર જ રહ્યો. તેઓ 2013માં જબ તક હૈ જાનમાં દેખાયા. હવે પીકેમાં દેખાવાના છે અને 2015માં દિલ ધડકને દોમાં પણ તેઓ હશે.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

ઉફ્ફ... આટલો હૅન્ડસમ એક્ટર અને પડદા ઉપરથી ગાયબ? સુશાંતે જ્યારે પવિત્ર રિશ્તા શો છોડ્યો, ત્યારે સૌને લાગ્યું કે તેમણે ખોટુ કર્યું, પરંતુ કાઇ પો છેમાં સુશાંતે પોતાનુ પગલુ યોગ્ય ઠેરવ્યું. તે પછી શુદ્ધ દેસી રોમાંસમાં પણ તેમના જલવા દેખાયા, પરંતુ તે પછી 2014માં પડદા ઉપરથી ગાયબ રહ્યાં. હવે તો પીકે અને તે પછી બ્યોમકેશ બક્શીનો ઇંતેજાર રહેશે.

ઇમરાન ખાન

ઇમરાન ખાન

ઇમરાન ખાનની એક ક્યૂટ ફૅન ફૉલોઇંગ છે કે જે તેમના જય સિંહ રાઠોડ બન્યા બાદથી આજ સુધી જળવાયેલી છે. તેઓ પણ પડદા ઉપરથી સતત ગાયબ છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરનું બદતમીઝ દિલ દર્શકોને બેશરમી સાથે ઘેલુ કરી ચુક્યુ છે. નથી હસીનાઓ બચી શકતી કે નથી દીવાની જવાની, પરંતુ તેઓ પણ આખા વર્ષ દરમિયાન પડદા ઉપરથી ગાયબ રહ્યા. હવે તેઓ તમાશા અને રૉય જેવી ફિલ્મોમાં દેખાવાનાં છે. કરો ઇંતેજાર.

કાજોલ

કાજોલ

કાજોલ ઘેલાઓની યાદી એસઆરકેની યાદીથી શરૂ થઈ તેમની ઉપર જ ખતમ થઈ જાય છે. લોકો આજે પણ તેમને પડદા પર જોવા માંગે છે, પરંતુ લાગતુ નથી કે કાજોલ હજી કમબૅક માટે તૈયાર હોય.

શ્રીદેવી

શ્રીદેવી

ઇંગ્લિશ વિંગ્લિશ સાથે શાનદાર કમબૅક કરનાર શ્રીદેવી ફરીથી ગાયબ થઈ ગયાં. તેમની આગામી કોઈ ફિલ્મનું નામ પણ જાહેર નથી થયું.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન પોતાની હૉટનેસનો જલવો સતત પાથરતા રહે છે, પરંતુ રૂપેરી પડદે લોકોને તેમનો ઇંતેજાર છે.

English summary
2014 although seems to have a long list of commendable films but there were actors whom the audiences adore to see on screen. 2014 definitely missed them badly!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more