• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Top 10 : સલ્લુ-એસઆરકેનો ભરત મેળાપ સૌથી મોટા Good News

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 31 ડિસેમ્બર : સાલ ખલ્લાસ 2014. એક બહેતરીન વર્ષ સિનેમાનું, એક બહેતરીન વર્ષ પ્રદર્શનનું, એક બહેતરીન વર્ષ બૉક્સ ઑફિસ કલેક્શનનું અને એક બહેતરીન વર્ષ ગુડ ન્યુઝનું.

વર્ષ 2014માં બૉલીવુડમાં ઘણુ બધુ એવું થયું કે જે ફીલગુડ આપી ગયું. આટલા ગ્લૅમરમાં જે પળ ક્યારેય સાચી નથી લાગી શકતી, એક દુનિયા કે જે હંમેશા આપને એક બીજી દુનિયાનો અહેસાસ કરાવી દે છે, તેવી સ્ટાર્સની આ દુનિયા આ વર્ષે થોડીક વધુ રીયલ નજરે પડી. અર્પિતા ખાનના લગ્ને ધૂમ મચાવી, તો હૃતિક રોશનના છુટાછેડાએ ફૅન્સને આઘાત પહોંચાડ્યો. થોડુંક મુશ્કેલ હોય છે એ માનવું કે આટલી પરફેક્ટ ફિલ્મી જિંદગીમાં કંઈક ખોટુ પણ થઈ શકે છે.

ખેર, વર્ષ 2015 દસ્તક આપી રહ્યું છે, ત્યારે આપને યાદ અપાવીએ 2014ના Top 10 Good News :

કરણ-અર્જુન આવી ગયાં.

કરણ-અર્જુન આવી ગયાં.

કરણ-અર્જુન આયેંગે... મેરે કરણ-અર્જુન આયેંગે... કરતા-કરતા રાખીના વાળ સફેદ થઈ ગયાં... તો ફાઇનલી કરણ-અર્જુન આવી ગયાં અને બંનેનો ભરત મેળાપ કરાવ્યો અર્પિતા ખાનના લગ્ને. આનાથી સાબિત થઈ ગયું કે લગ્ન દરેક જગ્યાએ લગ્ન જ હોય છે બૉસ... ફિલ્મી દુનિયા હોય કે આપણી...

ક્યોંકિ રોમાંસ કા મતલબ શાહરુખ-કાજોલ

ક્યોંકિ રોમાંસ કા મતલબ શાહરુખ-કાજોલ

આ મોમેંટ માટે દર્શકો કેટલા વર્ષોથી તલસી રહ્યા હતાં અને મળી ત્યારે છપ્પર ફાડ કે. ડીડીએલજેના સેલિબ્રેશન માટે શાહરુખ-કાજોલ અનેક વખત સાથે આવ્યાં અને દર્શકો તેમને જોઈ-જોઈને ખુશ થતા રહ્યાં. ધમાકો ત્યારે થયો કે જ્યારે 1000 વીકના સેલિબ્રેશન માટે ફૅન્સે ફરીથી ડીડીએલજે સિલ્વર સ્ક્રીન પર જોઈ.

ફીલ ગુડ અનલિમિટેડ

ફીલ ગુડ અનલિમિટેડ

હવે ભાઈ જ્યારે કરણ-અર્જુન આવી જ ગયા હતાં, તો ભરત મેળાપ તો થવાનો જ હતો. કેટલીક પળો માટે જ સહી, રજત શર્માને તો ઇંડસ્ટ્રીએ માનવું જ પડ્યું, નહિંતર આમિર ખાન-શાહરુખ ખાન-સલમાન ખાનને એક સાથે કોઇએ જોયા હતાં. આ કામ તો કરણ જૌહર પણ ન કરી શક્યાં બૉમ્બે ટૉકીઝ માટે, પરંતુ રજતે કરી બતાવ્યું.

ઇંતહા હો ગઈ ઇંતજાર કી...

ઇંતહા હો ગઈ ઇંતજાર કી...

તેઓ સૌંદર્યનું માપદંડ છે... એમ કહીએ તો ખોટુ નહીં ગણાય. તેવામાં તેમના કમબૅકના ન્યૂઝ સાંભળી તેમના ફૅન્સ તો ગાંડા થઈ જાય છે બૉસ. ઐશ્વર્યા રાયના કમબૅકના ન્યુઝ સાંભળી ફૅન્સ ઘેલા થઈ ગયાં. હવે તો બસ તેમને ફરીથી મોટા પડદે જોવા આંખો તલસી રહી છે.

એક ઘરમાં આટલી ક્યૂટનેસ

એક ઘરમાં આટલી ક્યૂટનેસ

IT IS A BOOOOOOY... કહી રીતેશ દેશમુખે સાબિત કરી આપ્યું કે તેઓ અને જેનેલિયા બૉલીવુડના ક્યૂટેસ્ટ મૉમ-ડૅડ છે. તેમના ઘરે નાનકડા મહેમાનના આવવાનું જશ્ન તો બૉલીવુડ ફૅન્સ અને મીડિયાએ એમ મનાવ્યું કે ના પૂછો વાત.

યે તેરા ઘર યે મેરા ઘર

યે તેરા ઘર યે મેરા ઘર

તેઓ સાથે છે કે નહીં... છે કે નહીં... કરતા-કરતા હદ થઈ ગઈ. વળી, કરીનાનો ચિકની ચમેલી... અને શીલા... ડાન્સ રણબીરના સંગીત માટે એક એપિક મોમેંટ હી. જોકે રણબીર-કૅટ હતાં કે બોલતા જ નહોતાં. પછી કર્યો ધડાકો... સાથે શિફ્ટ થઈને અને ફૅન્સને મળી ગયાં વધુ એક ગુડ ન્યુઝ.

સલમાન ખાન અને રાજશ્રીનો પ્રેમ

સલમાન ખાન અને રાજશ્રીનો પ્રેમ

સલમાન ખાનનો જે પ્રેમ અવતાર છે, તેને જોવા દર્શકો ઘેલા થઈ જાય છે. તેવામાં જ્યારે રાજશ્રી પ્રોડક્શને ફરીથી પોતાના પ્રેમને પરત લાવવાનો નિર્ણય કર્યો, તો તેનાથી મોટા ગુડ ન્યુઝ શું હોઈ શકે?

તેરે-મેરે બીચ મેં ક્યા હૈ

તેરે-મેરે બીચ મેં ક્યા હૈ

હવે યે જવાની હૈ દીવાની બાદ ફૅન્સે ખૂબ ઇચ્છાઓ કરી કે રણબીર-દીપિકાનું ફરીથી કોઈ કનેક્શન સંધાઈ જાય, પણ તેમને ગુડ ન્યુઝ મળ્યાં તેમના પૅચ-અપના. દીપિકાએ રણબીરને પોતાના ફૅવરિટ સ્ટાર ગણાવ્યાં અને રણબીરે તેમને. તમાશા તો થવાનો જ હતો.

છોટા પૅકેટ બડા ધમાકા

છોટા પૅકેટ બડા ધમાકા

આ વર્ષ હતું નાના બજેટની ફિલ્મોનું અને દર્શકોએ પણ તે ફિલ્મોને સ્વીકારી લીધી. આ બૉલીવુડના ગુડ ન્યુઝ હતાં. અગ્લી, સિટીલાઇટ્સ, મંજૂનાથ, લક્ષ્મી, ઇક્કીસ તોપોં કી સલામી જેવી ફિલ્મો આવી અને દર્શકોએ જોઈ પણ ખરી. તેનાથી સારા સમાચાર શું હોઈ શકે કે દર્શકોએ સ્ટાર્સને નહીં, એક્ટર્સને પસંદ કર્યાં.

શું જાદૂ-ટોણા કરી ગયાં ઇંડિયાવાલે

શું જાદૂ-ટોણા કરી ગયાં ઇંડિયાવાલે

ફિલ્મ મસાલા એંટરટેનર હતી બસ. સારી-ખરાબનું મહત્વ નતી. ફિલ્મની સ્ક્રિપ્ટને ઑસ્કાર લાયબ્રૅરી માટે પસંદ કરાઈ. કદાચ કોઇક રિસર્ચ માટે. ખેર, આપણને શું? તેમણે રાખી લીધી, તો રાખી લીધી. થયા ને સારા સમાચાર?

બોનસ શાહિદનું માઇલસ્ટોન!

બોનસ શાહિદનું માઇલસ્ટોન!

શાહિદ કપૂર આવે છે, ધમાકા કરે છે અને પછી જતા રહે છે, પણ તેમની હૈદરે દર્શકોને ગિફ્ટ આપી. ઇંડસ્ટ્રીને પણ ખબર પડી ગઈ કે અસલી શાહિદ વસ્તુ શું છે અને એટલુ જ આપણા માટે બહુ હતું. તેમની પાસે વિચિત્ર પાત્ર ભજવડાવનાર દિગ્દર્શકોને દર્શકો માફ નહીં કરે.

English summary
As the year ends let us unfold all the memories which indeed were a good one. Feel Good Unlimited. What were the 10 good news of 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X