• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jai Ho To PK : આ છે 2014ની Top કંટ્રોવર્સિયલ ફિલ્મો...

|

સિને જગત અને વિવાદ હંમેશા એક-બીજાની સાથે જ રહે છે. કોઇક ફિલ્મ રિલીઝ થાય છે, તો તેની સાથે કોઈને કોઈ વિવાદ એવો જોડાઈ જાય છે કે જેના અંગે ફિલ્મ લાઇમલાઇટમાં આવી જાય છે અને સાથે જ તેને વગર મહેનતે પ્રમોશન પણ મળી જાય છે. અનેક વખત ફિલ્મના લીડ એક્ટરો વચ્ચે અફૅરના સમાચારો બનાવી રજૂ કરાય છે કે જેથી ફિલ્મ ચર્ચામાં આવી જાય, તો ઘણી વખત દિગ્દર્શક તથા કલાકારો વચ્ચે ઝગડાને સમાચાર બનાવવામાં આવે છે.

સરવાળે એમ કહી શકાય કે ફિલ્મ સાથે જેટલા વધારે અને ગંભીર વિવાદ જોડાય, ફિલ્મની સફળતાના ચાન્સિસ તેટલા જ વધુ હોય છે. વર્ષ 2014માં પણ અનેક વિવાદાસ્પદ ફિલ્મો રિલીઝ થઈ. જોકે એવું નથી કે દરેક ફિલ્મ સાથે જોડાયેલ વિવાદ ગંભીર જ હોય, પણ વિવાદોના પગલે ફિલ્મોના કલેક્શન પર ચોક્કસ અસર પડી.

જય હો

જય હો

સલમાન ખાનની ફિલ્મ હોવા છતાં જય હોને બૉક્સ ઑફિસે રેકૉર્ડ બ્રેક કમાણી ન મળી. આની પાછળ સલમાન દ્વારા ગુજરાત જઈ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનું કારણ બતાવાયું. ફિલ્મમાં નારંગી કપડામાં બતાવાયેલા ગુંડાઓ અંગે પણ બહુ વિવાદ ઉઠ્યો. જોકે સલમાને તમામ વિવાદો હાસિયે ધકેલી જણાવ્યું કે જો તેમી ફિલ્મ કમાણીની બાબતમાં ન ચાલી, તો તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો.

ગુલાબ ગૅંગ

ગુલાબ ગૅંગ

માધુરી દીક્ષિત તેમજ જુહી ચાવલાની ફિલ્મ ગુલાબ ગૅંગ અંગે બહુ વિવાદ ચગ્યો. ગુલાબી ગૅંગ એક સંગઠન છે કે જેના વડે વિશ્વ ભરની મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવાયા છે. આ સંગઠનની પ્રમુખ સમ્પત પાલે ગુલાબ ગૅંગ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી. તેના પગલે ગુલાબ ગૅંગની રિલીઝ પર પણ બૅન મૂકવામાં આવ્યું. જોકે પાછળથી બૅન હટાવી લેવાયું.

ભૂતનાથ રિટર્ન્સ

ભૂતનાથ રિટર્ન્સ

અમિતાભ બચ્ચનની ભૂતનાથ રિટર્ન્સ અંગે અનેક વિવાદો થયાં. અમિતાભે નેતાઓ તથા રાજકારણ સાથે જોડાયેલી કડવી હકીકતો સામે મૂકી કે જેના પગલે ઘણા લોકોએ ફિલ્મ અંગે નકારાત્મક વાતો ચલાવી.

રિવૉલ્વર રાણી

રિવૉલ્વર રાણી

કંગના રાણાવતની ફિલ્મ રિવૉલ્વર રાણી પણ એક વિવાદાસ્પદ ફિલ્મ બની. તેમાં કંગનાએ ખૂબ બોલ્ડ પાત્ર ભજવ્યુ હતું.

કિક

કિક

સલમાન ખાનની ફિલ્મ કિક અંગેનો વિવાદ એ હતો કે ફિલ્મના ગીતો પહેલા સોનૂ નિગમે ગાયાં, પરંતુ પાછળથી સલમાન ખાન દ્વારા ગવડાવવામાં આવ્યાં. આ બાબત ચર્ચામાં રહી.

યે હૈ બકરાપુર

યે હૈ બકરાપુર

યે હૈ બકરાપુર સામાન્ય ફિલ્મ હતી, પણ ફિલ્મમાં બકરાનું નામ શાહરુખ રાખવામાં આવ્યું કે જેના અંગે હોબાળો થયો. શાહરુખ ખાનની ટીમ તરફથી આ ફિલ્મ અંગેના સમાચારોમાં ઉલ્લેખ કરાયેલ શાહરુખ ખાન નામને હટાવડાવવામાં આવ્યું.

હમશકલ્સ

હમશકલ્સ

સાજિદ ખાનની ફિલ્મ હમશકલ્સમાં સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ તેમજ રામ કપૂર લીડ રોલમાં હતાં, પરંતુ તે પણ એક વિવાદાસ્પદ ફિલ્મ બની રહી. ફિલ્મમાં સૈફ દ્વારા અનેક એક્ટરોની મિમિક્રી કરાઈ કે જે અંગે વિવાદ ઊભા થયા હતાં.

સિંઘમ રિટર્ન્સ

સિંઘમ રિટર્ન્સ

અજય દેવગણની સિંઘમ રિટર્ન્સમાં એક ગુરુજી નામનું પાત્ર દર્શાવાયું કે જેને ગુરુ રવિશંકરજી સાથે જોડવામાં આવ્યું. ગુરુજીના ભક્તોએ આ અંગે હોબાળો કર્યો અને માંગણી કરી કે ફિલ્મમાંથી કેટલાક દૃશ્યો ડિલીટ કરવામાં આવે.

મૅરી કોમ

મૅરી કોમ

પ્રિયંકા ચોપરાની ફિલ્મ મૅરી કોમ પણ વિવાદોમાં સપડાઈ. સૌથી મોટો વિવાદ પ્રિયંકાની મૅરી કોમના પાત્ર માટેની પસંદગીનો હતો. ઉપરાંત મેક-અપ આર્ટિસ્ટે પ્રિયંકાને સેક્સ સાયરનથી સિમ્પલ નૉર્થ ઈસ્ટની યુવતીમાં બદલી. તેનું કહેવુ હતું કે તેની મહેનત બદલ તેને પૈસા ન અપાયાં.

હૈદર

હૈદર

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની હૈદર શેક્સપીયરની નવલકથા હૅમલેટ પર આધારિત હતી. ફિલ્મમાં દર્શાવાયું કે કઈ રીતે કાશ્મીરમાં થયેલ રમખાણો દરમિયાન અનેક લોકોને ગાયબ કરી દેવાયા હતાં અને તેઓ ક્યાં કેદ કરી મૂકાયા હતાં, તેની કોઈને જાણ નહોતી. આ વાત અંગે બહુ વિવાદ થયો.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

શાહરુખ ખાનની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર અંગે મહત્વનો વિવાદ જયા બચ્ચનના નિવેદનના કારણે થયો. જયાએ તેને ઘટિયા ફિલ્મ કહી. જવાબમાં શાહરુખે કહ્યું કે અમિતાભની અમર અકબર એંથની કરતા વધુ ખરાબ નથી હૅપ્પી ન્યુ ઈયર.

રંગ રસિયા

રંગ રસિયા

તાજેતરમાં જ રિલીઝ થયેલી રંગ રસિયા ફિલ્મ કેતન મહેતા અને દીપા સાહીની હતી. ફિલ્મમાં એક પેંટર દ્વારા એક સ્ત્રીને દેવી તરીકે એકદમ નગ્ન ચિત્રિત કરતા દર્શાવાયો. ફિલ્મના અનેક સીન્સ સેંસર બોર્ડે ડિલીટ પણ કર્યાં.

પીકે

પીકે

આમિર ખાનની ફિલ્મ હજી રિલીઝ ન થયેલી પીકે ફિલ્મ અંગે પોસ્ટરથી જ વિવાદ શરૂ થયો. આમિરે પીકે માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યું. પહેલા જ પોસ્ટરથી શરૂ થયેલ વિવાદ પછી પણ સતત બીજી બાબતો અંગે ચાલુને ચાલુ જ રહ્યો. ફિલ્મ તો હજી 19મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

English summary
Jai Ho, Kick, Happy New Year, PK and many more movies were in controversy in year 2014. Here are top controversial movies of year 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more