અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ સબ કુશલ મંગલનું ટ્રેલર રિલીઝ
ઇરોસ નાઉ હવે પારીવારીક રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'સબ કુશલ મંગલ' નું મોસ્ટ અવેઇટેડ ટ્રેલર લઈને આવ્યુ છે. ફિલ્મમાં 'અક્ષય ખન્ના'નું એક નવું અને તેજસ્વી પાત્ર છે, જે ભૂતકાળની ભૂમિકાઓ જેટલું યાદગાર હશે.
એક યુવા મહિલા, ટીવી એન્કર અને સ્થાનિક બિગ શોટની ત્રણ તરફી લવ સ્ટોરી છે. અક્ષય ખન્ના એક નાનકડા શહેરનો ગુંડો અને રાજકારણીની ભૂમિકામાં દેખાશે જેની પાસે લગ્ન કરવાની પોતાની રીત છે, જેથી તે પોતાનું પવિત્ર વ્યક્તિત્વ જાળવી શકે. આ ફિલ્મ એક જોલી રાઇડ છે જે પોતાની વિચિત્ર, તેજ ગતિ અને ટ્વિંગ રમૂજથી તમને દંગ કરી દેશે.
આ એક પારીવારીક મનોરંજન જે તમને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે. રોગચાળાના આ સમયમાં, આ ફિલ્મ સમયની જરૂરિયાત બની છે અને તમને હળવા અને સારા મૂડમાં મળશે. કરણ વિશ્વનાથ કશ્યપ અભિનીત આ ફિલ્મમાં અક્ષય ખન્ના, પ્રિયંક શર્મા, રેવા કિશન મુખ્ય ભૂમિકામાં અને સતિષ કૌશિક, રાકેશ બેદી અને સુપ્રિયા પાઠક સહાયક ભૂમિકામાં છે. 4 ડિસેમ્બર, 2020 થી 'સબ કુશલ મંગલ' ઇરોસ નાઉ પર એક પ્રીમિયર શરૂ કરશે.
પાર્ટનર સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા હોય તો આ અફવાઓ પર ધ્યાન ન આપો